બાજાર પર નજર કરીએ તો કઠોળના વેપારિઓ પર સરકારની સ્ટોક નિયંત્રણ પર બબાલ પછી પણ તૂવેર પ્રતિ 20 કિલોના ભાવે 1200થી 1300ના ભાવે વેચાઈ રહી છે. જૂનના પહેલા સપતાહમાં 2021-22ના વર્ષ માટે ખરીફ પાકોના ટેકાના ભાવની સૂચી જાહેર થઈ છે. ગત વર્ષે તુવેરના ભાવ 1200 હતુ, જેમા 5 ટકાના વધારો સાથે 1260 પહુંચી વળયુ.
ઉત્તર ગુજરાતના પાટણ, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા ખારીફ પાક અડદ(તુવેર) માટે મહત્વના બન્યા છે. તેના સાથે જ ઉત્તર ગુજરાતના પાડોશી જિલ્લા સુરેંદ્રનગરમાં પણ આ વર્ષે અડદની વાવેતર બહુ સારી થઈ છે. રાજ્ય સરકાર 26 જુલાઈના છેલ્લા આકડા મુજબ રાજ્યમાં વર્ષ 2019-20ની તુલનામાં વર્ષ વર્ષ 2020-21માં અડદનો(તુવેર) 81 ટકા વાધારે વાવેતર 1.23 લાખ હેક્ટેરમાં થયુ છે. જે વીતેલા વર્ષના સરખામણીએ 55,000 હેકટર વધારે છે, એટલે કે વીતેલા વર્ષે અડદનો વાવેતર 68,000 હેક્ટરમાં થયુ હતુ.
બાજાર પર નજર
બાજાર પર નજર કરીએ તો કઠોળના વેપારિઓ પર સરકારની સ્ટોક નિયંત્રણ પર બબાલ પછી પણ તૂવેર પ્રતિ 20 કિલોના ભાવે 1200થી 1300ના ભાવે વેચાઈ રહી છે. જૂનના પહેલા સપતાહમાં 2021-22ના વર્ષ માટે ખરીફ પાકોના ટેકાના ભાવની સૂચી જાહેર થઈ છે. ગત વર્ષે તુવેરના ભાવ 1200 હતુ, જેમા 5 ટકાના વધારો સાથે 1260 પહુંચી વળયુ. તેના વિષય પર પાટાણના ખેડૂત જયેન્દ્રસિંહ વાઘેલા કહે છે કે, ઓછા ખર્ચથી ખેતી કરવી હોય તો તુવેરનો પાક સૌથી ઉત્તમ પાક છે. એમા સારી ઉત્તમનો બીજ હોય તો તે પણ ખર્ચા નથી લાગે. કાપણી પણ સહેલી છે, આમારા મોટા વીધા દીઠ 17થી 23 મણ તુવેરનો ઉત્તપાદન મળ્તુ હોય તો હવે બીજુ શુ જોઈએ છે.
તુવેરની ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિ
જમીન અને આબોહવા
સામાન્ય રીતે ચોમાસામાં તુવેરના પાકનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ મોટા ભાગની જાતો લાંબાગાળે પાકતી હોવાથી શિયાળામાં પણ આ પાક ખેતરમાં ઉભો રહે છે. તુવેરનો પાક સામાન્ય રીતે બિનપિયત તરીકે લેવામાં આવતો હોવાથી ભેજનો સંગ્રહ કરી શકે તેવી જમીનમાં સારો થાય છે.સારી નિતાર શકિત ધરાવતી, ગોરાડુ, બેસર, મધ્યમકાળી જમીન તેને વધારે અનુકૂળ આવે છે. પરંતુ ભારે કાળી જમીનમાં તુવેરને પાળી બનાવી તે પર અથવા તો ગાદી કયારા બનાવી તે ઉપર રોપવાથી મૂળ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઓછી થતા તુવેરનો વિકાસ સારો થાય છે અને સૂકારા જેવા રોગોનું પ્રમાણ ઓછું રહે છે.
