Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

રીંગણની જીવાતો અને તેનુ સંકલિત નિયંત્રણ ભાગ-2

બચ્ચાં અને પુખ્ત પોતાના મુખાંગો પાનમાં દાખલ કરી રસ ચૂસે છે. તેઓ પોતાના શરીરમાંથી મધ જેવા પ્રવાહીનો સ્ત્રાવ કરે છે. જે પાન પર પડવાથી તેના પર કાળી ફૂગ વિકાસ પામે છે. જેનાથી પ્રકાશ સંશ્ર્લેષણની ક્રિયા અવરોધાય છે અને છોડનો વિકાસ અટકે છે

Amansinh Jadeja
Amansinh Jadeja
eggplants
eggplants

બચ્ચાં અને પુખ્ત પોતાના મુખાંગો પાનમાં દાખલ કરી રસ ચૂસે છે. તેઓ પોતાના શરીરમાંથી મધ જેવા પ્રવાહીનો સ્ત્રાવ કરે છે. જે પાન પર પડવાથી તેના પર કાળી ફૂગ વિકાસ પામે છે. જેનાથી પ્રકાશ સંશ્ર્લેષણની ક્રિયા અવરોધાય છે અને છોડનો વિકાસ અટકે છે

જીવાત વ્યવસ્થાપન

૧. ધરૂને રોપતા પહેલા ધરૂના મૂળિયાને ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિલી ૧૦ લિટર પાણીમાં ભેળવી બનાવેલા

દ્રાવણમાં ૨ કલાક સુધી બોળ્યા બાદ રોપણી કરવાથી શરૂઆતમાં જીવાત સામે રક્ષણ મેળવી શકાય છે.

૨. ઉપદ્રવને ઓછો કરવા માટે પીળા રંગના સ્ટીકી ટ્રેપ ઉપદ્રવની માત્રાને ધ્યાને રાખીને હેક્ટરે ૧૦ થી ૪૦ની સંખ્યામાં

ગોઠવવા.

૩. સફેદમાખીનો ઉપદ્રવ હોય ત્યારે નાઇટ્રોજનયુક્ત ખાતરોનો વપરાશ કરવો હિતાવહ નથી.

૪. આ જીવાતના ઉપદ્રવની શરૂઆત થાય ત્યારે લીંબોળીના મીંજમાંથી બનાવેલ ૫% અર્ક અથવા લીમડા આધારિત દવા

૨૦ મિલી (૧ ઈસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

૫. રાસાયણિક નિયંત્રણ માટે રીંગણ ઉતાર્યા બાદ ડાયફેનથાયુરોન ૫૦ ડબલ્યુપી ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી

વારાફરતી છંટકાવ કરવો.

(૪) મોલો

ઓળખ

શરીરે પીળાશ પડતાં ભૂખરા રંગના, પોચા અને ૧ થી ૧.૫ મીમી લંબાઈના હોય છે. તેના ઉદરના પાછળના ભાગે એક જોડ ભૂંગળી આવેલી હોય છે. મોલોના પુખ્ત કીટકો પાંખોવાળા કે પાંખો વગરના હોય છે.

નુકશાન

બચ્ચાં અને પુખ્ત પોતાના મુખાંગો પાનમાં દાખલ કરી રસ ચૂસે છે. તેઓ પોતાના શરીરમાંથી મધ જેવા પ્રવાહીનો સ્ત્રાવ કરે છે. જે પાન પર પડવાથી તેના પર કાળી ફૂગ વિકાસ પામે છે. જેનાથી પ્રકાશ સંશ્ર્લેષણની ક્રિયા અવરોધાય છે અને છોડનો વિકાસ અટકે છે.

જીવાત વ્યવસ્થાપન

૧. ધરૂને રોપતા પહેલા ધરૂના મૂળિયાને ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિલી ૧૦ લિટર પાણીમાં ભેળવી બનાવેલા દ્રાવણમાં ૨ કલાક સુધી બોળ્યા બાદ રોપણી કરવાથી શરૂઆતમાં જીવાત સામે રક્ષણ મેળવી શકાય છે.

