Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

જૂન-જુલાઈમાં કરો મકાઈની ખેતી, થશે ખૂબ જ સારો લાભ, જાણો આ માટેની યોગ્ય પદ્ધતિ

વિશ્વભરમાં મકાઈ ઉત્પાદનમાં ભારત પાંચમું સ્થાન ધરાવે છે. આપણે ત્યાં મોટા સ્તર પર મકાઈની ખેતી કરવામાં આવે છે. મકાઈનો ઉપયોગ માનવ આહાર ઉપરાંત પશુ આહાર, કુક્કુટ આહારમાં પણ કરવામાં આવે છે. તેમા મોટા પ્રમાણમાં સ્ટાર્ચ જોવા મળે છે. આમ તો આપણા દેશમાં મકાઈના વાવેતરનું પ્રચલન ખૂબ જ જૂનું છે. જોકે આજકાલના વિદેશી જાત ખૂબ જ વાવેતર કરવામાં આવે છે. તો ચાલો જાણીએ મકાઈની ખેતીની સંપૂર્ણ જાણકારી-

KJ Staff
KJ Staff
Maize cultivation

મકાઈના વાવેતરનો યોગ્ય સમય

વરસાદી મકાઈનું વાવેતર 10 જુલાઈ સુધી કરવું જોઈએ. જ્યારે મોડેથી પાકતી મકાઈની જાતોને મે-જૂનના મધ્યભાગ સુધી લેવી જોઈએ. બીજી બાજુ ઓછા સમયમાં પાકતી મકાઈ જૂનના અંતમાં વાવેતર કરવી જોઈએ, જેથી નિંદણ મકાઈના ગ્રોથને અસર ન કરે.

મકાઈની ખેતી માટે બિયારણ સંશોધન

મકાઈના બિયારણના સંશોધનને તમે જૈવિક રીતે પણ કરી શકો છો, આ માટે દેશી ગાયના ગૌમૂત્રનો ઉપયોગ કરવો જોઈએ.

મકાઈની ખેતી માટે બિયારણનું પ્રમાણ

જો મકાઈની દેશી પ્રજાતિનું વાવેતર કરી રહ્યો તો પ્રતિ હેક્ટર 16થી 18 કિલોગ્રામ મકાઈની જરૂર પડશે. જ્યારે હાઈબ્રિડ બીજ 20થી 22 કિલોગ્રામ પડતર છે. આ ઉપરાંત મકાઈની સંકુલ જાતોનું વાવેતર કરવાના સંજોગોમાં 18થી 20 કિલોગ્રામ પ્રતિ હેક્ટર બીજ લાગે છે.

મકાઈની ખેતી માટે વાવેતરની વિધિ

મકાઈની અગેતિ જાતોને પંક્તિથી પંક્તિ અંતર 45 સેન્ટીમીટર, છોડથી છોડ અંતર 20 સેન્ટીમીટર અને ઉંડાઈ 3.5 સેન્ટીમીટર રાખવી જોઈએ. જ્યારે મધ્યમ અને મોડેથી પાકતી જાતો માટે પંક્તિથી પંક્તિનું અંતર 60 સેન્ટીમીટર, છોડથી છોડનું અંતર 25 સેન્ટીમીટર તથા ગહેરાઈ 3.5 સેન્ટીમીટર હોવી જરૂરી છે.

મકાઈની ખેતી માટે ખેડાણ

મકાઈના છોડને ઘણો સઘન હોય છે. તેને લીધે યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં ખેડાણ કરવું જોઈએ. યોગ્ય સમય પર ખેડાણ કરવાથી ઓક્સિજનનો સારો સંચાર થાય છે, જેને લીધે છોડનો વિકાસ ઝડપભેર થાય છે. મકાઈના વાવેતરના 15 દિવસ બાદ પહેલું ખેડાણ કરવું જોઈએ. જ્યારે બીજુ ખેડાણ 35થી 40 દિવસ બાદ કરવું જોઈએ.

Related Topics

Maize cultivation

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More