Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

અશ્વગંધાની ખેતી : લોકોને વહેંચો સ્વાસ્થ્ય અને પોતે કમાવો 3 ગણો લાભ

આયુર્વેદિક સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતો અશ્વગંધા ગુણકારી ઔષધિઓ પૈકીનો એક છે. અશ્વગંધા ભારતની એક એવી ઔષધિ છે કે જે ફક્ત આરોગ્ય માટે જ નહીં, પણ આર્થિક ક્ષેત્રે પણ ખૂબ લાભદાયક બની શકે છે, કારણ કે અશ્વગંધાની ખેતીમાં પડતર કરતા 3 ગણા વધારે ફાયદો હાસલ કરી શકાય છે.

KJ Staff
KJ Staff

આયુર્વેદિક સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતો અશ્વગંધા ગુણકારી ઔષધિઓ પૈકીનો એક છે. અશ્વગંધા ભારતની એક એવી ઔષધિ છે કે જે ફક્ત આરોગ્ય માટે જ નહીં, પણ આર્થિક ક્ષેત્રે પણ ખૂબ લાભદાયક બની શકે છે, કારણ કે અશ્વગંધાની ખેતીમાં પડતર કરતા 3 ગણા વધારે ફાયદો હાસલ કરી શકાય છે.

આરોગ્યપ્રદ છોડ અશ્વગંધાની ખાસ વાત એ છે કે તેની પાછળ થતો ખર્ચ ઓછો હોય છે અને આવક વધુ રહે છે. સમગ્ર વિશ્વમાં આ ઔષધીય છોડની ડિમાંડ વધી રહી છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ પોતાના આરોગ્યને જાળવી રાખવા માંગે છે અને અશ્વગંધા લોકોની આ માંગને પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. અશ્વગંધાના છોડનો દરેક હિસ્સો કે જેમાં પાંદડા, ફળો, બીજ આયુર્વેદિક રીતે ખૂબ જ અગત્યતા ધરાવે છે. અશ્વગંધાનો ઉપયોગ ત્વચાને લગતી બીમારીઓમાં લાભ આપે છે, ફેફસાંમાં સોજો ઓછો કરે છે, પેટમાં દુ:ખાવામાં રાહત આપે છે.

તો ચાલો આ ઔષધીય છોડની ખેતી કેવી રીતે કરી શકાય છે ? તે અંગે માહિતી મેળવીએ.

અશ્વગંધાની ખેતી ક્યાં થાય છે?

આપણા દેશમાં લગભગ 10 હજારથી 11 હજાર હૅક્ટરમાં અશ્વગંધાની ખેતી કરવામાં આવે છે. અશ્વગંધાની ખેતી મુખ્યત્વે બિહાર, મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, કેરળ, આંધ્ર પ્રદેશ, જમ્મૂ-કાશ્મીર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં કરવામાં આવે છે. જ્યાં વધારે પ્રમાણમાં ઠંડી રહે છે, તે સ્થળોને બાદ કરતાં દેશમાં તમામ વિસ્તારોમાં તેની ખેતી કરી શકાય છે.

અશ્વગંધાની ખેતી માટે કેવી આબોહવાની જરૂર છે ?

અશ્વગંધાનો છોડ વરસાદ શરૂ થાય, તે અગાઉ ગરમીની મોસમમાં લગાવવામાં આવે, તે વધારે ઉપયુક્ત છે. પાકને વિકસિત થવા માટે શુષ્ક આબોહવા હોવી જોઇએ. જે સ્થાનો પર સમગ્ર વર્ષમાં 600થી 800 મિલીમીટર વરસાદ પડે છે, ત્યાં અશ્વગંધાના પાકની વૃદ્ધિ સારી થાય છે.

કેવા પ્રકારની જમીન અથવા માટી પર ઉન્નત અશ્વગંધાની ખેતી કરી શકાય છે ?

અશ્વગંધાની ઉન્નત ખેતી માટે સારા જળ નિકાળ વાળી દોમટ, બલુઈ અથવા સામાન્ય લાલ રંગની માટી ઉપયુક્ત છે. તેનો પીએચ 7.5થી 8 હોય, તો તે અશ્વગંધાના પાક માટે વધારે અસરકારક સાબિત થાય છે. સૌથી સારી વાત એ છે કે જો તમારી જમીન વધારે ઉપજાઉ (ફળદ્રૂપ) ન હોય, તેમ છતાં અશ્વગંધાની ખેતી સરળતાથી કરી શકાય છે.

