 
            ઔષધીય (Medicinal) છોડના ઉપયોગની વાત કરવામાં આવે તો તેનો સાબુ, સૌદર્ય પ્રસાધનો તથા કીટનાશક સહિત દવા તથા વિવિધ પ્રકારના ખાદ્ય ઉત્પાદન તૈયાર કરવામાં આવે છે. આ સાથે જ સરકાર પણ આ ઔષધિય છોડોની ખેતીને ઉત્તેજન આપી રહી છે.
ઔષધીય (Medicinal) છોડના ઉપયોગની વાત કરવામાં આવે તો તેનો સાબુ, સૌદર્ય પ્રસાધનો તથા કીટનાશક સહિત દવા તથા વિવિધ પ્રકારના ખાદ્ય ઉત્પાદન તૈયાર કરવામાં આવે છે. આ સાથે જ સરકાર પણ આ ઔષધિય છોડોની ખેતીને ઉત્તેજન આપી રહી છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આજે અમે તમને એક એવા ઔષધીય (Medicinal) છોડની ખેતી અંગે માહિતી આપી રહ્યા છે, જેમની ખેતી કરીને ખેડૂતભાઈઓ સારો નફો રળી શકે છે, તેનાથી તમારી આવકમાં વધારો પણ થશે. ઔષધીય (Medicinal) છોડની ખેતીની વાત કરીએ તો તેમા સર્પગંધા (Sarpgandha) સૌથી સારો અને ઉત્તમ વિકલ્પ છે. જેની ખેતી કરી ખેડૂતભાઈ સારો નફો મેળવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સર્પગંધા એક એવો ઔષધીય (Medicinal) છોડ છે કે જે અનેક પ્રકારના રોગથી મુક્તિ અપાવી શકે છે. તો ચાલો આજે આપણે જાણીએ સર્પગંધાની ખેતી કેવી રીતે કરવી જોઈએ. સર્પગંધાની ખેતી કરવાની ત્રણ રીત વિસ્તારપૂર્વક અમે તમને નીચુ બતાવી રહ્યા છે.
કલમ કરીને ખેતી (Cultivation by Grafting)
સર્પગંધાની ખેતી તમે કલમ કરીને કરી શકો છો. આ પ્રકારની ખેતી કરવા માટે તમારે તમારા છોડની એક શાખા કાપી લેવી અને ત્યારબાદ આ કલમને એન્ડોલ એસિટિક એસિડના મિશ્રણમાં 12 કલાક સુધી ડુબોડી રાખો. ત્યારબાદ તેનું વાવેતર કરો.
મૂળ સાથે વાવેતર (Planted With Roots)
મૂળ સાથે વાવેતર સર્પગંધાની ખેતીની બીજી પ્રક્રિયા છે. તેમા મૂળ દ્વારા ખેતી કરવાની પ્રક્રિયા છે. તેમાં તમે મૂળને લઈ એક પોલિથીનમાં રેત તથા માટીને મિશ્રિત કરી ભરી શકો છો. ત્યારબાદ આ પોલિથીન ભરેલી માટીમાં સર્પગંધાના મૂળને લગાવી દો. આ રીતે તેની ખેતી કરી શકાય છે.
 
    બીજો દ્વારા ખેતી (Farming With Seeds)
તમે સર્પગંધાની ખેતી બીજો દ્વારા પણ કરી શકો છો. આ માટે સૌથી જરૂરી છે કે સૌ પ્રથમ તમે તેની ખેતી માટે સારા બિયારણોની પસંદગી કરો. ત્યારબાદ આ બીજને થોડા સમય માટે પાણીમાં ડૂબોડી રાખો. ડૂબેલા પાણીમાં જે બીજ નીચે પાણીની સપાટીમાં રહે છે, તેનું વાવેતર કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.
આ માહિતીને ધ્યાનમાં રાખીને ખેડૂતભાઈઓ સારા પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકે છે. તેનાથી ઉત્પાદન ખર્ચ પણ ઓછો આવશે અને નફાનું પ્રમાણ ઉંચુ રહેશે.
 
                                     
                                     
                                     
                                     
                                     
 
                         
                         
                         
                         
                        
Share your comments