Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

જુદા-જુદા શિયાળુ પાકમાં દેખાતા રોગ, આવી રીતે પાકને રાખો સુરક્ષિત

ઘણી વખત ઘઉંના પાકમાં પીળી કાટની અસર જોવા મળે છે. આ ફૂગથી થતો રોગ છે જેને 'Puccinia striformis' કહેવામાં આવે છે. પીળી રસ્ટના રોગથી બચવા માટે ખેડૂતો આ જૈવિક ઉપચાર અપનાવી શકે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ઘઉંંમાં દેખાતા રોગ (સૌજન્ય: પેન્ટરિસ્ટ)
ઘઉંંમાં દેખાતા રોગ (સૌજન્ય: પેન્ટરિસ્ટ)

ગુજરાત અને દેશભરમાં શિયાળુ એટલે કે રવિ પાકોનું વાવેતર થયા પછી તેની માવજત ચાલી રહી છે. અને દરેક ખેડૂત પોતાના પાકોની માવજત અને તેની સિંચાઈમાં સંકળાયેલા છે. જો આપણે ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં રવિ પાકના સિઝનમાં ઘઉં, ચણ, જીરુ, રાયડો, એરંડા, શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે. જેમાં જુદા-જુદા પ્રકારના રોગો જોવા મળે છે.

પાકમાં રોગ તો શું કરવું

હાલો હવે અમે તમને હવામાનની સાથે-સાથે પાકને રોગોથી નિજાત કેવી રીતે અપાવિએ તેની પણ માહિતી આપી દઈએ. કેમ કે શું હોય છે ને કે ઘણીવાર રવિ પાકમાં રોગો આવી જાય છે. જેના ઉપર નિયંત્રણ મેળવા માટે દવાનું છંટકાવ કરવું પડે છે.

ઘઉંના પાકમાં રોગ

ઘણી વખત ઘઉંના પાકમાં પીળી કાટની અસર જોવા મળે છે. આ ફૂગથી થતો રોગ છે જેને 'Puccinia striformis' કહેવામાં આવે છે. પીળી રસ્ટના રોગથી બચવા માટે ખેડૂતો આ જૈવિક ઉપચાર અપનાવી શકે છે. ગૌમૂત્ર અને લીમડાના તેલને મિક્સ કરો અને મિશ્રણને સારી રીતે તૈયાર કરો અને 500 મિલી ઉમેરો. પંપ દીઠ પાકમાં સમાનરૂપે મિશ્રણનો છંટકાવ કરો. 10 લિટર ગૌમૂત્ર, 2 કિલો લીમડાના પાન અને 250 ગ્રામ લસણનો ઉકાળો બનાવીને 80-90 લિટર પાણીમાં પ્રતિ એકર છંટકાવ કરવો

જીરૂ

જો આપણે રવિ પાક જીરાની વાત કરીએ તો તેના પાકમાં ચરમી રોગ જોવામાં આવે છે. જેને રોકવા માટે તમારે મેંકોઝેબ દવાનો છંટકાવ કરવું જોઇએ અને સાથે જ નજીકના એગ્રો સેન્ટરની મુલાકત પણ લેવી જોઇએ. જેથી રોગનું ચોક્કસ ઈલાજ કરીને પાકને સુરક્ષિત કરી શકાય.

રાયડા

શિયાળુ પાક રાયડાની વાત કરીએ તો તેમા ભૂકી છારાનો રોગ જોવા મળે છે, તેના નિયંત્રણ માટે દવા છાંટવી જોઈએ. શિયાળુ પાકોમાં જમીનના પ્રત અને હવામાનની પરિસ્તિથિને ધ્યાનમાં લઈ જરૂરિયાત મુજબ પિયત આપવું, જેથી રોગ સામે પાકનું રક્ષણ કરી શકાય છે.

ચણા

શિયાળુ પાક ચણનામાં લીલી ઇચળ જોવા મળે છે. અને જો આપણે અરેંડાની વાત કરીએ તો તેમાં જો રોગ જોવા મળે છે તેને વૈજ્ઞાનિક ભાષામાં લશ્કરી ઇચળ કહવામાં આવે છે. આ બન્ને પાકોને ઇચળના હુમલાથી બચાવવા માટે તમારે ટી આકારના ટેકા મુકવા જોઇએ તેમજ 3 થી 4 ફેરોમેન ટ્રેપ ગોઠવવી જોઈએ આથી પાકને સરંક્ષણ મળશે અને તે ખરાબ થવાતી બચી જશે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More