Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ડ્રેગન ફ્રૂટની ખેતી : ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને ખેડૂતો થઈ જશે લખપતિ, જાણો સંપૂર્ણ વિગત

ડ્રેગન ફ્રૂટ એક સિઝનમાં લગભગ 3 વાર ફળ આપે જ છે, એક ફળનું વજન આશરે 400 ગ્રામ સુધી હોય છે. એક ઝાડમાં ઓછામાં ઓછા 50-60 ફળ લાગે છે. ભારતમાં ડ્રેગન ફ્રૂટની કિંમત 200થી 250 રૂપિયા પ્રતિ કિલો છે. એવામાં દરેક ઝાડ પરથી તમે 6 હજાર રૂપિયા સુધી કમાઈ શકો છો.

Himanee Chauhan
Himanee Chauhan
Farmers Will Become Millionaires By Cultivating Dragon Fruits
Farmers Will Become Millionaires By Cultivating Dragon Fruits

Dragon Fruit Farming : ડ્રેગન ફ્રૂટ એક સિઝનમાં લગભગ 3 વાર ફળ આપે જ છે, એક ફળનું વજન આશરે 400 ગ્રામ સુધી હોય છે. એક ઝાડમાં ઓછામાં ઓછા 50-60 ફળ લાગે છે. ભારતમાં ડ્રેગન ફ્રૂટની કિંમત 200થી 250 રૂપિયા પ્રતિ કિલો છે. એવામાં દરેક ઝાડ પરથી તમે 6 હજાર રૂપિયા સુધી કમાઈ શકો છો. 

ભારતમાં કેટલાક એવા ખેડૂતો છે જે પરંપરાગત ખેતીથી હટીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. ડ્રેગન ફ્રૂટની ખેતી Dragon Fruit Farming એક એવી જ ખેતી છે જેનાથી ખેડૂત માલામાલ થઈ શકે છે.

બંપર કમાણી

ડ્રેગન ફ્રૂટનુ વૈજ્ઞાનિક નામ હાઈલોસેરેસુંડાટ્સ છે, જે મુખ્યત્વે મલેશિયા, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, સંયુક્ત રાજ્ય અમેરિકા અને વિયેતનામ જેવા દેશોમાં ઉગે છે. ડ્રેગન ફ્રૂટની ખેતીથી Dragon Fruit Farming બંપર કમાણી થઈ શકે છે, ખેતરના એક એકરમાં દર વર્ષે લાખો રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે. શરૂઆતના સમયમાં ડ્રેગન ફ્રૂટની ખેતી પર ચારથી પાંચ લાખ સુધીનો ખર્ચ થઈ શકે છે.

બીમારી સામે લડવાના ગુણધર્મ

ડ્રેગન ફ્રુટના બજાર ભાવ અને વધતી જતી માંગના કારણે ખેડૂતો ડ્રેગન ફ્રૂટની લાભદાયક ખેતી Dragon Fruit Farming તરફ ખેડૂતો આકર્ષાય રહ્યા છે. ડ્રેગન ફ્રૂટની ખેતી ખેડૂતો માટે અનેક રીતે ફાયદાકારક તો છે જ સાથે લોકો માટે પણ ફાયદાકારક છે. લોકો ડ્રેગન ફૂટનું સેવન માત્ર સ્વાદ કે શોખ માટે જ નથી કરી રહ્યા પણ ડ્રેગન ફ્રુટમાંથી મળતા ઔષધીય ગુણ અને બીમારી સામે લડવાના ગુણધર્મને કારણે પણ લોકોમાં ડ્રેગન ફ્રૂટની માંગ દિવસેને દિવસે વધી રહી છે.

અનેક બીમારીઓમાં ઉપયોગી

વધતાં જતાં ઉદ્યોગો અને ગ્લોબલ વોર્મિંગના કારણે પ્રદૂષણ વધી રહ્યું છે અને તેના કારણે બીપી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટિસ, તણાવ જેવી બીમારીઓનું પ્રમાણ વધી ગયું છે. ડાયાબિટિસને રોકવામાં, ઝેરી દ્રવ્યો ઓછાં કરવામાં, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવામાં ડ્રેગન ફ્રૂટ Dragon Fruit ઉપયોગી સાબિત થયું છે.

