Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

કૃષિ ક્ષેત્રમાં પરિવર્તનનો પવન: વાવણી સમયે ઉત્પાદનોના ભાવ નક્કી કરી ખેતી કરવાનો ટ્રેન્ડ

કૃષિ ક્ષેત્રમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. હવે ખેતી માત્ર આધુનિક ઓજારો સાથે કરવી જ પૂરતી નથી. ખેડૂતને બે ડગલાં આગળ વિચારવું જરૂરી બન્યું છે. આમ તો આપણા દેશના ખેડૂતોનું ગણતર ખૂબ છે, ત્યારે આધુનિકતા તેને વધુ સમૃદ્ધ બનાવે છે. આર્થિક સુધારા અને ટેકનોલોજીના કારણે હોવી વાવણી સમયે ઉત્પાદનોના ભાવ નક્કી કરી ખેતી કરવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. આવા અનેક ઉદાહરણો પ્રકાશમાં આવી રહ્યાં છે. આ પદ્ધતિથી ખેડૂતને નુકસાન જવાનો ડર ઓછો થઈ જાય છે.

Sagar Jani
Sagar Jani
કૃષિ ક્ષેત્રમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. હવે ખેતી માત્ર આધુનિક ઓજારો સાથે કરવી જ પૂરતી નથી. ખેડૂતને બે ડગલાં આગળ વિચારવું જરૂરી બન્યું છે. આમ તો આપણા દેશના ખેડૂતોનું ગણતર ખૂબ છે, ત્યારે આધુનિકતા તેને વધુ સમૃદ્ધ બનાવે છે. આર્થિક સુધારા અને ટેકનોલોજીના કારણે હોવી વાવણી સમયે ઉત્પાદનોના ભાવ નક્કી કરી ખેતી કરવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. આવા અનેક ઉદાહરણો પ્રકાશમાં આવી રહ્યાં છે. આ પદ્ધતિથી ખેડૂતને નુકસાન જવાનો ડર ઓછો થઈ જાય છે.
ભવિષ્યમાં કૃષિ જણસમાં  વાયદા અને વિકલ્પો (ડેરિવેટિવ્ઝ)ના વેપારના વિકાસ અંગે વિશ્વાસ વ્યક્ત કરતા અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં ખેડુતો પોતે જ પાકની વાવણી સમયે પાકના ભાવને પૂર્વ-નિર્ધારિત કરવાના 'ઓપ્શન ટ્રેડિંગ'ના લાભો સમજવા લાગ્યા છે. 
એક અધિકારીએ જણાવ્યું હતું કે એફપીઓ (ખેડૂત ઉત્પાદક સંગઠન) માટે વિશેષ 'ઓપ્શન ઇન્ટ્રોડક્શન પ્રોગ્રામ' એ પણ ખેડૂતોને ભાવના જોખમો સાથે વ્યવહાર કરવા અને તેમના પાકના ઉત્પાદનમાં વધારો કરવાના પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નવી ટેકનીકો શીખવામાં મદદ કરી છે.  કાર્યક્રમની સફળતા તેમને અન્ય કૃષિ ચીજવસ્તુઓમાં પણ સમાન કરારોમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરશે.
નવેમ્બર 2020માં  કોમોડિટી એક્સચેંજ એનસીડીઇએક્સ દ્વારા આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં એનસીડીઈએક્સના સભ્યો સાથેના ગ્રાહકો તરીકે નોંધાયેલા એફપીઓ બંને ચીજોમાં ચણા  અને સરસવના દાણાના ભાવ માટે 'પુટ ઓપ્શન' થતા બન્ને ચીજોમાં મૂલ્ય લોક ઇન માટે પાત્ર હતા.  આનાથી ખેડુતો અને એફપીઓ તેમના ભાવ જોખમને મેનેજ કરી શકે છે.
 રેગ્યુલેટર સેબી દ્વારા માફ કરાયેલી  ફીમાંથી એંસીડીએક્સ દ્વારા પુટ ઓપ્સનમાં  ખરીદી કરવા માટે પ્રતિ કવિન્ટલ 300 રૂપિયા સુધી પ્રીમિયમ ખર્ચની ભરપાઈ કરવામાં આવી હતી.

2000 ટન મસ્ટર્ડ બિયાં માટે ભાવ લોક-ઇન

એક અધિકારીના જણાવ્યા મુજબ, 40થી વધુ એફપીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને 1,030 ટન ચણા અને 1,980 ટન સરસવના વેચાણ માટેના ભાવોને લોક /ઇન કરી દીધા હતા. કાર્યક્રમ અંતર્ગત રૂ. 80 લાખ રૂપિયાથી વધુ   પુટ ઓપ્શન્સ ખરીદવાના પ્રીમિયમ ખર્ચ પર સબસિડી આપવામાં આવી હતી.
'પુટ ઓપ્શન' દ્વારા પ્રાઈસ પ્રોટેક્શન એફપીઓને વ્યાજબી કિંમતે ધિરાણ મેળવવામાં સક્ષમ બનાવે છે કારણ કે તે બેન્કોને અને નાણાકીય કંપનીઓને ખેડૂતોને તેમના ઉત્પાદન માટેના ઓછામાં ઓછા ભાવ વિશે ખાતરી આપે છે.
ખેડૂતો અને એફપીઓને કોમોડિટી ડેરિવેટિવ એક્સચેંજ પર વેપાર માટે પ્રોત્સાહિત કરવા  સેબીએ તેમને નિયમનકારી ફીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. આ રીતે અપાયેલી મુક્તિનો ઉપયોગ એક્સચેંજ દ્વારા મંડીના ચાર્જ, અનાજની સફાઇ, સૂકવણી અને ખેડુતો અને એફપીઓ માટેના પ્રીમિયમની પૂર્તિ માટે  જ કરવાની મંજૂરી અપાઈ છે.

'પુટ ઓપ્શન' એટલે શું?

'પુટ ઓપ્શન' ધારક પાસે તેના માટે નક્કી કરેલા ભાવે નિર્ધારિત તારીખે ઉત્પાદન વેચવાનો અધિકાર છે, પરંતુ જવાબદારી નથી.  કોઈપણ ખેડૂત અથવા એફપીઓ કે જે પુટ ઓપ્શન ખરીદે છે તેને વધતા ભાવોનો ફાયદો મળે ત્યારે તેને ઘટતા ભાવના જોખમથી રક્ષણ પણ મળે છે.

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More