અળવીનું પાક એક એવી શાકભાજી છે જો કે બાળકથી લઈને વડીલ સુધી દરેકની મનગમતી છે. એમ તો અળવીનું શાક, અથાણું અને પરાઠા બનાવવામાં ઉપયોગમાં આવે છે.પરંતુ બટાકાંની જેમ દેખાતા આ પાકના પાંદડા થકી ગુજરાતિઓએ પોતાની મનગમતી વાનગી પાતરા પણ રાંધે છે, જો કે લગભગ દરેક ગુજરાતીનું ફેવરેટ છે. તેના સ્વાદના કારણે બધાની ફેવરેટ અળવીની બજારમાં ઘણી માંગણી છે, તેથી કરીને તેની ખેતી કરવું ખેડૂતો માટે લાખોની કમાણીની તક છે, તો ખેડૂત ભાઈયો આજના આ આર્ટિકલમાં અમે તમને અળવીની ખેતીના વિશેમાં જણીવીશુ, જેથી તમે તેની ખેતી કરીને સારો એવો ઉત્પાદન મેળવી શકો અને પોતાની કમાણીમાં પણ વધારો કરી શકો.
સરળતાથી ઉગાડી શકાય છે
અળવીના પાકને સરળતાથી ઉગાડી શકાય છે. પરંતુ ઉષ્ણકટિબંધીય અને ઉપ-ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં તેની ઉપજ વધારે થાય છે.જો તેની ખેતી માટે જમીનની વાત કરીએ તો તેના માટે ચીકણી અથવા રેતાળ જમીન હોવી જોઈએ. જેમાં પાણીની નીકાસી હોવી જોઈએ અને વાવણીથી પહેલા 1 કે 2 વાર જમીનને ખેડવા ભૂલશો નહીં. ત્યાર પછી ખુરપીથી મોટી માટીની ગાંઠોને તોડીને જમીનને સમતલ કરવાનો રહેશે, જણાવી દઈએ કે અળવીના પાકમાં વધુ પાણી આપવુ નહીં, કેમ કે વધુ પાણી તેના પાકને નુકસાન પહોંચી શકે છે, તેથી કરીને પાણીના નીકાસનું ધ્યાન ચોકક્સ રાખજો.
બીજના વાવેતર: બીજના વાવેતર માટે અળવીના કંદો અથવા આંખવાળા ટુકડાઓનો ઉપયોગ કરવું જોઈએ. તેના પછી અળવીને કંદોને 60 થી 90 સેન્ટીમીટરના અંતરે અને 5 થી 10 સેન્ટિમીટર ઊડાણમાં વાવવું જોઈએ. વાવેતર પછી હળવી સિંચાઈ કરવી જોઈએ, જેથી બીજ અંકુરિત થાય.
સિંચાઈ: અળવીના પાકની સિંચાઈ વાવેતર પછી તરત જ કરવી જોઈએ. ત્યારબાદ 7 થી 10 દિવસના અંદરે હળવી સિચાઈં કરવી જોઈએ. પરંતુ તેની સિંચાઈ દરમિયાન આ બાબતનું ધ્યાન રાખવું કે ખેતરમાં પાણી ભરાય નહીં. તેના સાથે જ વરસાદી સિઝનમાં સિંચાઈની જરૂર ઓછી હોય છે.તેથી કરીને પાણીની નિકાસની વ્યવસ્થા રાખીવી જોઈએ.
આ પણ વાચો:
Heart Attack: યુવાનોમાં વધી રહ્યો છે હાર્ટ એટેકનું જોખમ, પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે કરો આ ઉપાય
પામ ઓઇલની કિંમતમાં વધારાથી સોયાબીનના ખેડૂતો મુંઝવણમાં મુકાયા
Share your comments