Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

બાજરીના બાજાર ભાવમાં ઘટાડો, મગફળીના વેચવાલી વચ્ચે મિશ્ર માહોલ

ખોળની તેજી અટકી હોવાથી હવે તેલમાં તેજી શરૂ થઈ છે જોકે આ તેજી માત્ર વરસાદ ખેંચાયો તેનાં કારણે જથઈ છે, જો સારો વરસાદ આવશે તો બજારો ઘટી શકે છે.નાફેડની મગફળીનાં ભાવ ગુરૂવારે રૂ.6561થી 6723 સુધીનાં હતાં.જ્યારે રાજસ્થા ૨૦૨૦ની મગફળીમાં રૂ.5331 અને 2019માં રૂ.5911માં બીડ મંજૂર થઈ હતી.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
મગફળી
મગફળી

ખોળની તેજી અટકી હોવાથી હવે તેલમાં તેજી શરૂ થઈ છે જોકે આ તેજી માત્ર વરસાદ ખેંચાયો તેનાં કારણે જથઈ છે, જો સારો વરસાદ આવશે તો બજારો ઘટી શકે છે.નાફેડની મગફળીનાં ભાવ ગુરૂવારે રૂ.6561થી 6723 સુધીનાં હતાં.જ્યારે રાજસ્થા ૨૦૨૦ની મગફળીમાં રૂ.5331 અને 2019માં રૂ.5911માં બીડ મંજૂર થઈ હતી.

મગફળીમાં પાંખી વેચવાલી વચ્ચે ભાવમાં મિશ્ર માહોલ હતો. જૂનાગઢ બાજુ પિલાણ મગફળીમાં ખાંડીએ રૂ.200નો સુધારો હતો, જ્યારે રાજકોટમાં સરેરાશ મણે રૂ.5થી 10 ઘટ્યા હતા. ગોંડલમાં ભાવ અથડાય રહ્યા છે. મગફળીની વેચવાલી હાલઓછી છે, પંરતુ સીંગતેલનાં ભાવ વધ્યાં છે. સીંગખોળનાં ભાવમાં ટને રૂ.1000નો ઘટાડો થયો હતો, જેની અસર પણ બજાર ઉપર જોવા મળી હતી.

ખોળની તેજી અટકી હોવાથી હવે તેલમાં તેજી શરૂ થઈ છે જોકે આ તેજી માત્ર વરસાદ ખેંચાયો તેનાં કારણે જથઈ છે, જો સારો વરસાદ આવશે તો બજારો ઘટી શકે છે.નાફેડની મગફળીનાં ભાવ ગુરૂવારે રૂ.6561થી 6723 સુધીનાં હતાં.જ્યારે રાજસ્થા ૨૦૨૦ની મગફળીમાં રૂ.5331 અને 2019માં રૂ.5911માં બીડ મંજૂર થઈ હતી.ગુજરાતનાં ભાવ રૂ.50 જેવા ઊંચા હતાં. રાજકોટમાં 1500 ગુણીનાં વેપાર હતા. ભાવ ટીજે 37માં રૂ.1130

થી 1240, 24 નં. રોહીણીમાં રૂ.1120થી 1230, 39 નં.માં રૂ.1120થી 1250, જી-20માં રૂ.1250થી 1380,66 નંબરમાં રૂ.1080થી 1230નાં ભાવ હતાં. ઉનાળુનાંભાવ રૂ.1130થી 1160નાં ભાવ હતાં. ગોંડલમાં 3800 ગુણીની આવક હતી અને ભાવ જી-20માં રૂ.1200થી 1400નાં હતાં. જ્યારે 39માં રૂ.1000થી 1200નાં હતાં. ઉનાળુનાં ભાવ રૂ.1150થી 1360નાં હતાં. ૨4 નંબરમાં રૂ.1200થી 1380 સુધીનાં ભાવ હતાં.

બાજરીના બાજાર ભાવ

બાજરીમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. કેટલફી ડવાળાની ઊંચા ભાવથી લેવાલી અટકતા અને સોયાખોળનાં ભાવ સતત ઘટી રહ્યા હોવાથી સરેરાશ બાજરીનાં ભાવમાં આજે પણ કિવન્ટલે રૂ.20થી 25નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં બાજરીનાં ભાવમાં વધુ થોડો ઘટાડો આવી શકે તેમ છે. બાજરીની હિંમતનગરમાં 200 ગુણીની આવક સામે ભાવ રૂ.310થી 332નાં હતાં. દહેગામમાં 250 ગુણીની આવક

સામે ભાવ રૂ.309થી 332 અને લતલોદમાં 400 ગુણીની આવક સામે ભાવ રૂ314થી 336નાં ભાવ હતાં. અમુલ ડેરીનાં ભાવ રૂ.1700 અને બનાસ ડેરી રૂ.1660ના ભાવથી લેવાલ હતીં.મહારાષ્ટ્ર કેટલફીડનાં ભાવ રૂ.1730અને કટ્ટા પેકિંગમાં રૂ.1640નાં ભાવ હતાં. રાજકોટમાં બાજરીની 300 કટ્ટાની આવક સામે ભાવ રૂ.270થી 321નાં હતાં. બિલ્ટી નાં ભાવ રૂ.1575થી 1624નાં હતાં.

Related Topics

penuts Millets Market price Crops

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More