Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ઇઝરાયલની આ પદ્ધતિથી કરો ખેતકામ, થશે 4 કરોડના ફાયદા

ઇઝરાયલ ભારતનો પાકો મિત્ર છે, તે ભારતની સદૈવ મદદ કરે છે. હવે ઇઝરાયલ ખેતકામ માટે પણ ભારતની મદદ કરી રહ્યા છે. ઈઝરાયલના નવી તકનીકથી હવે ગુજરાતના ખેડૂતો ગ્રીન હાફઉસ તૈયાર કરી રહ્યા છે.ઇઝરાયલના મદદથી ગુજરાતના ખેડૂતો ધીમે-ધીમે વૈજ્ઞાનિરક ખેતી તરફ વળી રહ્યા છે

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
ગ્રીન હાઉસ
ગ્રીન હાઉસ

ઇઝરાયલ ભારતનો પાકો મિત્ર છે, તે ભારતની સદૈવ મદદ કરે છે. હવે ઇઝરાયલ ખેતકામ માટે પણ ભારતની મદદ કરી રહ્યા છે. ઈઝરાયલના નવી તકનીકથી હવે ગુજરાતના ખેડૂતો ગ્રીન હાફઉસ તૈયાર કરી રહ્યા છે.ઇઝરાયલના મદદથી ગુજરાતના ખેડૂતો ધીમે-ધીમે વૈજ્ઞાનિરક ખેતી તરફ વળી રહ્યા છે

ઇઝરાયલ ભારતનો પાકો મિત્ર છે, તે ભારતની સદૈવ મદદ કરે છે. હવે ઇઝરાયલ ખેતકામ માટે પણ ભારતની મદદ કરી રહ્યા છે. ઈઝરાયલના નવી તકનીકથી હવે ગુજરાતના ખેડૂતો ગ્રીન હાફઉસ તૈયાર કરી રહ્યા છે.ઇઝરાયલના મદદથી ગુજરાતના ખેડૂતો ધીમે-ધીમે વૈજ્ઞાનિરક ખેતી તરફ વળી રહ્યા છે.આ સાથે તેઓ નવી નવી પદ્ધતિઓ અપનાવીને ખેતી કરીને સમૃદ્ધ થઈ રહ્યા છે. ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ હવે ઓછા પાણી સાથે અને જમીન પર પુષ્કળ ઉત્પાદન કરી રહ્યા છે. સાથે જ ઈઝરાયલની પદ્ધતિ અપનાવીને સારૂ એવું ઉત્પાદન મેળવી રહ્યા છે, જેના માટે ખેડૂતો પોતાની નાની એવી જમીન પર ગ્રીન હાઉસ ઊભા કરી રહ્યા છે.

ગુજરાતમાં સૌ પ્રથમ ઈઝરાયલી પદ્ધતિથી ખેતી

ઈઝરાયલે ઓછી જમીન પર અને ઓછા પાણીની મદદથી કૃષિમાં એક અસાધારણ સફળતા પ્રાપ્ત કરી છે. સાંબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ પણ આવી કેટલીક પદ્ધતિઓ અપનાવીને વધુ સારૂ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવ્યું છે. સાબરકાંઠાનું રૂપાલકંપા ગામ આમ તો બાગાયતી ખેતી કરીને સદ્ધર થયું છે. જ્યાં સૌથી વધારે ખેતી બાગાયતી પાકની થાય છે. આ વિસ્તારના ખેડૂતોએ ગુજરાતમાં સૌ પ્રથમ વખત ઈઝરાયલની પદ્ધતિથી ખેતી કરી મર્યાદિત જમીન પર હળદર વાવી છે. ઈઝરાયલની પદ્ધતિ અપનાવીને એક જમીનમાં તેઓ 4 ગણું ઉત્પાદન લઈ રહ્યા છે.

ભારત-ઈઝરાયલ સંબંધ
ભારત-ઈઝરાયલ સંબંધ

આ પદ્ધતિથી પ્રેરાઈને આસપાસના અન્ય ગામના ખેડૂતોએ પણ આ રીતે ખેતી કરવાનું શરૂ કરી દીધું છે. આ વિસ્તારના ચંદ્રકાંત 4 એકરમાં રૂ.10 કરોડના ખર્ચે ગ્રીન હાઉસ બનાવીને આરોગ્ય સારવારમાં ઉપયોગમાં આવતી આયુર્વેદક દવાઓ તથા સૌદર્ય પ્રસાધનો તૈયાર કરવામાં ઉપયોગી એવા મસાલા, હળદરની હાઈટેક ખેતી કરી છે. આ ઉપરાંત વર્ટિકલ ફાર્મિંગ હેઠળ કોન્ટ્રેક ફાર્મિંગ કર્યું છે.મસમોટા ગ્રીન હાઉસમાં સકલ્ચર તૈયાર કરી ગેલ્વેનાઈઝ ટ્રેમાં માટી નાંખીને મોટું વાવેતર કર્યું છે. જેમાં એકર દીઠ 500થી 800 ટનનું ઉત્પાદન મળી રહ્યું છે. અને આવક 4 કરોડની મળે છે. આવી ખેતી અને પદ્ધતિઓ જોઈને સાબરકાંઠા વિસ્તારની આસપાસના ખેડૂતો પણ આ અભિગમ સ્વીકારી રહ્યા છે.

જોકે, આવી રીતે ખેતી કરવી બીજા કરતા મોંઘી પડે છે. આવી હાઈટેક ખેતીમાં પણ સરકાર મદદ કરે કે સબસીડી આપે તો ફાયદો થઈ શકે છે. આ મહેનત માગી લે એવું કામ છે. પણ ખેડૂતો વધુ ઉત્પાદન લીઈને સદ્ધર બની શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રના ખેડૂતો પણ મગફળી સિવાય તરબુચ, ખારેક, દાડમ, જીરૂ, આદુ જેવા પાક લેતા થયા છે. જોકે, આ વખતે વરસાદ ખેંચાવવાને કારણે વાવણી સામે જોખમ ઊભું થયું છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More