Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

રીંગણની ખેતી કરી મેળવો તેનો મખબલ પાક

રીંગણ શાકભાજીનો બારેમાસ ઉપલબ્ધતા ઘરાવતો અગત્યનો પાક છે. રીંગણમાંથી પોષણ માટે જરૂરી એવા બધા પોષકતત્વો મળી રહે છે. વધુમાં વધુ ઉત્પાદન અને આર્થિક વળતર મેળવવા માટે રીંગણની આધુનિક ખેતી Brinjal Farmingની પદ્ધતિ આ પ્રમાણે છે.

Himanee Chauhan
Himanee Chauhan
Brinjal  Crop
Brinjal Crop

ગુજરાત રાજ્યમાં રીંગણનું વાવેતર દરેક ઋતુ દરમિયાન કરી શકાય છે. રીંગણમાંથી પોષણ માટે જરૂરી એવા બધા પોષકતત્વો મળી રહે છે. વધુમાં વધુ ઉત્પાદન અને આર્થિક વળતર મેળવવા માટે રીંગણની આધુનિક ખેતી Brinjal Farmingની પદ્ધતિ આ પ્રમાણે છે.   

આબોહવા

રીંગણના પાકની શરૂઆતની વૃદ્ધિ માટે ગરમ હવામાન જરૂરી છે જેથી શિયાળા દરમ્યાન ફેર-રોપણી કરવામાં આવે તો વૃદ્ધિ ઝડપથી થતી નથી, પરંતુ ફૂલ બેસવા માટે અને ફળની વૃદ્ધિ માટે ઠંડી અને સૂકી આબોહવા વધુ માફક આવે છે. વાદળછાયુ હવામાન અને સતત વરસાદ આ પાકને અનુકૂળ આવતો નથી. ચોમાસા દરમિયાન જો પાક લેવાનો હોય તો પાણી ભરાઈ ન રહેતું હોય તેવી જમીનની પસંદગી કરવી જોઈએ.

જમીનની તૈયારી

રીંગણના પાકની રોપણી માટે જમીનની જરૂરિયાત મુજબ ખેડ, કરબ અને સમાર મારી તૈયાર કરવી. પાયાના ખાતરો જમીન તૈયાર કરતી વખતે એકસરખી રીતે જમીનમાં ભેળવી દેવા. જમીનના ઢાળ, પ્રકાર અને પિયતને અનુકૂળ જરૂરી માપના ક્યારાઓ બનાવવા જોઈએ.

સુધારેલી જાતો

રીંગણના ઉપયોગને ધ્યાનમાં લઈને જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી જાતોની ભલામણ કરવામાં આવે છે. આથી શાક તેમજ ભડથુ અથવા ઓળો બનાવવા માટે અનુકૂળ છે.

ધરૂઉછેર

ઘરૂવાડિયા માટે પાણી ભરાઈ રહેતું ન હોય અને નીંદામણનો ઉપદ્રવ ઓછો હોય તેવી જમીન પસંદ કરવી અનિવાર્ય છે. ઘરૂવાડિયામાં જરૂરિયાત મુજબ પાણી ઝારા વડે આપવું અને જરૂર જણાય ત્યારે નીંદામણ, રોગ અને જીવાતનું નિયંત્રણ સમયસર કરવું. ઉનાળામાં રોપણી કરવાની હોય તો જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિના દરમ્યાન ઘરૂ તૈયાર કરવાની શરૂ

વાવણી અંતર અને ફેરરોપણી

ઉત્તર ગુજરાતમાં ચોમાસામાં લેવામાં આવતા ગોળ રીંગણના પાકમાં વધુ ઉત્પાદન માટે જાતો સુરતી રવૈયા અથવા મોરબી રીંગણ માટે 90 સે.મી.x 75 સે.મી.ના અંતરે રોપણી કરવાની ભલામણ છે. સામાન્ય રીતે ચોમાસું પાકની ફેરરોપણી જુલાઈ મહિનામાં, શિયાળુ પાકની ઓક્ટોબર-નવેમ્બર અને ઉનાળુ પાકની ફેરરોપણી ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં કરવામાં આવે છે.