૨. ઉપદ્રવને ઓછો કરવા માટે પીળા રંગના સ્ટીકી ટ્રેપ ઉપદ્રવની માત્રાને ધ્યાને રાખીને હેક્ટરે ૧૦ થી ૪૦ ની સંખ્યામાં ગોઠવવા.

૩. રીંગણના ખેતરમાં પરભક્ષી કીટકો જેવા કે લેડી બર્ડ બીટલ (દાળીયા) કે સીરફીડ ફ્લાયની સંખ્યા તેમજ સક્રિયતા વધારે હોય ત્યારે કીટનાશી દવાનો ઉપયોગ ટાળવો.   

૪. રાસાયણિક નિયંત્રણ માટે રીંગણ ઉતાર્યા બાદ ડાયફેનથાયુરોન ૫૦ ડબલ્યુપી ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી વારાફરતી છંટકાવ કરવો.

(૫) પાનકથીરી

ઓળખ     

આ જીવાત લાલ રંગની અને આઠ પગ ધરાવે છે.

નુકશાન

બચ્ચાં તેમજ પુખ્ત પાનની નીચેની સપાટીએ રહીને રસ ચૂસે છે. વધુ ઉપદ્રવ હોય તો તે પાનની ઉપરની બાજુએ પણ જોવા મળે છે. જેને લીધે પાન પર સફેદ ધાબા જોવા મળે છે. વધુમાં આ જીવાત કરોળિયાના ઝાળા જેવા ઝાળા બનાવે છે, જો વધુ ઉપદ્રવ હોય તો પાન પીળા પડી છેવટે છોડ સંપુર્ણપણે સુકાય જાય છે.

જીવાત વ્યવસ્થાપન

૧. વધુ ઉપદ્રવવાળા છોડને ઉપાડી કોથળામાં નાંખી ખેતરમાં અન્ય છોડ ઉપર કથીરીના પડે  તે રીતે ખેતરમાંથી બહાર કાઢવા.

૨. ડાયકોફોલ ૧૮.૫% ઈસી ૨૦ મી.લી. અથવા ફેનાઝાક્વીન ૧૦% ઈસી ૧૦ મી.લી. અથવા ડાયફેનથાયુરોન ૫૦% ઈસી ૧૦ મિ.લી. અથવા પ્રોપરગાઈટ ૫૭% ઈસી ૨૦ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી રીંગણ ઉતાર્યા બાદ છંટકાવ કરવો.

(૬) ઇરીયોફાઇડમાઇટ

ઓળખ

                તે અતિ સુક્ષ્મ કદની હોય છે. તે બે જોડી પગ ધરાવે છે. તેને નરી આંખે જોઇ શકાતી નથી, તેને સુક્ષ્મ દર્શક યંત્રમાં જોઇ શકાય છે. તેનુ શરીર લાંબુ ત્રાકાકાર હોય છે. તેના શરીરનો આગળનો ભાગ જાડો અને પાછળનો ભાગ પાતળો હોય છે.

નુકશાન

શરૂઆતમાં બચ્ચાં સમુહમાં રહીને રસ ચૂસે છે. બચ્ચાં અને પુખ્ત બન્ને પાનમાંથી રસ ચૂસે છે જેથી પાન પર સફેદ પડતા પીળા રંગના ધાબા દેખાય છે. ખેતરમાં  ઇરીયોફાઇડ માઇટનુ નુકશાન શરૂઆતમાં નાના કુંડાળામાં જોવા મળે છે અને ત્યારબાદ આ નાના કુંડાળાનો વિસ્તાર વધતો જાય છે.

જીવાત વ્યવસ્થાપન

૧. શરૂઆતમાં ઇરીયોફાઇડ માઇટનુ નુકશાન નાના કુંડાળામાં જોવા મળે ત્યારે નાના કુંડાળામાં પગલા હાથ ધરવા.

૨. ભલામણ પ્રમાણે ખાતર અને પિયત પાણીનો ઉપયોગ કરવો.

૩. ફેનાઝાક્વીન ૧૦% ઈસી ૧૦ મી.લી. અથવા પ્રોપરગાઈટ ૫૭% ઈસી ૨૦ મિ.લી. અથવા ડાયફેનથાયુરોન ૫૦% ઈસી ૧૦ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી રીંગણ ઉતાર્યા બાદ છોડના દરેક ભાગ ભીંજાય તે રીતે બારિક ફુવારાથી છંટકાવ કરવો.

