Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

કોંગ્રેસ ઘાસનો નાશ સ્વસ્થ અને સંપત્તિ માટે છે જરૂરી

ગાજર ઘાસ તરીકે વધારે ઓળખાતા પાર્થેનીયમ હીસ્ટરોફોરસ નામના આ પ્લાન્ટનૂ મૂળ અમેરીકા છે. એવુ મનાય છે કે ભારતમાં જ્યારે કૃષિ ક્રાંતિ થઈ ન હતી ત્યારે અમેરીકા ભારતને ઘઉ મોકલતુ હતુ.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
carrot weed
carrot weed

ગાજર ઘાસ તરીકે વધારે ઓળખાતા પાર્થેનીયમ હીસ્ટરોફોરસ નામના આ પ્લાન્ટનૂ મૂળ અમેરીકા છે. એવુ મનાય છે કે ભારતમાં જ્યારે કૃષિ ક્રાંતિ થઈ ન હતી ત્યારે અમેરીકા ભારતને ઘઉ મોકલતુ હતુ. 

ગાજર ઘાસ જેને કોંગ્રેસ ઘાસના નામથી પણ ઓળખવામાં આવે છે. તેનો વૈજ્ઞાનિક નામ પાર્થેનીયમ હિસ્ટરોફોરસ (Parthenium hysterophorus) છે. આ નીંદણએ વર્ષાયુ પ્રકારનો છોડ છે. તેનાં પાનનો આકાર અને દેખાવ ગાજર ના છોડ ને મળતો આવે છે. તથી તેને ગાજર ઘાસ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ચટક ચાંદની અથવા સફેદ ટોપી જેવાં નામથી પણ તેને ઓળખવામાં આવે છે.

આ નીંદણના છોડ વર્ષ દરમ્યાન 3 થી 4 જીવન ચક્રો પરા કરે છે. તેને ઉગાવા બાદ 1 મહિને ફૂલ આવવાની શરૂઆત થાય છે. જયારે બીજને પરિપકવ થતાં 6 મહિના જેટલો સમય લાગે છે. ગાજર ઘાસ તરીકે વધારે ઓળખાતા પાર્થેનીયમ હીસ્ટરોફોરસ નામના આ પ્લાન્ટનૂ મૂળ અમેરીકા છે. એવુ મનાય છે કે ભારતમાં જ્યારે કૃષિ ક્રાંતિ થઈ ન હતી ત્યારે અમેરીકા ભારતને ઘઉ મોકલતુ હતુ. 

આ ઘઉંની સાથે સાથે ગાજર ઘાસના બીજ પણ ભારતમાં પ્રવેશી ગયા હતા અને ત્યારથી આ છોડ ભારતમાં ઉગવા માંડયો છે. પછી તે ખેતીલાયક જમીન હોય કે રેલ્વે ટ્રેકની આસપાસની જગ્યા કે કોઈ પણ અવાવારુ જમીન અથવા તો પ્રાઈવેટ અથવા પબ્લીક ગાર્ડન, દરેક સ્થળે આ છોડ જોવા મળી શકે છે. ભારતમાં છેલ્લા પચાસ વર્ષમાં તેનો ફેલાવો વધ્યો છે અને ભારતની અંદર આ છોડએ અંદાજિત 20 લાખ હેક્ટર જમીન પર કબજો જમાવ્યો છે.

ગુજરાતની અંદર છેલ્લા કેટલાક વર્ષોમાં તેના ઝડપથી ફેલાવો થયો છે. ખાસ કરી ને ભારત માં આ ઘાસ સને1958માં સૌ પ્રથમ પુના ખાતે જોવા મળ્યા હતા. ત્યારબાદ તેનો ફેલાવો અત્યારે સમગ્ર દેશમાં જોવા મળે છે

નીંદામણની ભયાંકતા માનવ 

પશુ અને કૃષિ જગત માટે આ નીદણ ઘણી રીતે હાનિકારક પુરવાર થયેલ છે

માનવ સ્વાસ્થ્ય ઉપર અસર 

આ છોડમાં પારથેનીન નામનું ઝેરી રસાયણ હોય છે. આથી છોડના સતત સ્પર્શમાં આવવાથી ચામડીના રોગ થાય છે. આ રોગના લક્ષણોમાં સૌ પ્રથમ આંખના પોપચામાં, ચહેરા અને ગરદનની આસપાસ ખુજલીઓ થાય છે. ત્યારબાદ લાલ ચકામાં થઈ જાય છે. રોગનું પ્રમાણ વધતા મગરની ચામડી જેવા બરછટ ચકામાં બની જાય છે.

