Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

લાલ મૂળાની ખેતી કરો અને થઈ જાવ માલામાલ, જાણો કેવી રીતે કરાય છે લાલ મૂળાની ખેતી; ઝડપથી વાંચી લો આ ન્યૂઝ

ખેડૂતો આજ કાલ અવનવી ખેતી કરી આવકને બમણી કરવાના પ્રયાસમાં લાગી ગયા છે.એવામાં પણ શિયાળો એટલે લીલા અને રંગબેરંગી શાકભાજીની ઋતુ. આ ઋતુમાં લોકો અવનવા શાકભાજીને ભરપૂર માણે છે.રોજ બરોજની લાઈફમાં લોકો હવે સલાડ તરફ વધારે આકર્ષાઈ રહ્યા છે અને જમવાની સાથે સલાડનું પણ ચલણ ચાલી રહ્યું છે. એવામાં મૂળા, ગાજર, કાકડી અને કોબી જેવા અનેક શાકભાજી શિયાળાની ઋતુમાં મળે છે.પરંતુ આ બધામાં લાલ રંગનો મૂળો તો ભાગ્યે જ જોવા મળે છે.. જી હા, આજે અમે તમને લાલ મૂળાની ખેતી અને તેમાથી થતા નફા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

લાલ મૂળાની ખેતી કેવી જમીન પર શક્ય


લાલ મૂળાની ખેતી માટે સારા ડ્રેનેજવાળી ચીકણી લોમી જમીન સૌથી શ્રેષ્ઠ છે. આટલું જ નહીં ગોરાડુ, રેતાળ જમીનમાં પણ લાલ મૂળાની ખેતી થઈ શકે છે. આ ઉપરાંત pH મૂલ્ય 6.5થી 7.5ની વચ્ચે હોવું જોઈએ.

red radish
red radish

જાણો કેવી રીતે કરીશું ખેતી


સૌથી પહેલા તો 8થી10 ટન ગાયનું છાણ અને ખાતર સરખા પ્રમાણમાં આખાય ખેતરમાં નાંખી દો. ત્યારબાદ તેનું ખેડાણ કરો. વાવણી માટે એક હેક્ટરમાં 8થી10 કિલો બીજ પુરતું છે. વાવણી વખતે છોડથી છોડનું અંતર 10 સે.મી રાખવું જોઈએ.લાલ મૂળાની ખેતી માટે સપ્ટેમ્બરથી ફેબ્રુઆી સુધી વાવેતરનો સમય સૌથી શ્રેષ્ઠ છે.આ ખેતી માટે ઠંડું વાતાવરણ જરૂરી છે.

લાલ મૂળા કેટલા ફાયદાકારક


લાલ મૂળામાં તો ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે. સફેદ મૂળા બજારમાં 10થી 20 રૂપિયા પ્રતિ કિલો મળે છે. એની સામે લાલ મૂળા સો રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. મોટી મોટી હોટલ્સ અને રેસ્ટોરામાં પણ આ મૂળાનું ચલણ વધી રહ્યું છે.

આ પણ વાંચોઃફ્રેન્ચ બીનની ખેતી કેવી રીતે કરવી - લાખો રૂપિયાની કમાણી થશે

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More