Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ગુવારના પાકમાં આવતા રોગો અને તેની ઓળખ

ઉનાળામાં મુખ્યત્વે ગુવાર, વેલાવાળા શાકભાજી જેવા કે દૂધી, તુરીયા, ગલકા, કારેલા, કાક્ડી, ટેટી, તડબુચ જેવા પાકોનું વાવેતર કરી શકાય. ઉપરાંત તાંદળજો અને પાલખની ખેતી કરી શકાય છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
guar crop
guar crop

ઉનાળામાં મુખ્યત્વે ગુવાર, વેલાવાળા શાકભાજી જેવા કે દૂધી, તુરીયા, ગલકા, કારેલા, કાક્ડી, ટેટી, તડબુચ જેવા પાકોનું વાવેતર કરી શકાય. ઉપરાંત તાંદળજો અને પાલખની ખેતી કરી શકાય છે.

ઉનાળુ, શાકભાજીની ખેતી વરસાદઆધારીત ન હોવાથી ચોમાસુ શાકભાજી કરતા વધારે અને ધાર્યું ઉત્પાદન મેળવી શકાય છે. ઉપરાંત રોગ-જીવાત ઓછા પ્રમાણમાં આવે છે જેથી પાકસરક્ષણ ખર્ચમાં ઘટાડો થાય છે. વધુમાં ગુણવત્તા એકસરખી અને સારી તેમજ બજારભાવ પણ સારા મળી રહે છે. તેથી ઉનાળુ શાકભાજીની ખેતી વૈજ્ઞાનિક ભલામણ મુજબ જ કરવી જોઈએ.

ઉનાળુ શાકભાજીના ગુવાર માટે પુસા નવબહાર જાત વાવેતર માટે પસંદગી કરવી જોઈએ. જેમાં પાયાના ખાતર ઓર્ગેનીક કાર્બન આપવો જોઈએ અને બે હાર વચ્ચે 45 સે.મી. અને બે છોડ વચ્ચે 10 થી 15 સે.મી. અંતર રાખી વાવેતર કરવું જોઈએ.

ગુવારના પાકમાં મુખ્ય ચાર પ્રકારની જીવાતો

ગુવારના પાકમાં મુખ્યતે 4 પ્રકારની જીવાતો વધારે જોવા મળે છે જેમાં ખપૈડી, ધૈણ-કઠોળ, મોલો અને પાન ખાનારી ઇયળ (લશ્કરી ઇયળ) છે તો ચાલો આ વિશે આપણે વિસ્તારથી સમજીએ.

ખપૈડી
ખપૈડી

1.ખપૈડી જીવાતની ઓળખ અને નુકશાન

  • માદા ખપૈડી શેઢાપાળાની પોચી જમીન માં ૬ સે.મી. જેટલી ઉંડાઇએ પીળાશ પળતાં સફેદ રંગના અને ચોખાના દાણા જેવા ઇંડાં ૨ થી ૧૫ની સંખ્યામાં ગોટીના રુપમાં મૂકે છે.
  • એક માદા આશરે ૩૬ થી ૪૩૪ જેટલા ઇંડાં મૂકે છે.
  • આ જીવાતના બચ્ચાં તેમજ પુખ્ત આછા બદામી રંગના અને શરીરે ખરબચડી સપાટીવાળાં હોય છે.
  • આ બહુભોજી કીટક ધઉં ઉપરાત બાજરી,તલ,જુવાર, મકાઇ,શણ,મગફળી, કપાસ, તમાકુ,શકભાજી,ચણા વગેરે પાકોમાં પણ નુકશાન કરે છે.
  • બચ્ચાં તેમજ પુખ્ત કીટક છોડને કાપી ખાઇને નુકસાન કરે છે.
ધૈણ-કઠોળ
ધૈણ-કઠોળ

2.ધૈણ-કઠોળ જીવાતની ઓળખ અને નુકશાન

  • ઇયળ સફેદ રંગની મજબૂત બાંઘાની અને બદામી રંગનું માથુ,મુખાંગ તથા પગવાળી, અંગ્રેજી 'સી' આકારની હોય છે.
  • પુખ્ત બદામી તથા ભુખરા રંગના હોય છે.
  • ઇયળો જમીનમાં રહી મૂળ કાપીને નુકશાન કરે છે.
  • ઇયળ મુળને ખાઇ જતી હોવાથી છોડ ધીમે ધીમે સૂકાઇને ચીમળાઇ જાય છે.
  • ઇયળ ચાસમાં આગળ વધીને એક છોડને નુકસાન કર્યા બાદ બીજા છોડના નીળ ખાવાનું શરૂ કરે છે.
  • આ રીતે તેનુ નુકશાન ચાસમાં વધતું જાય છે.
  • ખેતરમાં મોટા ખાલા પડે છે.
  • પુખ્ત કીટક બોરડી, લીમડો, સરગવો, ખીજડો,બાવળ,મહુડા વિગેરેના પાન ખાય છે.
પાન ખાનારી ઇયળ
પાન ખાનારી ઇયળ

3.પાન ખાનારી ઇયળ (લશ્કરી ઇયળ)ની ઓળખ અને નુકશાન

  • નાની ઇયળો કાળાશ પડતી લીલા રંગની સમૂહમાં રહે છે.
  • મોટી ઇયળો ઓછા બદામી રંગની અને શરીર ઉપર કાળાશ પડતા નારંગી રંગની લીટીઓ વાળી હોય છે.
  • છોડના પાન ખાઇને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કરે છે.
  • આથી છોડ ઝાંખરા જેવા પાન વગરના થઇ જાય છે.
  • ઇયળો દિવસે જમીનમાં સંતાઇ રહી રાત્રે નુકસાન કરે છે.
મોલો (એફીડસ)
મોલો (એફીડસ)

4.મોલો (એફીડસ) જીવાતની ઓળખ અને નુકશાન

  • મોલો લંબગોળ આકારની પોચા,કાળા,આછા લીલા કે જાંબલી રંગની જુદા-જુદા પાક ઉપર જોવા મળે છે.
  • કપાસ,ભીંડા,મગફળી વગેરેમાં લીલા-પીળાં રંગની પરંતુ જુવારનાં પાનની નીચે પીળા રંગની તથા કઠોળ પાકમાં કાળાં કે બદામી રંગની મોલો જોવાં મળે છે.
  • કસુંબીની મોલો કાળાં રંગની કદમાં બીજી જાતની મોલો કરતાં મોટી હોય છે.
  • આપણા રાજ્યમાં મોટા ભાગે માદા મોલો જોવા મળે છે.જે નર સાથે સમાગમ કર્યા સિવાય બચ્ચાંને જન્મ આપે છે.
  • બચ્ચાં/પુખ્ત મોલો પાનની નીચે તથા કુમળી ડુંખો,ડાળ,થડ વગેરે પર રહીને રસ ચૂસે છે.
  • મોલોના શરીરના પાછળના ભાગે પીઠ ઉપર આવેલ બે નળી જેવી કોર્નીકલ્સમાંથી સતત ચીકણો રસ ઝરે છે.જે પાન ઉપર પડતાં તેના ઉપર કાળી ફુગ ઉગી નીકળે છે.જેથી અવરોધ થવાથી છોડની વૃધ્ધી અટકી જાય છે.
  • મોલો કેટલાક પાકોમાં વિષાણુંજન્ય રોગ ફેલાવે છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More