Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

આ વિદેશી ફ્રુટની ખેતી કરી મેળવો લાખોની આવક,જાણો કેવી રીતે કરશો ડ્રેગનફ્રુટની ખેતી

દેશના ઘણા ખેડૂતો વિદેશી પાક ઉગાડવામાં પોતાનો હાથ અજમાવી રહ્યા છે. આવો જ એક વિદેશી પાક ડ્રેગન ફ્રૂટ છે. આ એક એવો પાક છે, જે પરંપરાગત ખેતી કરતાં વધુ નફો મેળવવામાં મદદ કરે છે. ડ્રેગન ફ્રુટ, એકવાર વાવેતર કર્યા પછી, લગભગ 10 વર્ષ સુધી આવક આપે છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

ખેડૂતોથી લઈને રોજગારી ધરાવતા યુવાનો પણ ડ્રેગન ફ્રૂટની ખેતીમાં રસ લઈ રહ્યા છે. વામ એ સમયના રોકાણના વ્યવસાય જેવો છે, જેમાં તમે એકવાર પાકનું વાવેતર કરો છો તો તમે આગામી 25 વર્ષ સુધી પુષ્કળ ઉત્પાદન મેળવી શકો છો. વધુ જાળવણીની જરૂર નથી. ડ્રેગન ફ્રુટનો પાક ઉજ્જડ-સિંચાઈ વિનાના ખેતરોમાં પણ ખીલે છે. હવે બજારમાં પણ ડ્રેગન ફ્રુટની માંગ વધી રહી છે, જેથી ખેડૂતોને સારા પૈસા પણ મળે છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં હવે ખેડૂતો પરંપરાગત પાકને બદલે ડ્રેગન ફ્રુટ ઉગાડી રહ્યા છે.

dragonfruit
dragonfruit

આ રીતે કરો રોપણી

ડ્રેગન ફ્રુટની રોપણી માટે જૂનથી ઓગસ્ટ સુધીનો સમયગાળો આદર્શ સમયગાળો ગણાય છે. ડ્રેગન ફ્રુટની રોપણી કટકા દ્વારા કરવી પડે છે. છોડના સારા વિકાસ માટે 15 સે.મી. થી 30 સે.મીના કટકાનો ઉપયોગ કરવો યોગ્ય ગણાય છે. મૂળના સડાના રોગને રોકવા માટે કટકાને ફુગનાશકની માવજત આપી, ઠંડી સૂકી જગ્યાએ રાખી પાંચથી સાત દિવસ પછી નર્સરીમાં રોપણી કરવી જોઈએ. ૩૦ થી ૪૦ દિવસમાં મૂળના ઉદ્દભવ પછી તેને મુખ્ય ખેતરમાં બે હાર વચ્ચે ચાર મીટર અને બે છોડ વચ્ચે ત્રણ મીટરના અંતરે રોપણી કરવી જોઇએ. ઓછી ફળદ્રુપતા ધરાવતી જમીનમાં બે હાર વચ્ચે ૩ મીટર અને બે છોડ વચ્ચે પણ ૩ મીટરના અંતરે રોપણી કરવી જોઈએ.

કેવી રીતે કરશો ડ્રેગનફ્રુટની ખેતી

ડ્રેગન ફ્રુટના દરેક છોડ દીઠ રોપણી દરમિયાન જ 10 કિ.ગ્રા. છાણિયું ખાતર અને 100 ગ્રામ સિંગલ સુપર ફોસ્ફટ આપવું. પ્રથમ બે વરસમાં પ્રતિ છોડ દીઠ 300 ગ્રામ નાઇટ્રોજન, 200 ગ્રામ ફોસ્ફરસ અને 200 ગ્રામ પોટેશિયમ આપવું. પ્રત્યેક પરિપકવ છોડને દર વર્ષે 540 ગ્રામ નાઇટ્રોજન, 320 ગ્રામ ફોસ્ફરસ અને 300 ગ્રામ પોટેશિયમ આપવું. પોષકતત્વોની આ માત્રાને વર્ષમાં ચાર ડોઝમાં આપવી જોઇએ

જાણો આ ફ્રુટના ફાયદા

ડ્રેગન ફ્રુટ ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. આમાં ખાસ વાત એ છે કે તે કોષો, શરીરની બળતરા અને પાચનતંત્ર માટે ફાયદાકારક છે.

આ પણ વાંચોઃ

લાલ મૂળાની ખેતી કરો અને થઈ જાવ માલામાલ, જાણો કેવી રીતે કરાય છે લાલ મૂળાની ખેતી; ઝડપથી વાંચી લો આ ન્યૂઝ

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More