Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

શણની ખેતી હવે ખેડૂતોને બનાવશે લખપતિ, ફક્ત કરવું પડે આટલું

આજકાલ ખેડૂતોમાં શણની ખેતી પ્રત્યે ઘણી લાગણી ઉભી થઈ રહી છે. ખેડૂતોએ શણની ખેતી થકી મોટી આવક મેળવી રહ્યા છે. તેનું કારણ ફક્ત શણીની ખેતી કરીને તેને માર્કેટમાં વેચવાનું નથી પરંતુ શણના પાનનો અનોખો ઉપયોગ ખેડૂતોને પોતાની આવકમાં વધારો કરવામાં મદદ કરી રહ્યા છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
શણ
શણ

આજકાલ ખેડૂતોમાં શણની ખેતી પ્રત્યે ઘણી લાગણી ઉભી થઈ રહી છે. ખેડૂતોએ શણની ખેતી થકી મોટી આવક મેળવી રહ્યા છે. તેનું કારણ ફક્ત શણીની ખેતી કરીને તેને માર્કેટમાં વેચવાનું નથી પરંતુ શણના પાનનો અનોખો ઉપયોગ ખેડૂતોને પોતાની આવકમાં વધારો કરવામાં મદદ કરી રહ્યા છે. વાત જાણો એમ છે કે શણના પાનમાંથી તૈયાર કરાયેલા લીફ ડ્રિંકથી નશો થતો નથી અને તેના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભો મળે છે. બીજી બાજુ શણના જે પાંદડા નીચે પડી જાય છે તે જમીનની ફળદ્રુપતાને વધારવામાં મદદરૂપ થાય છે. આવી સ્થિતિમાં આજના આર્ટિકલ અમે ખેડૂત ભાઈયો તમને શણના પાનમાંથી તૈયાર થતી લીફ ડિંક્રની રેસિપી જણાવીશું જેથી તમે તમારી આવકમાં વધારો કરી શકો.

ત્રણ ફ્લેવરમાં તૈયાર કરો પીણું

શણના પાનનું આ પીણું ત્રણ ફ્લેવરમાં તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં તુલસી, તજ અને આદુનું સમાવેશ થાય છે.નિષ્ણાતોના મતે તેને પીવાથી શુગર કંટ્રોલ થાય છે અને કેન્સર જેવી ગંભીર સમસ્યામાં પણ તેઓ ફાયદાકારક ગણાયે છે. આ સિવાય તે વહેલા વૃદ્ધત્વને અટકાવે છે. જણાવી દઈએ કે શણના પાનમાંથી બનેલી ચાની પત્તી તૈયાર કરવામાં રોસ્ટિંગ મશીન ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મશીનની મદદથી ખેડૂતો માટે પાંદડા સૂકવી અને ચાની પત્તી તૈયાર કરવી સરળ બની જાય છે.

કેવી રીતે બનાવવાનું

30, 35, 45 અને 85 દિવસ જૂના શણના પાનને તોડીને બે કલાક પાણીમાં પલાળી રાખવાના છે, પછી તેને ગાળીને સાદા સુતરાઉ કપડા પર છાંયડામાં સૂકવવાના છે. તે પછી, તેને રોસ્ટિંગ મશીન દ્વારા શેકવાની પ્રક્રિયામાંથી પસાર થયા પછી, સ્વાદ ઉમેરીને પાંદડા પીણું તૈયાર કરી શકાય છે. અન્ય ખેડૂતો શણના પાનમાંથી મોટી માત્રામાં ચા બનાવીને તેનો ફાયદો ઉઠાવી શકે છે.

જમીનની ફળદ્રુપતા વઘારે છે શણના પાંદડા

શણના પાન જે નીચે પડે છે તે જમીનની ફળદ્રુપતા વધારે છે. શણના પાન પ્રોટીન, વિટામીન, બીટા કેરોટીન અને મિનરલ્સથી ભરપૂર હોય છે. આ સિવાય શણના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. એન્ટિઓક્સિડન્ટ્સ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે.જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને સતત તાલીમ આપીને જૂટની ખેતી વિશે માહિતગાર કરવામાં આવશે. શણના પાનમાંથી તૈયાર કરાયેલ પીણું પેકેજિંગથી લઈને બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી ખેડૂતોને તેનો પૂરો લાભ મળી શકે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More