૪. આ જીવાત નિયંત્રણ માટે સિંથેટિક પાઇરેથ્રોઇડ્સ દવાઓનો ઉપયોગ શક્ય તેટલો ટાળવો.

(૭) લેઈસ વિંગ બગ      

ઓળખ

આ જીવાતના બચ્ચાં આછા લીલા રંગના અને કાળા ટપકાંવાળા હોય છે. પુખ્ત બદામી રંગના અને સફેદ રંગની જાળીવાળી પાંખો ધરાવે છે.

નુકશાન

બચ્ચાં અને પુખ્ત બન્ને પાનની નીચેની બાજુ રહીને રસ ચૂસે છે જેથી પાન પર સફેદ પડતા પીળા રંગના ડાઘા પડે છે.

જીવાત વ્યવસ્થાપન

૧. ડાયમિથોએટ ૩૦% ઈસી ૧૦ મી.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી રીંગણ ઉતાર્યા બાદ છંટકાવ કરવો.  

(૮) એપીલેકના બીટલ

ઓળખ

આ જીવાતના પુખ્ત ચણાની દાળ જેવા અર્ધ ગોળાકાર અને કથ્થાઈ રંગના હોય છે. તેની પાંખો પર ઘણા કાળા ગોળ ટપકાં હોય છે.

નુકશાન

ઈયળ અને પુખ્ત પાનની નસોની વચ્ચેનો લીલો ભાગ ખાય છે. જેથી પાન ચારણી જેવા બની જાય છે. ઉપદ્રવ વધારે હોય તો પાન ઝાંખરા જેવા થઈ જાય છે.

જીવાત વ્યવસ્થાપન

૧. આ જીવાતના  નિયંત્રણ માટે રીંગણ ઉતાર્યા બાદ ક્લોરપાયફોસ ૨૦ ઇસી અથવા સાયપરમેથ્રીન ૨૫ ઈસી ૪ મી.લી. ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો.  

(૯) થડ કોરી ખાનાર ઇયળ

ઓળખ

આ જીવાતનાં ઈંડા સફેદ રંગના, ચપટા હોય છે. પુખ્ત ઈયળ દુધિયા સફેદ રંગની હોય છે. પુખ્ત બદામી રંગના હોય છે અને તેની અગ્રપાંખ પર ત્રાંસી લાઈનો હોય છે, જયારે પશ્વપાંખ સફેદ રંગની હોય છે.

નુકશાન

ઈયળ નાના છોડની ટોચના ભાગમાં નુકસાન કરતી હોવાથી છોડ વાંકો વળી જાય છે અને કરમાઈ જાય છે. આ ઈયળ થડના ભાગમાં બોગદા બનાવી તેમાં રહે છે. જેમાં એક કરતા વધારે ઈયળો એક જ થડમાં જોવા મળતી હોય છે. વધુ ઉપદ્રવ હોય તો છોડનો વિકાસ અટકી જાય છે. ફળના બેસવા પર અસર પડે છે.

જીવાત વ્યવસ્થાપન

૧. ઉનાળામાં ગરમીના સમયે બે વખત ઊંડી ખેડ કરવાથી જીવાતની સુષુપ્ત અવસ્થાઓ રહેલા (ઈયળ અને કોશેટા) નો નાશ થાય છે.   

૨. નુકસાનગ્રસ્ત છોડ ભેગા કરી તેને નાશ કરવો.

૩. ખેતરમાં રાત્રીના સમયે પ્રકાશપીંજર ગોઠવવા.

૪.નુકસાનગ્રસ્ત છોડ ભેગા કરી તેને નાશ કરવો

૫. થડ કોરી ખાનાર ઇયળના ભારે અસરગ્રસ્ત વિસ્તારમાં સામૂહિક ધોરણે પાક ફેરબદલી કરવી.

૬. પાક પૂરો થયા બાદ ઉપડેલા છોડને ખેતરના શેઢા-પાળા પર ઢગલો કરી તેનો તાત્કાલિક બાળીને નાશ કરવો.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More