ખાતર

જમીન તૈયાર કરતી વખેત હેક્ટર દીઠ 15-20 ટન સારૂં કહોવાયેલું છાણિયું ખાતર આપવું જોઈએ. પાયાના ખાતર તરીકે રોપણી પહેલા જમીન તૈયારી ના સમયે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ખાતરો દરેક 50 કિ.ગ્રા. પ્રમાણે હેક્ટર વિસ્તારમાં આપવા જોઈએ.

પિયત

રીંગણના પાકને ચોમાસા દરમિયાન હવામાન, વરસાદની પરિસ્થિતિ, જમીનની જાત અને પાકની વૃદ્ધિના સમયને ધ્યાનમાં રાખીને પિયત આપતા રહેવું જોઈએ. મધ્ય ગુજરાતમાં રીંગણમાં પિયત માટે ટપક સિંચાઈ પદ્ધતિના ઉપયોગથી 24% પાણીનો બચાવ કરી શકાય છે. ટપક સિંચાઈ પદ્ધતિની ગેરહાજરીમાં સપાટી પરનું પિયત 6 સે.મીના ઊંડાઈએ આપવાની ભલામણ છે.

નીંદણ નિયંત્રણ

દક્ષિણ સૌરાષ્ટ્રમાં શિયાળું રીંગણના પાકની જાત ગુજરાત રીંગણમાં બીજ સ્કૂરણ પહેલા 0.5 કિ.ગ્રા. પેન્ડીમીથાલીન પ્રતિ હેક્ટરે છંટકાવ કરવાની અને એક હાથ નીંદામણ ફેરરોપણીના 30 દિવસ પછી કરવાની જરૂર છે. જેથી કરીને અસરકારક નીંદણ નિયંત્રણની સાથે વધારે ઉત્પાદન અને વળતર મળી રહે છે.

પાક સંરક્ષણ

સ્વમાન્ય રીતે રીંગણમાં મુખ્યત્વે ડૂખ અને ફળ કોરી ખાનાર ઈયળ, તડતડીયા, સફેદ માખી અને પાનકથીરી જેવી જીવાતોનું નુકસાન જોવા મળે છે જેના નિયંત્રણ માટે ભલામણ કરેલ સંકલિત કીટ નિયંત્રણની પદ્ધતિઓનો ઉપયોગ કરવાથી અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે. આ ઉપરાંત રીંગણમાં ઘરૂનો કહોવારો તેમજ ઘટ્ટીયા પાનનો રોગ જોવા મળે છે. તેના નિયંત્રણ માટે રોગ પ્રતિકારક જાતોનો ફેરરોપણીમાં ઉપયોગ કરવો જોઈએ.

વીણી

રીંગણની જાત પ્રમાણે ફળોના કદ અને રંગને ધ્યાનમાં રાખીને વીણી કરવી જોઈએ. વીણી કર્યા બાદ જંતુનાશક દવાનો છંટકાવ કરવો. અઠવાડિયામાં બે થી ત્રણ વખત રીંગણ ઉતારવા જોઈએ. બજારમાં લઈ જતા પહેલાં, વીણી કેરલા ફળો સાફ કરવા, ગ્રેડિંગ કવું, રોગ અને જીવાતથી નુકશાન પામેલા ફળો દૂર કરવા અને વ્યવસ્થિત પેકિંગ કરવાથી સારા બજારભાવ મળી રહે છે.

આ પણ વાંચો : અશ્વગંધાની કરો ખેતી, વાવણી માટે આ સમય છે યોગ્ય

આ પણ વાંચો : Zoom Farming : ઝૂમ ખેતી એટલે કે સ્થળાંતરિત ખેતી વિશે પૂર્ણ વિગતો આ પ્રમાણે છે

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More