Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

જૂના ઝાડમાંથી મળશે કેરીનું વધુ ઉત્પાદન, તમે પણ અપનાવો આ ટેક્નિક

આંબામાં કેરીના વધુ ઉત્પાદન માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી ખૂબ જ જરૂરી છે, એકમ વિસ્તાર દીઠ ઉત્પાદન વધારવા કૃષિ સંશોધકો સતત નવી પદ્ધતિઓનુ સંશોધન કરતા હોય છે. તો આવો જાણીએ કે જૂના ઝાડનુ ધ્યાન રાખીને તમે કેવી રીતે વિપુલ માત્રામાં કેરીનુ ઉત્પાદન કરી શકશો.

Himanee Chauhan
Himanee Chauhan
Mango Cultivation
Mango Cultivation

કેરીના ઉત્પાદન માટે ભારત અગ્રેસર

તમને ખબર જ હશે કે ગુજરાતમાં આંબાનુ સૌથી વધુ વાવેતર વલસાડ જિલ્લામાં ત્યારબાદ જૂનાગઢમાં કેરીનુ ઉત્પાદન વધારે પ્રમાણમાં થાય છે. ઉપરાંત સુરત, ભાવનગર, અમરેલી, ખેડા અને ભરૂચ આંબા ઉગાડવા માટેના મહત્વના જિલ્લાઓ છે. કેરીની વિવિધ બનાવટોના ઉત્પાદન અને નિકાસમાં ભારત અગ્રસ્થાને છે, ભારતમાંથી ખાસ કરીને ગુજરાતમાંથી આફૂસ કેરી અને કેસર કેરી ઉપરાંત ઉત્તર ભારતમાંથી દશેહરી અને ચૌસા જાતની કેરીની વિદેશમાં નિકાસ કરવામાં આવે છે.

 

ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ

આંબાનું વૃક્ષ કદમાં બહુ મોટુ હોય તેને બહોળા અંતરે રોપવામાં આવે છે. જેથી એકમ વિસ્તારદીઠ ઉત્પાદકતા મર્યાદિત બને છે. તદ્ઉપરાંત શહેરીકરણ, ઔધ્યોગિકરણ તથા જમીનના વિભાજનને પગલે ફળદ્રુપ જમીનમાં ઘટાડો થઈ રહ્યો છે. આ સંજોગોમાં ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ એકમ વિસ્તારમાંથી વધુ ઉત્પાદન મેળવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. એકમ વિસ્તારદીઠ ઉત્પાદકતા વધારવા વધુ ઉત્પાદન આપતી જાતોનું વાવેતર કરવું. કૃષિની યોગ્ય રીતભાતનો ઉપયોગ કરી ઉત્પાદન દરમિયાનના બગાડને અટકાવવો. આ બે ઉપાયો સાથે એકમ વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા વધારવી એટલે ઘનિષ્ટ વાવેતર પદ્ધતિનો ઉપયોગ કરવો. ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ એટલે જમીનની ફળદ્રુપતાને નુકસાન પહોંચાડ્યા વગર એકમ વિસ્તારમાં શકય તેટલા વધુ આંબાના ઝાડનું વાવેતર કરવું જેથી વધુને વધુ માત્રામાં ઉત્પાદન મેળવી શકાય છે.