જમીનની તૈયારી
તુવેરના છોડનાં મૂળ જમીનમાં ઘણા ઉંડા જતા હોવાથી આ પાકને માટે ઊંડી ખેડ કરી તૈયાર કરવાથી ફાયદો થાય છે. અગાઉનો પાક કાપી લીધા પછીથી જમીનમાં ૧-૨ વખત હળથી અને ૧-૨ વખત કરબથી ખેડ કરી જમીન ભરભરી બનાવવી જોઇએ. તુવેરનો છોડ જમીનમાં પાણી ભરાઈ રહેતા કહોવાઈ જાય છે. જયારે અપુરતો વરસાદ હોય તો જમીનમાં ભેજની ખેંચને લીધે ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. તેથી જમીન તૈયાર કરતી વખતે ૮ થી ૧૦ ટન/હેકટર છાણિયું અથવા ગળતીયું ખાતર નાખી પછી ખેડ કરવાથી જમીનની પ્રત સુધરે છે. જમીનની ભેજ સંગ્રહ શકિત/નીતાર શકિત વધે છે. છાણીયા અથવા ગળતીયા ખાતર સાથે ટ્રાયકોડર્મા ફુગનું કલ્ચર ઉમેરી થોડા ભેજ સાથે ૨-૩ દિવસ છાયડે રાખી જમીનમાં નાંખવાથી સુકારાનો રોગ કાબૂમાં આવે છે. ચોમસા ઋતુમાં વરસાદ આવે તે પહેલા તુવેરની વાવણી માટેની તૈયારીઓ પુરી કરી દેવી જેથી વરસાદ થતા તરતજ સમયસર તુવેરની વાવણી કરી શકાય, જયારે રવી ઋતુની વાવણી માટે ડાંગરની કયારીમાં યોગ્ય ભેજ હોય ત્યારે ઊંડી ખેડ કરી જમીન ભરભરી થાય તે રીતે તૈયાર કરી તરત્ત વાવણી કરવી જોઇએ. રવિ ઋતુ માટે ૧૫ મી ઓકટોબર થી ૧૦ મી નવેમ્બર સુધીમાં વાવણી કરી દેવી જોઇએ.
મગની આ રીતે કરો ખેતી, થશે બમણી આવક
રાસાયણિક ખાતર
વાવેતર લાયક જમીન તૈયાર કર્યા પછી હેકટરે ૨૫ કિલો નાઇટ્રોજન અને ૫૦ કિલો ફોસ્ફરસ આપવા. આ માટે નીચે મુજબની ખાતરની જરૂર પડશે. ખાતર બીજની નીચે પડે તે રીતે ઓરીને ચાસમાં આપવું. આ ઉપરાંત ૨૦ કિલો સ્લ્ફર આપવાથી ઉત્પાદન અને દાણાની ગુણવતામાં સુધારો થાય છે.
ખાતરનું નામ |
જરૂરી જથ્થો |
|
હેકટર |
એકર |
|
ડી.એ.પી.+ યુરીયા/એમો.સલ્ફેટ |
૧૧૦+૧૦/૨૫ |
૪૫+૪/૧૦ |
અથવા એસ.એસ.પી. + યુરીયા/એમો.સલ્ફેટ |
૩૧૩+૫૫/૧૨૫ |
૧૨૫+૨૨/૫૦ |
એસ.એસ.પી. કે એમોનીયમ સલ્ફેટ ખાતર પસંદ કરેલ હોય તો સલ્ફર અલગથી આપવાની જરૂરીયાત રહેતી નથી.
