ઘણીવાર જીરૂનો પાક જીવાતરોગને કારણે નિષ્ફળ જતા હોય છે. વિકાસલક્ષી પાક હોવાથી દવાના અવશેષોની હાજરી નિકાસ ક્ષમતા ઘટાડે છે. જેથી નિકાસમાં વધારા માટે દવાના અવશેષનું મુક્ત કે નહિવત અવશેષવાળું ઉત્પાદન મેળવવા માટે જીવાત અને રોગોનું અસરકારક અને વૈજ્ઞાનિક રીતે નિયંત્રણ કરવું ખૂબ જ આવશ્યક છે.
જીરૂના પાકમાં આવતો કાળીચો અથવા ચરમીનો રોગ
- આ રોગ જમીનજન્ય તેમજ બીજજન્ય ફૂગથી થાય છે.
- શરૂઆતમાં પાન પર નાના કથ્થાઈ રંગના ટપકાં પડે છે ત્યારબાદ ટપકાં મોટા થઈ આખા પાન કથ્થાઈ રંગમાં ફેરવાઈ જાય છે.
- ઘણીવાર ડાળી ઉપર પણ આવા ધાબા પડે છે અંતે પાન અને ડાળીઓ સાથે આખા છોડ સુકાઈ જાય છે અને બળી ગયા હોય તેવા દેખાય છે.
- રોગિષ્ટ છોડ ચીમળાઈ જઈ કાળો પડી જાય છે. દાણા બેસતા નથી.
- જો દાણા બેસે તો કાળા અથવા ચીમળાયેલા અને નાના દાણા બેસે છે.
- સામાન્ય રીતે આ રોગની શરૂઆત વાવણી પછી ૪૦ દિવસે થાય છે.
- રોગની શરૂઆત ખાસ કરીને એકમ વિસ્તારમાં વધારે છોડ અને ક્યારામાં પાણી ભરાઈ રહેતું હોય ત્યાંથી થતી જોવા મળે છે.
- શિયાળાની ઋતુમાં ઘણી વખત કમોસમી વરસાદ (માવઠું) અને વાદળછાયુ વાતાવરણ થાય ત્યારે આ રોગની વૃધ્ધિ અને ફેલાવો ખુબ જ ઝડપથી થાય છે તેથી પાક નિષ્ફળ જાય છે.
જીરૂના પાકમાં આવતો કાળીચો અથવા ચરમીના રોગને નિયંત્રણમાં રાખવાની રીત
- બીજને થાયરમ ફૂગનાશક દવાનો એક કિલો બિયારણ દીઠ ૩ ગ્રામ પ્રમાણે પટ આપવો. પાકની વાવણી પ થી ૧૫ નવેમ્બર વચ્ચે ઠંડીની શરૂઆતે (૩૦ સે.).પુંખીને વાવેતર કરવાને બદલે ૩૦ સે.મી.ના ગાળે ચાસમાં વાવણી કરવી.
- વાદળવાળા અને ધુમ્મસવાળા વાતાવરણમાં પિયત ટાળવું અને કચરો સળગાવી ધુમાડો કરવો.
- ખાતરથી છોડનો વાનસ્પતિક વૃધ્ધિ વધારે થતાં રોગ ઝડપથી ફેલાય.
- શરૂઆતમાં જોવા મળતાં રોગિષ્ટ છોડનો નાશ કરવો.
- રોગ આવવાની રાહ જોયા સિવાય પાક ૪૦ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૦.૨૫ ટકા (૩૫ ગ્રામ/૧૦ લિટર) ૧૦ દિવસના અંતરે ચાર છંટકાવ કરવા.
- દવાનું દ્રાવણ ધુમાડા સ્વરૂપે બધા જ છોડ સારી રીતે ભીંજાય તે રીતે છંટકાવ થવો જોઈએ અથવા પ૦ દિવસે મેન્કોઝેબ (૩૫ ગ્રામ/૧૦ લિટર) અને ૬૦ દિવસે ડાયફેનાકોનાઝોલ (પ મિ.લિ./૧૦ લિટર) નો છંટકાવ અથવા. રોગની શરૂઆત થયે પીકોક્સીસ્ટ્રોબિન 22.52 % SC 16 મિલી /પંપ છંટકાવ કરવો.
- (૩૫૦-૪૦૦ મિલી/એકર )૧૦-૧૦ દિવસ ના અંતરે ત્રણ છંટકાવ. દવાનું દ્રાવણ ધુમાડા સ્વરૂપે બધા જ છોડ સારી રીતે ભીંજાય તે રીતે દવાનો છંટકાવ.
જીરૂના પાકમાં આવતો સુકારોનો રોગ
- આ રોગ જમીનજન્ય ફૂગથી થાય છે.
- આ રોગ લાગવાથી તંદુરસ્ત છોડના પાન અને ડાળીઓ એકાએક નમી પડે છે.
- સામાન્ય રીતે ૨૫-૩૦ દિવસનો છોડ થાય ત્યારે આ રોગ દેખાય છે.
- રોગનો ચેપ લાગેલ છોડ ત્યારબાદ સુકાઈ જાય છે. રોગિષ્ઠ છોડમાં દાણા બેસતા નથી.
- થોડા દાણા બેસેલ હોય તેનો વિકાસ થતો નથી. તેથી દાણા ચીમળાયેલા વજનમાં હલકા, ઉતરતી ગુણવત્તાવાળા હોય છે.
- જીરૂના પાકમાં આવતો કાળીચો અથવા ચરમીને રોગ નિયંત્રણમાં રાખવાની રીત
જીરૂના પાકમાં આવતો સુકારોના રોગને નિયંત્રણમાં રાખવાની રીત
- સુકારા રોગ પ્રતિકારક જાત ગુ જીરૂ-૪ અને ૫ નું વાવેતર
- ગુવારકે જુવારના પાકની ફેરબદલી
- ઉનાળામાં ૨-૩ વખત ઉડી ખેડ કરી જમીન તપાવવી બીજને કાર્બેન્ડેઝીમ ફૂગનાશક દવાનો એક કિલો બિચારણ દીઠ ૩ ગ્રામ પ્રમાણે પટ છાણિયું ખાતર ૧૦ ટન/હે. અથવા દિવેલીખોળ/રાયડાખોળ/ પોલ્ટી ખાતર ૨.૫ ટન/હે ટ્રાઈકોડર્મા હાજીનિયમ ૧૦ કિ.ગ્રા./હે. અને છાણિયું ખાતર ૩ ટન/હે. પ્રમાણે વાવણી સમયે.
- વાવણી પહેલાં ટ્રાઈકોડર્મા હાજીનિયમ ને છાણીયા ખાતર સાથે મીશ્ર કરી ૧૫ દિવસ સુધી સમૃધ્ધ કરવું.
જીરૂના પાકમાં આવતો ભૂકી છારોનો રોગ
- પાનની નીચેના ભાગમાં સફેદ છારી જેવું પડ લાગી જાય છે.
જીરૂના પાકમાં આવતો સુ ભૂકી છારોના રોગને નિયંત્રણમાં રાખવાની રીત
- ગંધક ભૂકીનો છંટકાવ ર૫ કિ.ગ્રા./હે. અથવા દ્રાવ્ય ગંધક ર૫ ગ્રામ/૧૦ લિટર નો છંટકાવ (છારાના નિયંત્રણ માટે વહેલી સવારે ઝાકળ હોય ત્યારે ગંધક ભૂકી નો છંટકાવ કરવો) જરૂર મુજબ કરવા.
Share your comments