ડાળીઓના ફેલાવને કઈ રીતે રાખશો નિયંત્રણમાં

સામાન્ય રીતે આંબા પરથી કેરી ઉતારી લીધા બાદ તરત જ તે ડાળીને ટોચથી લગભગ ૧૦ સે.મી. અંદરથી છટણી કરવાથી ડાળીઓના ફેલાવાને નિયંત્રણમાં રાખી શકાય અને ઉત્પાદનને પણ માઠી અસરથી બચાવી શકાય. જો આ છટણીમાં મોડુ થાય તો આવતી ઋતુમાં મોર બેસવાની પ્રક્રિયા પર ગંભીર અસર પડવાથી ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે.  આ ઉપરાંત અંદરની ડાળીઓમાં સૂર્યપ્રકાશની ઉપલબ્ધતા વધારવા માટે અભ્યાસ કરી ઝાડદીઠ એક કે બે મુખ્ય ડાળીની છટણી દર પાંચથી સાત વર્ષે એકવાર કરવાની જરૂર છે. આ સિવાય રોગ જીવાતથી નુકસાન પામેલી ડાળીઓની પણ છટણી કરવી અનિવાર્ય છે. ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં કલમ રોપ્યા બાદ છોડ 4થી 5 ફૂટ ઉંચાઈનો થાય ત્યારથી જ છટણી કરીને ચારે દિશામાં ડાળીઓનો સંતુલિત વિકાસ થાય તથા સૂર્યપ્રકાશ અંદર સુધી મળી શકે એવી છટણી કરી વૃક્ષને કેળવવાથી ઉત્પાદન તેમજ ગુણવત્તામાં ચોક્કસપણે વધારો મેળવી શકાય. દર વર્ષે છટણી દ્વારા વૃક્ષની ઉંચાઈ અને ઘેરાવાને નિયંત્રિત રાખવાથી ફળની લણણી, જંતુનાશકોના છંટકાવ વગેરેમાં સુગમતા રહે છે અને તેની અસરકારકતા પણ વધે છે.


આંબાનો મૂલકાંડ તરીકે ઉપયોગ


આંબાના ઝાડને ગણા બનાવવા વેલાઈકોલમ્બન જાતના આંબાનો મૂલકાંડ તરીકે ઉપયોગ પ્રચલિત છે. આ જાતના ગોટલામાંથી મૂલકાંડ તૈયાર કરી તેના પર જે તે જાતની કલમ કરવાથી ઝાડનો વિકાસ મર્યાદિત રહે છે. જેને કારણે વધુ વૃદ્ધિ ધરાવતી જાતોમાં પણ એકમ વિસ્તારદીઠ વધુ છોડ સમાવી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. નિયમિત રીતે ઝાડની છટણી અને કેળવણી દ્વારા ઝાડનો ઘેરાવો અને આકારને નિયંત્રિત કરવાની રીતને કેનોપી મેનેજમેન્ટ કહેવાય છે. જેને ધ્યાનમાં રાખવાથી કેરીની ખેતી સારા પ્રમાણમાં થાય છે.

ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિમાં રાખો આટલી કાળજી

ઘનિષ્ટ વાવેતરને કારણે  પાકમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ ઝડપથી ફેલાઈ શકે છે. આ સંજોગોમાં રોગ-જીવાતને સમયસર કાબૂમાં લેવા માટેના પગલાં ભરવા જોઈએ. મેઢ નામના કિટકના ઉપદ્રવને નિયંત્રિત કરવા બોર્ડો મિશ્રણનો છંટકાવ કરવો જોઈએ. આંબાનું ઘનિષ્ટ વાવેતર કરવા માટે નૂતન કલમ પદ્ધતિ વડે તૈયાર કરેલી કલમોનો ઉપયોગ કરવાથી શરૂઆતથી જ છોડની ઉંચાઈ એક સરખી રહે છે. મૂલકાંડમાંથી નીકળતા દેશી આંબાના પીલા સમયાંતરે દૂર કરતા રહેવું. દરેક આંબાની ફરતે ખામણા બનાવી વૃક્ષદીઠ સપ્રમાણ ખાતર અને પાણી આપવા. ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં દરેક છોડના મૂળને વિકાસ માટે ઓછો વિસ્તાર મળતો હોવાથી સંતુલિત રીતે રાસાયણિક તથા સેન્દ્રિય ખાતરો સમયસર આપવા ઘનિષ્ટ વાવેતર માટે આમ્રપાલી, કેસર, તોતાપુરી, સોનપરી વગેરેની પસંદગી કરવી સલાહભર્યું છે. જેથી નિયમિત દર વર્ષે સારી એવી આવક મળી શકે. ઘનિષ્ટ વાવેતર પદ્ધતિની વાડીમાં આંતરપાકો લેવા જોઈએ નહીં. ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં નિયમિત કરાતી છટણીને કારણે આંબાની મોર અને ડાળીઓની વિકૃત્તિનો રોગ પણ નિયંત્રણમાં રહે છે.

આ પણ વાંચો : “કુંવારપાઠાની વૈજ્ઞાનિક ખેતી”

આ પણ વાંચો : ગુલાબના છોડમાં સુગંધિત ફૂલો લાવવા માટે શું કરશો ?

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More