તમને ખબર જ છે કે ટામેટાનો વપરાશ આપણે રોજ જમવાનુ બનાવવામાં કરીએ જ છીએ, તો હાઈટેક રીતે તે ટામેટાની સારી ખેતી કરવાની પ્રક્રિયા આજે અમે તમને જણાવીશું. અને સાથે જ એ પણ જણાવીશું કે કેવી રીતે તમે ટામેટાની ખેતી કરીને લાખોની આવક ઉભી કરી શકો છો.
ટામેટાનુ ઉત્પાદન થશે બમણું, આ રીતે કરો હાઈટેક ખેતી
વૈજ્ઞાનિક પદ્ધતિથી ટામેટાની ખેતી કરવાથી આપણે ટામેટાનુ બમણું ઉત્પાદન મેળવી શકીશું, અને જેના કારણે દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી શકીશું. ખેતરની તૈયારીમાં હળ કરાવ્યા પછી સારું રોટાવેટર ચલાવો અને 5 ફૂટના પાળા બનાવો આ ઉપરાંત તેના પર ડ્રિપ નાખો. ત્યારબાદ તેના પર મલ્ચિંગ પાથરવામાં આવે છે. જેના કારણે ખેતરમાં કોઈપણ પ્રકારનું નિંદણ નથી થતું. ત્યાર બાદ એક એક ફુટ પર એક છિદ્ર બનાવવામાં આવે છે. ત્યાં જે છોડ છે તે નર્સરીમાં તૈયાર કરવામાં આવે છે. નર્સરીનો છોડ એક મહિના પછી ખેતરમાં રોપવામાં આવે છે. ત્યારબાદ તેમાં પાણી અને ફર્ટિગેશન ટપક દ્વારા આપવામાં આવે છે.
30 દિવસમાં થશે છોડનો વિકાસ
ટામેટાના છોડની રોપણીના 30 દિવસ પછી છોડનો સારો વિકાસ થાય છે. બીજી ડાળ બહાર આવતાની સાથે જ મજૂરને સારી રીતે જાણ કરીને તેમાં ત્રણ વાયર નાખવામાં આવે છે. એક વાયર ટોચ પર રહે છે, 6 ફૂટ અને એક વાયર તળિયે રહે છે. છોડની ડાળી તેના પર પહેલા એક મહિનામાં બાંધી દેવામાં આવે છે. તે પછી જ્યારે 60થી 70 દિવસનો પાક હોય અને છોડ લગભગ બે મહિનાનો થઈ જાય, ત્યારે તેને સૌથી ઉપરના વાયર પર બાંધવામાં આવે છે. પાંચ ફુટ પર વાંસ હોય છે, તે ક્રોસ પદ્ધતિમાં વાવવામાં આવે છે. આ પદ્ધતિનો ફાયદો એ છે કે એક પણ ફળ જમીનના સંપર્કમાં આવતું નથી. જેના કારણે ખેડૂતોને ખૂબ સારી બજાર કિંમત મળે છે.
લણણી બને છે સરળ
આ આધુનિક પદ્ધતિથી ટામેટાંની ખેતી કરવાથી ટામેટાની લણણી પણ સરળ બને છે, ઉલ્લેખનીય છે કે પરંપરાગત ખેતીમાં મજૂરો ટામેટાં પર ચાલતા હતા અને ખેડૂતોને નુકસાન થતું હતું. ટામેટાંની લણણીમાં ઘણો સમય લાગતો હતો, આ નવી ટેકનિકનો ફાયદો એ છે કે ટામેટાં વાયર પર બાંધેલા હોવાથી દેખાઈ આવે છે. અને ટામેટાની લણણી સરળ બને છે. આ પદ્ધતિથી ટામેટાંની ખેતી ખૂબ જ ફાયદાકારક છે. પવન અને સૂર્યના કિરણો દરેક છોડ સુધી પહોંચે છે અને સારી વૃદ્ધિ આપે છે. જો પાક પર કંઈક છંટકાવ કરવો હોય તો તે બંને બાજુથી કરી શકાય છે.
કેટલો ખર્ચ અને કેટલો નફો?
કહેવાય છે કે ટામેટાની આધુનિક ખેતીમાં પ્રતિ એકર 70 થી 80 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે, અને 1.5 લાખ એકર સુધીનો ચોખ્ખો નફો અપેક્ષિત છે.નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોઈપણ ખેડૂત પ્રતિ એકર 500 ક્વિન્ટલ ટામેટાનું ઉત્પાદન લઈ શકે છે. અને પરંપરાગત પદ્ધતિની તુલનામાં ટામેટાનુ ઉત્પાદન બમણું થાય છે.
આ પણ વાંચો : ફેબ્રુઆરી મહિનામાં ઉગાવી શકાય તેવા 5 પાક, મળશે ખૂબ લાભ
આ પણ વાંચો : લીલીના ફૂલથી થશે સારી કમાણી
Share your comments