Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

કપાસ અને ડાંગર પાકમાં સપ્ટેમ્બરમાં થવા વાળા ખેતકામની માહિતી

ખરીફ પાકની વાવણીની શરૂઆત જૂન-જુલાઈમાં થઈ હતી. ખેડૂતો ત્યારે જે-જે પાકોના વાવેતર કર્યો હતો તેમના સમય જતા ખેતકામ કરવાના રહે છે. જેથી પાકોની ગુણવત્તામાં વધારો થાય અને વધુ ઉતારો મળે. આજે અમે આપણા ખેડૂત ભાઈઓને ખરીફ પાક કપાસ અને ડાંગરમાં સપ્ટેમ્બર માહમાં થવા વાળા ખેતકામની વિગતવાર માહિતી આપીશુ.

Amansinh Jadeja
Amansinh Jadeja
કપાસ (Cotton)
કપાસ (Cotton)

ખરીફ પાકની વાવણીની શરૂઆત જૂન-જુલાઈમાં થઈ હતી. ખેડૂતો ત્યારે જે-જે પાકોના વાવેતર કર્યો હતો તેમના સમય જતા ખેતકામ કરવાના રહે છે. જેથી પાકોની ગુણવત્તામાં વધારો થાય અને વધુ ઉતારો મળે. આજે અમે આપણા ખેડૂત (Farmers) ભાઈઓને ખરીફ પાક કપાસ(cotton) અને ડાંગરમાં (paddy) સપ્ટેમ્બર માહમાં થવા વાળા ખેતકામની વિગતવાર માહિતી આપીશુ.

ખરીફ પાકની વાવણીની શરૂઆત જૂન-જુલાઈમાં થઈ હતી. ખેડૂતો ત્યારે જે-જે પાકોના વાવેતર કર્યો હતો તેમના સમય જતા ખેતકામ કરવાના રહે છે. જેથી પાકોની ગુણવત્તામાં વધારો થાય અને વધુ ઉતારો મળે. આજે અમે આપણા ખેડૂત (Farmers) ભાઈઓને ખરીફ પાક કપાસ(cotton) અને ડાંગરમાં (paddy) સપ્ટેમ્બર માહમાં થવા વાળા ખેતકામની વિગતવાર માહિતી આપીશુ.

કપાસમાં ગુલાબી ઈચળ

કપાસના પાકમાં ગુલાબી ઈચળ  સૌથી વધારે જોવા મળે છે. જે ગુલાબી ઈચળને દૂર કરવામાંના આવે તો તે પાકને નુકસાન પહુંચાડી શકે છે. એટલે કપાસના પાકમાંથી ગુલાબી ઇચળને દૂર કરવા માટે તેની મોજણી માટે લગાવેલ ટ્રેપમાં 8થી 10 સંખ્યામાં કુદા જોવા મળે ત્યારેં નીચે આપેલી દવાઓમાંથી કોઈપણને 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવું જોઈએ.

કિવનાલફોસ 25 ટકા ઇ.સી. 20 મી.લી. અથવા પ્રોફેનોફોસ 50 ટકા ઇ.સી. 10 મી.લી. અથવા થાયોડીકાર્બ 75 વેટેબલ પાઉડર 7 ગ્રામ અથવા કાર્બારીલ 50 ટકા વેટેબલ પાઉડર 40 ગ્રામ અથવા ફેનવેલરેટ 20 ટકા ઇ.સી. 10 મી.લી. અથવા ડેલ્ટામેથ્રીન 1 + ટ્રાયઝોફોસ 25 ટકા ઇ.સી. 20 મી.લી. અથવા બીટા સાયફલુથ્રીન 25 ટકા  એસ.સી. 10 મી.લી. અથવા સ્પીનોસાડ 45 % એસ.સી. 3 મી.લી.પાણીના ભેળવીને છંટકાવ કરો.

મીલીબગથી બચાવ  

કપાસના પાક મીલીબગનાં નિયંત્રણ માટે પ્રોફેનોફોસ 50 ઇસી 10 મિ.લિ. અથવા કાર્બારીલ 50 ટકા વે.પા. 40 ગ્રામ અથવા ક્વિનાલફોસ 20 મિ.લિ. અથવા એસીફેટ 75 એસ.પી. 10 ગ્રામ અથવા થાયોડીકર્બ 75 ટકા વે.પા. 7 ગ્રામ 10 લિટર પાણીમાં ભેળવી જરૂરીયત પ્રમાણે બેથી ત્રણવાર છંટકાવ કરો.

બ્લુ કોપર

કપાસ પાકમાં બ્લુ કોપર હેક્ઝીક્લોરાઇડ 10 લીટરમાં 40 ગ્રામ અથવા મેન્કોઝેબ 26 ગ્રામ 10 લીટર પાણીમાં નાખી મૂળમાં ડ્રેન્ચીંગ કરવું. પુખ્ત ચાંચવાને મારવા માટે શેઢા પાળા પર ક્વીનાલફોસ 1.5 ટકા ભૂકી અથવા ફેનવાલરેટ 0.4 ટકા ભૂકી પ્રતિ હેક્ટરે 25 કિગ્રા પ્રમાણે કપાસના પાક પર છાંટવી.

ડાંગર (Paddy)
ડાંગર (Paddy)

કપાસમાં સુંઢિયું

કંપાસમાં સુંઢિયું જોવા મળે ત્યારે કપાસના થડ પાસે ક્લોરપાયરીફોસ 10 લિટર પાણીમાં 20 મી.લી. દવાનું દ્રાવણ રેડવું, જેથી ઈયળોનો નાશ થાય. ભૂકીરૂપ દવા આ જીવાત સામે વધુ અસરકારક જણાયેલ છે. તેમ છતાં પ્રવાહી/દ્રાવ્યરૂપ ક્વીનાલફોસ ૨૦ મિલીઇન્ડોક્ઝાકાર્બ 2 થી 5 મી.લી., પ્રોફેનોફોસ 10 થી 15 મી.લી. થાયોડીકાર્બ 7 ગ્રામ દવા પૈકી કોઈ એક દવા 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

સમરણ રહે  પર્યાવરણ માટે સલામત હોય તેવી જંતુનાશક દવાઓ જેવી કે બ્યુવેરીયા બાસીયાના 80 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

ડાંગરના પાકમાં જોવાતી ગાભમારાની ઈચળ   

ડાંગર પાકમાં ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે ફેર રોપણી પછી 30-35 દિવસે અથવા કાર્બોફ્યુરાન 30 જી (8 થી 10 કિ.ગ્રા.) અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ 0.4 જી ૫ કિ.ગ્રા બે વખત આપવાથી ઉપદ્રવ કાબુમાં રહે છે. અથવા ટ્રાયઝોફોસ 40 ઈસી 20 મિ.લી. અથવા એસીફેટ 75 એસપી 10 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ 18.5 એસસી 2.4-3.00 મિલી અથવા લેમડા સાયહેલોથ્રીન 5 ઇસી 5 મિ.લી. પૈકી ગમે તે એક કિટનાશક 10 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More