Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ઓગસ્ટ મહિનામાં ડાંગર અને દિવેલના પાકમાં ખેડૂતોએ આટલા કાર્યો કરવા

રાજ્યમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો છે ઘણા ખરા ખેડૂએ વાવણી કરી લીધી છે અને વાવેતર થઈ ગયા બાદ વિવિધ પાકો માટે અલક અલગ કાર્યો કરવાની જરૂર પડે છે ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે દિવેલા અને ડાંગરના પાકમાં શું કરવું.

Sukhadev Thakor
Sukhadev Thakor

રાજ્યમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો છે ઘણા ખરા ખેડૂએ વાવણી કરી લીધી છે  અને વાવેતર થઈ ગયા બાદ વિવિધ પાકો માટે અલક અલગ કાર્યો કરવાની જરૂર પડે છે ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે દિવેલા  અને ડાંગરના પાકમાં શું કરવું.

ડાંગર

=> ડાંગરની શ્રી પધ્ધતિથી ખેતી કરો.  આ ખેતી પદ્ધતિમાંથી સારી ગુણવતા, ઓછા પાણીની જરૂરિયાત, બિયારણની બચત,જમીનની ફળદ્રુપતા વધે અને ઢળી પડતી નથી.

=> જો આ પદ્ધતિથી ડાંગરના પાકની ખેતી કરવામાં આવે તો ઓછા રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો હોય તો પણ આપણે સારી એવી ગુણવત્તામાં ડાંગરનો પાક લઈ શકીયે છીયે.

=> ડાંગરની ખેતી કરવાની બીજી પદ્ધતિ સીરા પધ્ધતિ છે આ પદ્ધતિ દ્વારા પણ તમે ડાંગરની ખેતી કરી શકો છો.

=> ડાંગરના પાકમાં જ્યારે ખાતર નાખવાનો સમય થાય ત્યારે ખાતર ૪૦%, નાઈટ્રોજન અને ૧૦૦% ફોસ્ફરસ ડાંગરની રોપણી સમયે નાખવુ અને બાકી જ્યારે ૪૦ ટકા ફાલ આવે ત્યારે અને ૨૦% કંટી બેસે ત્યારે આપવો.

=> ડાંગરનાં સુકરાના નિયંત્રણ માટે ૨૦ લીટર પાણીમાં ૧ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયકલીનક ૧૦ ગ્રામ કપોર ઓકઝીકલોરાઇડ મિશ્ર કરી છંટકાવ કરવો.

=> ચૂસીયાંનો ઉપદ્રવ જોવા મળે કે તરત જ ક્યારીમાંથી પાણી નિતારી નાખવું .

દિવેલા

=> દિવેલ માટે ભલામણ કરેલ -   જી.એયુ.સી.-૧, જી.સી.એચ.-૫, ૬,૭, ૮ અથવા ૯, જી.સી.એમ.-૪ અને ૬ સુકા વિસ્તાર માટે જી.સી.એચ.-૨ નું વાવેતર કરવું.

=> મજુરોની અછતની પરીસ્થિતિમાં નિંદામણ નાશક દવા જેવી કે પેન્ડીમેથાલીન ૦.૯ કિ.ગ્રા. / હેક્ટર બીજની વાવણી બાદ પરંતુ બીજ અને નિંદણ નાશકના સ્ફુરણ પહેલા છંટકાવ કરવો.

=> દિવેલનું વાવેતર કર્યાના ૩૦ દિવસ બાદ એક વખત આંતર ખેડ કરવી અને એક વખત હાથ વડે નિંદામણ કરવું.

=> પિયત દિવેલા માટે હેક્ટર દીઠ ૧૨૦ કિલો નાઈટ્રોજન ત્રણ સરખા હપ્તામાં (પાયામાં, ૪૦ દિવસે અને ૮૦ દિવસે) ૩૭.૫. કિલો ફોસ્ફરસ તેમજ ૨૦ કિલો પોટાશ તેમજ જમીનમાં સલ્ફરની ઉણપ હોય તો જમીનમાં આપવું.

=>જમીનજન્ય રોગોથી છોડના રક્ષણ માટે વાવતા પહેલા બીજને ફૂગનાશક દવા (થાયરમ) કિલો બીજ દીઠ ૩ ગ્રામ અથવા બાવીસ્ટીન ૧ ગ્રામ પ્રમાણે પટ આપી વાવણી કરવી.

=> દિવેલાની હાઈબ્રીડ જાતો માટે પ્રમાણિત બિયારણ વાપરવું.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More