Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ઉંદરથી ખેતરને સુરક્ષિત રાખવા માટે કરો આ ઉપાય

ઘર તેમજ ખેતરોમાંથી પાંજરા મુકીને ઉંદર પકડવા એ ખુબ જ જૂની પધ્ધતિ છે. સામાન્ય રીતે મુખ્ય બે પ્રકારના પાંજરાઓનો ઉપયોગ કરવામાં આવે છે. એકથી ઉંદર પકડાય તેમ મૃત્યુ પામે. જેમાં સ્નેપ ટ્રેપ, ગ્લુ ટ્રેપ અને ઈલેક્ટ્રીક રેટ ટ્રેપનો સમાવેશ થાય છે

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
ઉંદર
ઉંદર

ઘર તેમજ ખેતરોમાંથી પાંજરા મુકીને ઉંદર પકડવા એ ખુબ જ જૂની પધ્ધતિ છે. સામાન્ય રીતે મુખ્ય બે પ્રકારના પાંજરાઓનો ઉપયોગ કરવામાં આવે છે. એકથી ઉંદર પકડાય તેમ મૃત્યુ પામે. જેમાં સ્નેપ ટ્રેપ, ગ્લુ ટ્રેપ અને ઈલેક્ટ્રીક રેટ ટ્રેપનો સમાવેશ થાય છે

ઘર તેમજ ખેતરોમાંથી પાંજરા મુકીને ઉંદર પકડવા એ ખુબ જ જૂની પધ્ધતિ છે. સામાન્ય રીતે મુખ્ય બે પ્રકારના પાંજરાઓનો ઉપયોગ કરવામાં આવે છે. એકથી ઉંદર પકડાય તેમ મૃત્યુ પામે. જેમાં સ્નેપ ટ્રેપ, ગ્લુ ટ્રેપ અને ઈલેક્ટ્રીક રેટ ટ્રેપનો સમાવેશ થાય છે અને બીજો ઉંદર પકડાય અને જીવતા રહે.જેમાં શરમાન ટ્રેપ અને વન્ડર ટ્રેપનો સમાવેશ થાય છે.

ઉંદરથી પાકને બચાવાની રીત

ખેડૂત ભાઈઓને ઉંદરથી પોતાના પાકને બચાવવુ છે,તો તેનો સૌથી સારો ઉપાય છે ઉંદરને મારી નાખો. ઉંદરને મારી નાખવા માટે ઈલેક્ટ્રીક વાડ બનાવવી, આ ઉપરાંત સોનિક ધ્વની તરંગો થકી ઉંદરને દુરરાખી શકાય છે. ઉંદરનાં રાસાયણિક નિયંત્રણમાં જલદ ઝેર, ધીમા ઝેર, વાયુરુપી ઝેર, વંધ્યત્વ લાવનાર ઝેર, પ્રતિકર્ષક ઝેર, અનુકર્ષક ઝેર અને ટ્રેકિંગ ઝેરનો સમાવેશ થાય છે.

ઝલદ ઝેર

આ ઝેર શ્વાસોચ્છવાસમાં તકલીફ કરીને તેમજ ઉંદરનું હૃદય બંધ કરીને તેને મારે છે. આ દવા વધુ ઝેરી અને એક વખતમાં કામ કરનારી હોય છે. તેમજ ઝેરની અસર 15 મિનીટથી 4 કલાકમાં જ શરું થાય છે. આ ઝેરના કારણે ઉંદરનું 3 થી 12 કલાકમાં મૃત્યુ થાય છે.

 દા.ત. ઝીંક ફોસ્ફાઈડ

આ ઝેર જ્યારે ભેજનાં સંપર્કમાં આવે ત્યારે તેનું વિઘટન થઇ ફોસ્ફીન નામનો ગેસ ઉત્પન્ન થાય છે, જે ખુબ ઝડપતી હોય છે.

ઉંદર નિયંત્રણ કાર્યક્રમ આવી રીતે હાથ ધરવો

પહેલા દિવસે બપોર બાદ વાડી અને ખેતરના અંદર, શેઢાપાળે તેમજ આજુબાજુનો ખરાબાનો પડતર વિસ્તાર, પાલતું પશુઓ માટે સંગ્રહેલ ચારાની આજુબાજુનો ભાગ, ગૌચર, નદી-વોકળાની આજુબાજુનો ભાગ વગેરે વિસ્તારમાં ઉંદરનાં બધા જ ખુલ્લા દરને ભીની માટીથી બંધ કરી દેવા. આ ઉપરાંત ખેતરનાં કાળા મોટા ઉંદર સામાન્ય રીતે તેનાં દર માટીથી બંધ રાખતા હોય તો તેવા દરને ખુલ્લાં કરવાં.

