Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

મે મહિનામાં કરો મરચાની ખેતી, થશે જોરદાર નફો

મરચાને મરી–મસાલાના પાક તરીકે ગણવામા આવે છે. ભારતને દુનિયામાં ઉચ્ચ કક્ષાનાં મસાલા પેદા કરતું ''મસાલા ઘર'' માનવામા આવે છે. અને મે મહિનાનું પણ આગમન થઈ ગયું છે, તો આજે અમે તમને જણાવીશું કે મહિનામાં મરચાંની ખેતી કેટલી લાભદાયી છે.

Himanee Chauhan
Himanee Chauhan
Chilli Cultivation In The Month Of May
Chilli Cultivation In The Month Of May

મરચાને મરી–મસાલાના પાક તરીકે ગણવામા આવે છે. ભારતને દુનિયામાં ઉચ્ચ કક્ષાનાં મસાલા પેદા કરતું ''મસાલા ઘર'' માનવામા આવે છે. અને મે મહિનાનું પણ આગમન થઈ ગયું છે, તો આજે અમે તમને જણાવીશું કે મહિનામાં મરચાંની ખેતી કેટલી લાભદાયી છે.

ભારત દુનિયાનો સૌથી વધારે મસાલા પાક ઉગાડનાર તથા નિકાસ કરતો દેશ છે. દુનિયાના કોઈ પણ દેશમાં ભારત જેટલી મરી મસાલાની જાતો થતી નથી. ભારતના મરી મસાલા તેના ઉત્કૃષ્ટ સુવાસ, સ્વાદયુકત સુગંધ અને તીખાશ અન્ય દેશના મસાલા કરતા ઉચ્ચ પ્રકારના છે.

મરચાંની ખેતી કરનારા મુખ્ય દેશો

ભારત, મલેશિયા, થાયલેન્ડ, ઈન્ડોનેશીયા, ચીન, આફ્રિકન દેશો, કેરેબીયન ટાપુઓ, મેકિસકો, ઈજીપ્ત, પાકિસ્તાન, શ્રીલંકા વગેરે દેશો છે. જયારે ભારતમા મરચાની ખેતી પ્રતિ વર્ષે સરેરાશ 8 થી 9 લાખ હેકટર જમીનમા કરવામા આવે છે. જે પૈકી 65 થી 70 ટકા વિસ્તાર એકલા આંધ્રપ્રદેશમાં આવેલ છે. વિશ્વનું મોટામાં મોટુ મરચા બજાર "ગંટુર" એટલે કે આંધ્રપ્રદેશમાં આવેલુ છે. ગુજરાતમા 28 થી 30 હજાર હેકટર વિસ્તારમાં મરચાંની ખેતી કરવામાં આવે છે. આ પૈકી ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં સુકા લાલ મરચા માટે અને મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં લીલા મરચાં માટે ખેતી કરવામા આવે છે.

ભારતના લગભગ તમામ રાજ્યોમાં મરચાની ખેતી થાય છે. તેના ફાયદાને જોઈએ તો મુખ્યત્વેઃ તે રોકડીય પાકની શ્રેણીમાં તેને રાખવામાં આવે છે. આમ તો મરચામાં ઔષધિય ગુણો જોવા મળે છે. જો ખેડૂતભાઈ આબોહવા ક્ષેત્ર પ્રમાણે ઉન્નત પ્રજાતિયોનો ઉપયોગ કરે તો તેમને સારી આવક મેળવી શકે છે. તો ચાલો મરચાની ખેતી કેવી રીતે કરવી તે અંગે માહિતી મેળવીએ

અનૂકુળ હવામાન

મરચાની ખેતી ગરમ અને સામાન્ય ભેજવાળી આબોહવામાં કરવામાં આવે છે. જોકે તેના ફળો પાકવા માટે શુષ્ક આબોહવા જોઈએ છે. મરચા એક ગરમ મૌસમનો પાક છે. માટે તેને એવા સમય સુધી ઉગાડી શકાતા નથી કે જ્યાં સુધી માટીનું તાપમાન ન વધી જાય.

જમીન

તેની ખેતી રિંગણ અને ટામેટાની માફક હોય છે. આ માટે માટી સામાન્ય, ભૂરભૂરી અને પાણીને જલ્દીથી શોષી લે તેવી જોઈએ. તેની નર્સરીમાં પર્યાપ્ત પ્રમાણમાં સુર્ય પ્રકાશ આવે તે લાભદાયક છે.

વાવેતર

મેદાની અને પહાડી વિસ્તારોમાં મરચાનું વાવેતર કરવાનો સૌથી યોગ્ય સમય એપ્રિલથી જૂન સુધી છે. જોકે મોટા ફળો વાળી જાતોને મેદાની વિસ્તારોમાં સપ્ટેમ્બરમાં પણ વાવેતર કરી શકાય છે.

 

આ પણ વાંચો : મે મહિનામાં કરો આ પાકની વાવણી, જગતના તાતને થશે જોરદાર નફો

સિંચાઈ અને ખેડાણ

લીલા મરચાની ખેતીમાં પહેલી સિંચાઈ છોડ પ્રતિરોપણ બાદ કરવા જોઈએ. એવી જ રીતે ગરમીની સિઝનમાં એક વખત સિંચાઈ કરવી જોઈએ. મરચાંના છોડ સંવેદનશીલ હોય છે. માટે પાણીના વહાવથી ખાસ રીતે બચવાની જરૂર હોય છે.

લણણી

લીલા મરચાના ફળ લાગવાના 15થી 20 દિવસ બાદ કરો. પહેલી લણણી બાદ બીજી લણણી 12થી 15 દિવસના અંતરે રાખવામાં આવવી જોઈએ.

ઉત્પાદન

મરચાની ખેતીમાં ઉત્પાદન અનેક  બાબત પર નિર્ભર છે. જોકે, યોગ્ય રીતે ખેતી કરી શકાય તો 150થી 200 ક્વિન્ટલ પ્રતિ હેક્ટરની ઉપજથી પ્રાપ્ત કરી શકાય છે.

આ પણ વાંચો : મે મહિનામાં આ સમય છે કપાસની વાવણીનો યોગ્ય સમય, જાણો સંપૂર્ણ વિગત

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More