આ છોડની પરાગરજ છોડના સ્પર્ષ ઉપરાતં હવાના માધ્યમ ઘ્વારા ફેલાવા ના કારણે તેની આસપાસમાં રહેલા વ્યક્તિને એલર્જી થઈ શકે છે, આંખમાં કે ચામડી પર ખંજવાળ આવી શકે છે તેમજ કિડની અને લીવર ની પણ બીમારી થવાની શક્યતાઓ રહે છે

carrot weed
carrot weed

કૃષિ જગત માટે પણ નુક્સાન કારક 

આ છોડના મૂળમાં ઝેરી પદાર્થ રહેલો હોવાથી કૃષિ પાકને ઉગવામાં તમે જ તેના વિકાસમાં નડતર રૂપ બને છે સાથે સાથે આ છોડ જમીનમાંથી પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો ઉપાડવાની શકિત ધરાવતુ હોવાથી જમીનની કુદરતી ફળદૂપતામાં પણ બેહદ ઘટાડો કરે છે. આ નીંદણનો ઉપદૂવ અગાઉ માત્ર બીન પાક કે માત્ર પડતર વિસ્તારો મર્યાદીત હતો જે હવે છેલ્લા કેટલાક વર્ષાથી ખેતી પાકો સાથે પાક વિસ્તારોમાં મોટા પાયે દાખલ થયેલ છે જેથી પાક ઉત્પાદન અને ગુણવત્તામાં તીવ્ર ઘટાડો કરે છે.

જે અગાઉ જણાવેલ નુકશાન કારક અસરો ઉપરાંત વધારાની અસરો છે. બીન પાક / પડતર જગ્યામાં ફેલાવો નહેરો, રોડ-રસ્તાની બાજુઓ, રેલ્વે ટ્રેકો, રમતના મેદાનો તથા પડતર જગ્યાઓમાં પણ પુષ્કળ પ્રમાણમાં ફેલાવો થવાને કારણે આજક ાલ અનેક સમસ્યાઓ ઉદભવેલ છે.

ગાજર ઘાસની પુશુ પશુ જગત પર થતી અસર 

આપણે સૌ જાણીએ છીએ કે ભારત ની ખેતી વરસાદ આધારિત છે તેમ મોટા ભાગનું પશુપાલન પણ ચરિયાણં પર આધારિત છે જેમાં ખાસ કરી ને ઘેટાં બકરા. અગાવ ના સમય માં મોટાભાગ ના પશુ પાલકો પશુ ચરાવી ને જ પોતા નું ગુજરાન ચલાવતા હતા અને આજે પણ ઘણો પશુ પાલક સમુદાય આવીજ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ તમે ના સામે આજે અનેક પડકારો વધતાં જાય છે.

ખાસ તો ગૌચર ઓછા થયા ઉપરાંત જેટલુ બચ્યું તેમા આવા ગાજર ઘાસ નું પ્રમાણ વધવા લાગ્યું. ખાસ આ ઘાસ જ્યા ઉગતુ હોય ત્યાં પશુઓ માટે ઉપયોગી અન્ય ઘાસ-વનસ્પતિ ઉગી શકતી ન હોવાથી ધીરે ધીરે પશુઓ માટેના ઉપયોગી ગૌચર વિસ્તાર નાશ પામે છે. આ વનસ્પતિને પ્રાણીઓ ખાતા નથી. ઉપરાંત ગાજર ઘાસ ગ્રસ્ત વિસ્તાર માં પશુ ને જો ચરાવવા માં આવે તો તેને પણ એલર્જી થવા ની શક્યતા વધી જતી હોય છે

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More