બીજા દિવસે સવારે આ બધા વિસ્તારમાં ફરીથી તપાસ કરી જે બંધ કરેલા દર ખુલેલા હોય તેમજ ખુલ્લા કરેલા દર ફરીથી બંધ થયેલ હોય એ બધા દરમાં ઉંદરની હાજરી હોય છે, આવી રીતે સાચા (જીવંત) દર નક્કી કરી શકાય છે. ત્રીજા દિવસે આવા બધા જ જીવંત દરમાં દર દીઠ 10 થી 15 ગ્રામ પ્રમાણે બિનઝેરી ખોરાક સાંજનાં સમયે નાખવો, જેથી આવો ખોરક ખાવા ઉંદરને લલચાવી શકાય. બિનઝેરી ખોરાક તૈયાર કરવા માટે બાજરાનો અથવા ઘઉંનો ભરડો ખોરાક તરીકે લઇ તેમાં એક કિલોગ્રામ ખોરાકમાં 25 થી 30 ગ્રામ જેટલું મગફળીનું તેલ મિશ્ર કરી તેને સારી રીતે ભેળવવું, આવો ખોરાક જરુરીયાત મુજબ દરરોજ તૈયાર કરવો.

ઉંદર નાનો હોવા છતા ખેતરને મોટા પાંચે નુકસાન પહુંચાડે છે

ચોથા દિવસે ઉપર જણાવ્યા મુજબ તૈયાર કરેલ બિનઝેરી ખોરાકમાં એક કિલોગ્રામ ખોરાક દીઠ 20 ગ્રામ ઝીંક ફોસ્ફાઈડ નામની ઉંદરનાશક દવા લાકડીના ટુકડાની મદદથી સારી રીતે ભેળવવી. આ ઝેરી પ્રલોભીકાને ઉંદરનાં દરની અંદર જ રબર કે લોખંડની ભૂંગળીનો ઉપયોગ કરીને મુકવી.

પાંચમાં અને છઠ્ઠા દિવસે સવારે દવા મુકેલા બધા જ વિસ્તારમાં જે મરેલા ઉંદર મળે તેને એકઠા કરીને જમીનમાં દાટી દેવા, જેથી રોગચાળોન ફેલાય. આ સામુહિક ઝુંબેશ પછી 15 થી 20 દિવસ બાદ બાકી બચેલા ઉંદરનાં નાશ માટે બ્રોમાડીયોલોન નામની ઉંદરનાશક દવાનો ઉપયોગ કરવો.

ટ્રૈપ
ટ્રૈપ

બ્રોમાડીયોલોન દવાનો ઉપયોગ કરતાં પહેલા આગળ જણાવ્યા મુજબ ફરીથી જીવંત દર નક્કી કરી તેની સંખ્યા નોંધવી.આવા જીવંત દરમાં બ્રોમાડીયોલોન દવા કે જે બઝારમાં 0.0005 ટકાનાં પ્રમાણમાં બિસ્કીટ (વેક્ષ કેક)ના રૂપમાં મળે છે તેમાં કોઈપણ વસ્તુ ભેળવ્યા વગર દર દીઠ 10 ગ્રામ પ્રમાણે મુકવી. બ્રોમાડીયોલોન દવા મુક્યા બાદ 4 થી 6 દિવસે ફરીથી મરેલા ઉંદર એકઠા કરી જમીનમાં દાટી દેવા.

બધા ખેડૂતો દિવસ નક્કી કરીને કામગીરી હાથ ધરાશે

કાર્યક્ષમ ઉંદરના નિયંત્રણ માટે આખા ગામનાં બધા જ ખેડૂતો સાથે મળી નક્કી કરેલા દિવસે એક સાથે ઉંદર નિયંત્રણની કામગીરી હાથ ધરે તે હિતાવહ છે. ઝીંક ફોસ્ફાઈડ દવાનો જો છુટો છવાયો અને સતત ઉપયોગ થતો રહે તો તેને લીધે થોડા સમય બાદ ઉંદર આવી દવા ભેળવેલ ખોરાક ખાતા નથી, આથી સામુહિક ઝુંબેશ દ્વારા જ ઉંદર નિયંત્રણ સારી રીતે કરી શકાય છે.

જે. એન. કોટક,. એ. આર. રાઠોડ અને ડો. કે. ડી. શાહ

કીટકશાસ્ત્ર વિભાગ, જૂનાગઢ કૃષિ યૂનિવર્સિટી

જૂનાગઢ, ગુજરાત રાજ્ય

Related Topics

Mouse Farm Crops Farmer

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More