લાલ મૂળાની ખેતી કેવી જમીન પર શક્ય
લાલ મૂળાની ખેતી માટે સારા ડ્રેનેજવાળી ચીકણી લોમી જમીન સૌથી શ્રેષ્ઠ છે. આટલું જ નહીં ગોરાડુ, રેતાળ જમીનમાં પણ લાલ મૂળાની ખેતી થઈ શકે છે. આ ઉપરાંત pH મૂલ્ય 6.5થી 7.5ની વચ્ચે હોવું જોઈએ.
જાણો કેવી રીતે કરીશું ખેતી
સૌથી પહેલા તો 8થી10 ટન ગાયનું છાણ અને ખાતર સરખા પ્રમાણમાં આખાય ખેતરમાં નાંખી દો. ત્યારબાદ તેનું ખેડાણ કરો. વાવણી માટે એક હેક્ટરમાં 8થી10 કિલો બીજ પુરતું છે. વાવણી વખતે છોડથી છોડનું અંતર 10 સે.મી રાખવું જોઈએ.લાલ મૂળાની ખેતી માટે સપ્ટેમ્બરથી ફેબ્રુઆી સુધી વાવેતરનો સમય સૌથી શ્રેષ્ઠ છે.આ ખેતી માટે ઠંડું વાતાવરણ જરૂરી છે.
લાલ મૂળા કેટલા ફાયદાકારક
લાલ મૂળામાં તો ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે. સફેદ મૂળા બજારમાં 10થી 20 રૂપિયા પ્રતિ કિલો મળે છે. એની સામે લાલ મૂળા સો રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. મોટી મોટી હોટલ્સ અને રેસ્ટોરામાં પણ આ મૂળાનું ચલણ વધી રહ્યું છે.
આ પણ વાંચોઃફ્રેન્ચ બીનની ખેતી કેવી રીતે કરવી - લાખો રૂપિયાની કમાણી થશે
Share your comments