70 થી 80 ટકા ભાગ ખાવા યોગ્ય

ડ્રેગન ફ્રુટનો 70 થી 80 ટકા ભાગ ખાવા યોગ્ય હોય છે જેને પલ્પ કહેવામાં આવે છે. ડ્રેગન ફ્રૂટના પલ્પમાં વિટામિન સી Vitamin C, એન્ટિ ઓક્સિડન્ટ, ફાઈબર, ફોસ્ફરસ અને કેલ્શિયમની માત્રા સારા પ્રમાણમાં જોવા મળે છે. કુદરતી ઉપચારમાં ડ્રેગન ફૂટ ખૂબ જ લાભદાયી છે.

અનેક ઉદ્યોગોમાં પણ ઉપયોગી

ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ ઉદ્યોગોમાં પણ થવા લાગ્યો છે. રસ, જામ, સીરપ, આઈસ્ક્રીમ, દહીં, સલાડ, સૂપ, જેલી, કેન્ડી અને પેસ્ટ્રીઝ સુધીની બનાવટોમાં ડ્રેગન ફ્રુટનો વપરાશ વધી રહ્યો છે સાથે કુદરતી રંગો બનાવવામાં પણ એનો ઉપયોગ થઈ રહ્યો છે.

જમીન અને પાણી

ડ્રેગન ફ્રુટની ખેતી પાણીની અછતવાળા વિસ્તારમાં પણ સરળતાથી કરી શકાય છે. ગ્લોબલ વોર્મિંગને લીધે વરસાદની અનિયમિતતા અને પાક નિષ્ફળ જવાની શકયતાઓ વધી ગઈ છે એની સામે ડ્રેગન ફ્રુટની ખેતી સુરક્ષિત ખેતી છે. ડ્રેગન ફ્રૂટની ખેતી દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ કે ખરાબ જમીનમાં પણ થાય છે. ડ્રેગન ફૂટના ગુણોની જેમ ડ્રેગન ફ્રૂટનો દેખાવ પણ આકર્ષક હોય છે. સામાન્ય રીતે, ત્રણ પ્રકારના ડ્રેગન ફ્રૂટ જોવા મળે છે.

ડ્રેગન ફ્રુટના પ્રકારો 

1) લાલ છાલ સફેદ પલ્પ

2) લાલ છાલ લાલ પલ્પ અને

3) પીળી છાલ સફેદ પલ્પ.

અનુકૂળ વાતાવરણ

ડ્રેગન ફુટના છોડના સારા વિકાસ માટે 50 થી 1000 મીમી સરેરાશ વરસાદ જરૂરી ગણાય છે. ઉષ્ણ કટીબંધ આબોહવા અને વધુમાં વધુ  20 ℃ થી 30 ℃ તાપમાન ડ્રેગન ફ્રૂટની ખેતી માટે અનુકૂળ છે. અલબત્ત, સાવ સુકાં પ્રદેશમાં સિચાઈની સુવિધા હોય તો ત્યાં પણ ડ્રેગન ફુટેનું વાવેતર થઈ શકે છે. વધુ વરસાદવાળા વિસ્તારમાં ખેડૂતોએ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે વરસાદના વધારાનું પાણી ખેતરની બહાર કાઢવાની વ્યવસ્થા કરી લેવી જોઈએ. જો વરસાદનું પાણી ભરાઈ રહે તો છોડના થડ અને ફળની અંદર સડો પેસી જાય છે.

આ પણ વાંચો : Tamarind Cultivation : આંબલીની ખેતી કરવાની પદ્ધતિ

આ પણ વાંચો : નવા જન્મેલા વાછરડાંને આજીવન નિરોગી રાખવા માટે રાખો આટલી કાળજી

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More