ભારતમાં એક થી એક ચઢિયાતા પાકની ખેતી થાય છે. જો કે, મોટાભાગના ખેડુતો ફક્ત પરંપરાગત પાકની ખેતી કરે છે. અલબત, હવે ખેડૂતોએ વધુ કમાણી માટે રોકડીયા પાક અથવા વ્યવસાયિક પાકની ખેતી શરૂ કરી દીધી છે.
ભારતમાં એક થી એક ચઢિયાતા પાકની ખેતી થાય છે. જો કે, મોટાભાગના ખેડુતો ફક્ત પરંપરાગત પાકની ખેતી કરે છે. અલબત, હવે ખેડૂતોએ વધુ કમાણી માટે રોકડીયા પાક અથવા વ્યવસાયિક પાકની ખેતી શરૂ કરી દીધી છે. આવો જ એક પાક કલોનજી છે. આ પાકની ખેતીથી ખેડુતો એક એકરમાં બે લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે, જેથી ખેડૂતોની આવક વધી શકે છે.
મુખ્યત્વે કલોનજીની ખેતી તેના બીજ માટે કરવામાં આવે છે. કેટલાક ભાગોમાં તેને માંગરેઇલ પણ કહેવામાં આવે છે. કલોનજીના દાણા અથાણાં બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. આ સાથે જ તેના બીજમાંથી કાઢવામાં આવતા તેલમાંથી વિવિધ પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે. કલોનજી બીજ ઘણા ઉત્પાદનોમાં સુગંધ માટે પણ વપરવામાં આવતા હોવાનું જાણવા મળે છે.
ઘણા પોષકતત્વ મળી આવે છે
કલોનજીના દાણા દવા તરીકે પણ વપરાય છે. તેના બીજ એન્થેલ્મિન્ટિક, ઉત્તેજક અને એન્ટિ-પ્રોટોઝોઆ તરીકે પણ વપરાય છે. તેનો ઉપયોગ એન્ટિ કેન્સર દવા તરીકે અસરકારક જોવા મળી આવ્યો છે. વીંછીને કરડે તેવા કિસ્સામાં રાહત માટે પણ તેનો ઉપયોગ થાય છે.
તેના બીજમાંથી સુગંધિત તેલ કાઢવામાં આવે છે.નાઇજલોન, મેથિલ, આઇસોપ્રોપિલ અને ક્વિનોન શામેલ છે. તેના બીજમાં ફેટી એસિડ્સ જેને પેમિટિક, મિરિસ્ટિક, સ્ટીઅરિક, ઓલેક અને લિનોલેનિક સાહિતના ઉપયોગી પદાર્થ મળી આવે છે. આ સિવાય તેના બીજમાં બીટા સીટોસ્ટેરોલ પણ જોવા મળે છે.આ રીતે તે ખૂબ મહત્વનો ઔષધીય છોડ ગણવામાં આવે છે.
કલોનજીની ખેતી ભારતના ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ભાગોમાં થાય છે. ખાસ કરીને પંજાબ, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળથી આસામ સુધી તેની ખેતી થતી હોવાનું સામે આવ્યું છે. આ એક વાર્ષિક છોડ છે. તેની લંબાઈ 20 થી 30 સેમી જેટલી હોય છે. તેના ફળ મોટા અને બોલ આકારના હોય છે. જેમાં 5 થી 7 કોષ કાળા રંગના ત્રિકોણાકાર આકારથી બનેલા હોય છે. જેમાં ત્રણ મીમી લાંબી રફ સપાટી હોય છે. આમાંથી કલોનજીના બીજ મળી આવે છે.
રવી સિઝનમાં ખેતી કરી શકાય
ઓક્ટોબરથી અડધો નવેમ્બરનો સમય કલોનજીના વાવણી માટે યોગ્ય છે. તેને પાકવા માટે હળવા ગરમ વાતાવરણની જરૂર પડે છે. ઉલ્લેખનીય છે કે, રેતાળ લોમવાળી જમીનમાં કલોનજીના પાક ઉત્પાદન માટે યોગ્ય છે. કલોનજીની ખેતી જ્યાં જ્યાં રવી પાક ઉગાડવામાં આવે છે તેવા ભાગોમાં થઈ શકે છે.
શું શું ધ્યાન રાખવું?
વિપુલ પ્રમાણમાં ઉત્પાદન લેવા માટે ખેતરને સારી રીતે તૈયાર કરવું જરૂરી છે. આ માટે પ્રથમ વાવણી જમીનના પલટાવતા હળથી કરવી જોઈએ. આ પછી ખેડૂતે બે-ત્રણ ખેડ કરીને ખેતરને બરાબર બનાવવું જરૂરી છે. આ પછી પાટ મૂકીને ખેતરને સમતોલ કરવું જોઈએ.
સારા અંકુરણ માટે વાવણી કરતા પહેલાં ખેતરમાં યોગ્ય ભેજ હોવો જોઈએ. તેથી વાવણી કરતા પહેલાં ખેતર સાફ કરવું આવશ્યક છે. વધુ ઉત્પાદન મેળવવા માટે જૈવિક ખાતરનો ઉપયોગ કરી શકાય છે. ખેડૂત ભાઈઓ એકરમાં 10 ટન ગોબર અથવા ખાતરનો ઉપયોગ કરી શકે છે.
એક એકરમાં બે લાખ રૂપિયાની કમાણી થશે
કલોનજીની પ્રથમ પિયત ખેતરમાં બીજ વાવ્યા બાદ કરવી જોઈએ. બીજ અંકુરિત થાય ત્યાં સુધી ભેજને આધારે બીજી સિંચાઈ કરવી જોઈએ. તેને નીંદણથી મુક્ત રાખવા માટે બે થી ત્રણ નીંદણ જરૂરી છે.
કલોનજીનું ઉત્પાદન પ્રતિ એકરમાં 10 ટન સુધી થઈ શકે છે. આજના સમયમાં કાલોનજીના દાણા રૂ. 20,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વેચાઇ રહ્યા છે. એટલે કે, તમે એક એકરમાં પોતાના માટે 2 લાખ રૂપિયા વાવી રહ્યા છો.કાલોનજીની ખેતી કરીને ખેડુતો તેમની આવકમાં નોંધપાત્ર વધારો કરી શકે છે.
Share your comments