ગુજરાતના દક્ષિણમાં આવેલ ભરૂચ જિલ્લાની અંકલેશ્વર તાલુકામાં ખાતે એક ગામ આવેલ છે. જેનું નામ છે જૂના બોરભાઠા. ત્યાં રહેતા ભીખાભાઇ ચીમનભાઇ પટેલ નામ ખેડૂતએ વૈજ્ઞાનિકર રીત શિયાળાની સીઝનમાં લીલા લસણની ખી કરી સારૂ ઉત્પાદન મેળવી મોટી કમાણી કરી રહ્યા છે, છેલ્લા 25 વર્ષથી ભીખાભાઈ ચીમનભાઈ પટેલ ખેતકામ સાથે સંકળાયેલા છે.59 વર્ષીય ખેડૂત ભીખાભાઈ ચીમનભાઈ પટેલ માત્ર 8 ધોરણ પાસ છે. તેઓ પહેલા એબીસી કંપનીમાં નોકરીની સાથોસાથ ખેતી કરતા હતા. પરંતુ હવે નિવૃત્ત થયા પછી તેઓ સંપૂર્ણપણે ખેતી સાથે જોડાઈ ગયા છે.
કેવી રીતે કરવાનું છે લીલા લસણનું વાવેતર
ખેડૂત ભીખાભાઈ પટેલના પરિવારજનો પણ ખેતીમાં તેઓનો સહયોગ કરી રહ્યા છે. તમને ખબર છે આપણે ત્યાં ભીખાભાઈની વાત કેમ કરી રહ્યા છે કેમ કે તેઓ વૈજ્ઞાનિક રીતથી લીલા લસણની ખેતી કરીને મોટી આવક મેળવી રહ્યા છે. જે તમે પણ કરી છો. તેના માટે તમારે ફક્ત સૌરાષ્ટ્ર વિસ્તારના મોરવાળીથી 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે લસણનું બિયારણ ખરીદીને લાવાના છે અને પોતાની પોણા બે વિંઘા જમીનમાં લીલા લસણના 100 કિલો બિયારણનું વાવેતર કરવાનું છે. લીલા લસણના પાકને ઠંડી તેમજ સૂકી આબોહવા વધુ માફક આવે છે. તેથી તેને શિયાળું પાક તરીકે ઓળખવામાં આવે છે. જોકે લીલા લસણના પાકને 8 વખત પાણી આપવાની જરૂરિયાત પડે છે. આમ લીલા લસણના પાકને તૈયાર થતાં 2 મહિનાનો સમય લાગે છે.
મોટી આવક થાય છે
ખેડૂતે ભીખાભાઈએ જણાવે છે કે, લસણના પાકમાં મજૂરી ખર્ચ વધુ થાય છે. મજૂરો લસણને સાફ કરીને ખેડૂતને આપે છે. ખેડૂતને 1 હજાર રૂપિયા મજૂરી ખર્ચ થાય છે. આ ઉપરાંત સમગ્ર વાવણી રોપણી તથા લણણી સહિત 8થી 9 હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય છે. હાલ માર્કેટમાં લસણના 20 કિલોનો 1600થી 1700 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. ભીખાભાઈને લીલા લસણની ખેતીમાં 40 થી 50 હજાર રૂપિયાની આવક મળી રહે છે.
Share your comments