ઈસબગુલ એક રોકડીયો પાક છે,જે શુષ્ક વિસ્તારોમાં ખેડૂતો માટે ટૂંકા સમયમાં આવકનું ઉત્તમ સ્રોત બની ગયું છે. ઈસબગુલના પાકની કાપણી સમયે તેના પાંદડા લીલા રહે છે, જે પશુઓ માટે લીલા ઘાસચારા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેના બીજની ઉપર જોવા મળતી પાતળી છાલ ઔષધિય ઉત્પાદન તાય છે, જે ભૂસાના સ્વરૂપમાં ઉપયોગમાં કરવામાં આવે છે.
ઈસબગુલ એક રોકડીયો પાક છે,જે શુષ્ક વિસ્તારોમાં ખેડૂતો માટે ટૂંકા સમયમાં આવકનું ઉત્તમ સ્રોત બની ગયું છે. ઈસબગુલના પાકની કાપણી સમયે તેના પાંદડા લીલા રહે છે, જે પશુઓ માટે લીલા ઘાસચારા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેના બીજની ઉપર જોવા મળતી પાતળી છાલ ઔષધિય ઉત્પાદન તાય છે, જે ભૂસાના સ્વરૂપમાં ઉપયોગમાં કરવામાં આવે છે. ઈસબગુલમાં ત્રણેય ભાગ પશુઓના ચાર સ્વરૂપમાં ખવડાવવામાં આવે છે. ઈસબગુલના ભૂસામાં તેના વજન અનેક ગણા પાણી સોશી લેવાની ક્ષમતા હોય છે. તેના ભૂસાને પેટની સફાઈ, કબજીયાત, અલ્સર, બવાસીર, જેવી બિમારીમાં ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ઈસબગુલનું પ્રિન્ટીંગ, ખાદ્ય ટેકનોલોજી ઉદ્યોગમાં પણ ઉપયોગ કરી શકાય છે.
ઉત્તમ જાતો
ઈસબગુલની મુખ્ય પાક જી.આઈ.2એઆરઆઈ-89, ગુજરાત-1, ટ્રાન્સબેસલેક્સન (1-10), ઈ.સી. 24 અને 145 છે. ઉપરોક્ત પૈકી જી.આઈ.-2, 118થી 125 દિવસમાં પાકે છે અને 15 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર ઉપજ આપે છે. તથા ભૂસીનું પ્રમાણ 18-30 ટકા સુધી થાય છે. તે માટે શુષ્ક ક્ષેત્રમાં વધારે ઉપજમાં રહે છે.
બટાકાના પાકમાં આવતા રોગ અને તેને નિયંત્રિત કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ
જળવાયુ અને જમીન સંબંધિત આવશ્યકતા
તેની ખેતી ઉષ્ણ જળવાયુમાં સરળતાથી કરી શકાય છે. તેની ખેતી માટે માટે સિમાન્ત જમીનનું પી.એચ પ્રમાણ 7-8 મધ્યમ છે. તેના માટે ઠંડી અને શુષ્ક જળવાયુની આવશ્યકતા હોય છે. તેના બીજના અંકુરણના સમયે 20-25 ડિગ્રી સેન્ટીગ્રેડ વૃદ્ધિ કરવા માટે 30 થી 35 સેન્ટીગ્રેડ તાપમાનની જરૂર રહે છે. પાકના સમયે વાતાવરણ સાફ અને શુષ્ક હોવું આવશ્યક છે. કારણ કે પાકને વરસાદની સામાન્ય સ્થિતિમાં પણ નુકસાન થઈ શકે છે. જ્યાં સુધી માટીનો પ્રશ્ન ચે તો સામાન્ય રેતાળ પ્રમાણ વાળી માટી કે જેમાં જીવાશ્મનું પ્રમાણ સૌથી વધારે માનવામાં આવે છે.
ખેતરની તૈયારી અને જમીનનો ઉપયોગ
ખરીફ પાકની કાપણી બાદ ખેતરની સફાઈ કરવા બે-ત્રણ ખેડાણ કરી જમીનને તૈયાર કરવામાં આવે છે. જો ઉધઈની સમસ્યા વધારે હોય તો ફોરેટ 10 જી 20 કિલોગ્રામ પ્રતિ હેક્ટર દરથી અંતિમ ખેડાણના સમયે જમીનમાં મિશ્રિત કરવા.
બીજ અને વાવેતર
બીજ વાવેતરનો ઉત્તમ સમય ઓક્ટોબરના અંતિમ સપ્તાહથી નવેમ્બરનો પ્રથમ સપ્તાહ છે. તેનું વાવેતર બીજોને છંટકાવ કરી, હરોળમાં પણ કરી સકાય છે. હરોળમાં છંટકાવ કરવા માટે 25-30 સેમી અંતરે કરવામાં આવે છે. લાઈનોમાં વાવેતર માટે ખેડાણની સુવિધા રહે છે. બીજને 3 ગ્રામ થાઈરમ પ્રતિ કિલોના હિસાબથી ઉપચારિત કરવા તથા બીજોને માટીમાં મિશ્રિત કરી વાવેતર કરવું તથા વિલંબથી વાવેતર કરવાથી બચવું. કારણ કે ત્યારબાદ ઉત્પાદનમાં ઘટાડો તથા કીટ અને બીમારીનો પ્રકોપ વધી જાય છે.
બીજનું પ્રમાણ કેટલું રાખશો
છંટકાવ સમયે વાવેતર માટે પ્રતિ હેક્ટરમાં 4-5 કિલો બીજની આવશ્યકતા રહે છે અને હરોળમાં વાવેતર કરવા માટે પ્રતિ હેક્ટર 5-7 કિલો બીજની આવશ્યકતા રહે છે.
સિંચાઈ
શુષ્ક વિસ્તારોમાં સિંચાઈનું વિશેષ મહત્વ રહેલું છે, માટે પ્રથમ સિંચાઈમાં બીજનું વાવેતર કર્યાં બાદ સામાન્ય સિંચાઈ કરો. બીજી સિંચાઈ વાવેતરના એક સપ્તાહ બાદ કરો. આ ઉપરાંત શુષ્ક ક્ષેત્રમાં મૌસમ પ્રમાણે પ્રત્યેક દસ દિવસે સિંચાઈ કરતા રહેવું. દરેક સિંચાઈ બાદ સામાન્ય ખેડાણ કરવાથ રોગ અને કીટકોનો પ્રકોપ ઓછો થાય છે.
Share your comments