અશ્વગંધામાં કેટલી ઉપજ મળે છે ?

અશ્વગંધાનો પાક આશરે 170 દિવસમાં તૈયાર થઈ જાય છે. અશ્વગંધાના પાકથી 1 હૅક્ટરમાં આશરે 9 ક્વિંટલ મૂળ અને 51 કિલો બીજ પ્રાપ્ત કરી શકાય છે.

એ બાબત કહેવી બિલકુલ ખોટી નથી કે જો તમે અશ્વગંધાની ઉન્નત ખેતી કરી રહ્યાં હોવ, તો તેનાથી તમારા ખર્ચ કરતા 3 ગણો વધારે નફો કમાઈ શકાય છે. જો તમે હૅક્ટરદીઠ કુલ રૂપિયા 40,000 ખર્ચ કરો છો, તો તમને ઓછામાં ઓછા રૂપિયા 80,000 તથા વધુમાં વધુ રૂપિયા 1,20,000નો નફો થઈ શકે છે.

અશ્વગંધાથી શું ફાયદાઓ થાય છે ?

અશ્વગંધાથી સુંદરતા નિખારી ઉઠે છે

માણસની ઉંમર વધવા સાથે સુંદરતામાં પણ ઓટ આવવા લાગે છે અને સુંદરતાને જાળવી રાખવાનું કામ અશ્વગંધા કરે છે. તમારા શરીરની સુંદરતા ઓછી કરતી આ પ્રોસેસને ધીમી કરવા માટે અશ્વગંધાની અંદર રહેલા એંટીઑક્સિડંટ્સ સક્રિયપણે કામ કરે છે. સફેદ વાળને ફરી કાળો રંગ આપવામાં ઉપયોગી મેલેનિનની ક્ષમતા વધારવામાં પણ અશ્વગંધા ખૂબ જ જાણીતો છે. આ ઉપરાંત તમારા વાળના મૂળને મજબૂત કરવામાં અને ડૅંડ્રફથી મુક્તિ અપાવવામાં પણ અશ્વગંધા મહત્વનો ભાગ ભજવે છે.

અશ્વગંધાનો ઉપયોગ કૅંસરના સેલ્સને વધતા અટકાવે છે

અશ્વગંધા જેવી આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કૅંસરના કોષો વધતાં અટકાવવામાં મદદરૂપ બને છે. તે કૅંસરના કોષોનો ખાત્મો બોલાવે છે. અશ્વગંધા આપણા શરીરમાં રિએક્ટિવ ઑક્સિજન સ્પાઇસિસ બનાવે છે કે જેથી કીમોથેરાપીથી થતી પ્રતિકૂળ આડઅસરોથી બચી શકાય છે.

અશ્વગંધાથી બનાવો મજબૂત ઇમ્યૂન સિસ્ટમ

અશ્વગંધાના સેવનથી આપણા શરીરમાં વ્હાઇટ બ્લડ સેલ્સ અને રેડ બ્લડ સેલ્સનું નિર્માણ ઝડપથી થાય છે. તેના કારણે ઇમ્યૂન સિસ્ટમ ખૂબ જ મજબૂત થાય છે. તમે અશ્વગંધાના ઉપયોગથી આરોગ્યને લગતી ગંભીર સમસ્યાઓથી બચી શકો છો અને મોટાભાગે અશ્વગંધા શરદીથી આવતા તાવને દૂર ભગાડે છે.

માનસિક તાણથી છૂટકારો અપાવે છે અશ્વગંધા

કેટલાક અહેવાલો પ્રમાણે અશ્વગંધા આપણા માનસિક તાણ જેવી સમસ્યાને 70 ટકા સુધી દૂર ભગાડવામાં અસરકારક સાબિત થાય છે. અશ્વગંધાથી આપણા શરીરનું અને માનસિક સંતુલન યોગ્ય કરી શકાય છે તેમ જ તે સારી ઊંઘ આપી ટેંશન, તાણ, તણાવને ઓછાં કરે છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More