Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ડાંગરના પાકમાં પોષક તત્વની ઉણપથી કેવા રોગ થાય છે જાણો આ લેખમાં

ગુજરાતમાં ઘણા વર્ષોથી ચોમાસુ અને ઉનાળુ ડાંગરની ખેતી ધીમે ધીમે વિકાસ પામતી જાય છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી, વલસાડ, સુરત જિલ્લા માં વધુ વાવેતર થાય છે. ગુજરાત રાજયમાં ડાંગરની ખેતીના કુલ વિસ્તાર પૈકી 60 ટકા થી વધુ વિસ્તારમાં ફેરરોપણીથી ડાંગરની ખેતી થાય છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
paddy crop
paddy crop

ગુજરાતમાં ઘણા વર્ષોથી ચોમાસુ અને ઉનાળુ ડાંગરની ખેતી ધીમે ધીમે વિકાસ પામતી જાય છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી, વલસાડ, સુરત જિલ્લા માં વધુ વાવેતર થાય છે. ગુજરાત રાજયમાં ડાંગરની ખેતીના કુલ વિસ્તાર પૈકી 60 ટકા થી વધુ વિસ્તારમાં ફેરરોપણીથી ડાંગરની ખેતી થાય છે.

ખેતીમાં મુખ્ય તત્ત્વોની સાથે સૂક્ષ્મ તત્વોની ખૂબ જ આવસ્યક રહે છે.

નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા મુખ્ય પોષક તત્વો સિવાય સૂક્ષ્મ તત્વો જેવા કે લોહ, ઝીંક, મેંગેનીઝ, કેલ્શીયમ, તાંબુ, બોરોન, સીલીકા, વગેરે બહું ઓછા પ્રમાણમાં પણ ડાંગરના પાકને જરૂરી છે. જે સેન્દ્રીય ખાતરોમાંથી મળી શકે છે એટલે ડાંગરના પાકમાં સેન્દ્રીય ખાતરો પણ આપવા જરૂરી છે. સંકલિત પોષણ વ્યવસ્થાપણના ભાગરૂપે જમીનના પ્રૂથ્થકરણ રીપોર્ટના આધારે પોષણ વ્યવસ્થપન કરવાથી બિનજરૂરી વધરાને ખર્ચ નિવારીને નફામાં વધારો કરી શકાય છે. અમુક પોષક તત્વો ની ઉણપને કારણે ડાંગર રોગ જોવા મળે છે.

paddy crop
paddy crop

પોષક તત્વોના ઉણપથી થતા રોગો

ધરુનો કોલત/પીળિયો (લોહ તત્વની ઉણપ)

  • આ રોગ જમીનમાં લોહ તત્વની ઉણપને લીધે આવે છે અથવા જમીનનું બંધારણ બગડવાથી કે અન્ય કારણસર જમીનમાંથી લોહતત્વ અને છોડને લભ્ય ન થઈ શકતું હોય ત્યારે છોડની વૃદ્ધિ ઉપર અસર થાય છે અને રોગ જણાય છે.
  • ખાસ કરીને ધરૂવાડિયામાં પાણીની ખેંચ વર્તાય ત્યારે જમીનના ઉપલા સ્તર માં ક્ષાર જમા થાય છે. તેથી લોહતત્વની ઉણપ જણાય છે.
  • શરૂઆતમાં ધરું પીળું પડવા લાગે છે. છેવટે સફેદ થઈને ઉતરી જતું હોય છે. તેથી રોપવા લાયક ધરું રહેતું નથી
  • આ રોગ ખાસ કરીને ઊંચાણવાળા ધરૂવાડિયા કે જ્યાં પાણીનું ભરણ રહેતું નથી ત્યાં વધારે પ્રમાણમાં જોવા મળે છે .આથી ક્ષારવાળી, ગોરાડુ કે રેતાળ જમીનમાં કરેલ ધરૂવાડીયામાં ઘણીવાર રોપવા લાયક પૂરતા છોડ પણ મળતા નથી

માહિતી સ્ત્રોત - મુકેશ ટાંક & ગિરીશ સાંખલા કૃષિ નિષ્ણાંત કિસાન કોલ સેન્ટર, અમદાવાદ

આ પણ વાંચો - ડાંગરના ખેડૂતો આ બાબાતોની રાખજો કાળજી, નહીંતર..

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More