ખાલા પુરવા તથા પારવણી
કોઇ પણ પાકનું વધુ ઉત્પાદન મેળવવા માટે વાવેતર કરેલ વિસ્તારમાં નક્કી કરેલ છોડની સંખ્યા જાળવવી એ ખૂબજ અગત્યનું પરિબળ છે. તે માટે બીજનો ઉગાવો થયા બાદ જે જગ્યાએ ખાલાં જણાય ત્યાં તુરત જ બીજ વાવીને ખાલાં પુરવાં તેમજ જે જગ્યાએ છોડ વધુ ઉગી નીકળ્યા હોય ત્યાં પારવણી કરી વધારાના છોડ દૂર કરી ઉપર જણાવ્યા પ્રમાણે અંતર રાખી છોડનું પ્રમાણ અને પુરતી સંખ્યા જાળવવી. આમ કરવાથી દરેક છોડની વૃધ્ધિ અને વિકાસ સારી રીતે થશે અને પરિણામે ઉત્પાદન ખૂબજ સારૂ મળશે. તુવેર પાકમાં સ્ફુરણ થયા બાદ એક અઠવાડીયામાં ખાલા પુરવા તથા એક માસમાં થાણા દીઠ એક છોડ રાખી પારવણી કરવી.
નિંદામણ અને આંતરખેડ
પાકનું વધુ ઉત્પાદન મેળવવા તેને નિંદણમુકત રાખવો એ અતિ આવશયક બાબત છે. નિંદણમુકત પાકને જરૂરી પોષક તત્વો, પાણી, હવા અને સૂર્યપ્રકાશ મળી રહેતો હોવાથી તેનો વિકાસ સારી રીતે થવાથી વધુ ઉત્પાદન મળે છે. આ ઉપરાંત નિંદણમુકત ખેતરમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ પણ ઓછો રહે છે. આથી પાકને બે થી ત્રણ આંતરખેડ અને નિંદણ કરી તદ્ન નિંદણમુકત રાખવો. જો મજુરની અછત હોય તો નિંદણના નિયંત્રણ માટે પેંડીમીથાલીન ૫૫ મી.લી. અથવા ફલુકલોરાલીન ૪૦ મી.લી નિંદણનાશક દવા પૈકી કોઇ પણ એક દવા ૧૦ લીટર પાણીમાં ભેળવીને તુવેરની વાવણી બાદ તુરત ૧ થી ૩ દિવસમાં છંટકાવ કરવો. જેથી પાક શરૂઆતથી જ નિંદણમુકત રહેતા તેનો વિકાસ સારો થાય છે.
પિયત વ્યવસ્થા
ચોમાસુ પાકને વરસાદની ઋતુ પૂર્ણ થયા બાદ જરૂરીયાત મુજબ પાણી આપવું જેથી ઉત્પાદન સારૂ મળે. ચોમાસુ પૂર્ણ થયા બાદ એક માસ પછી પિયત આપવું અને ત્યારબાદ ૧ માસનાં અંતરે બે પિયત આપવા. જયારે શિયાળુ ઋતુની તુવેરને જરૂરીયાત મુજબ ૩-૪ પિયત આપવા. પ્રથમ પિયત વાવણી વખતે અને ત્યારબાદ દર માસે એક પિયત આપવું. ફુલ અને શીંગો અવસ્થાએ ભેજની ખેંચ ન પડે તેની ખાસ કાળજી રાખવી.
ચાલુ વર્ષે ચણાનું ઉત્પાદન 126 લાખ ટન થવાની શક્યતા
આંતરપાક તરીકે તુવેરની ખેતી
સામાન્ય રીતે તુવેરનું વાવેતર જુવાર, મગફ્ળી, સોયાબીન, ઓરાણ ડાંગર વગેરે પાકો સાથે આંતરપાક અને મિશ્રપાક તરીકે કરવામાં આવે છે. મગફળીના ઉભા પાકમાં છેલ્લી આંતરખેડ કર્યા પછી તુવેરની મધ્યમ મોડી પાકતી જાત મગફળીના બે ચાસ વચ્ચે વાવેતર કરવાથી મગફળીના ઉત્પાદનમાં ઘટાડો થયા વગર તુવેરનું વધારાનું ઉત્પાદન મેળવી શકાય છે. જેને રીલે પાક પધ્ધતિ કહેવાય છે. આ ઉપરાંત આંતરપાક પધ્ધતિમાં ઊભડી મગફળીની ૩ હાર અથવા વેલડી મગફળીની બે હાર પછી અથવા ઓરાણ ડાંગરની ૪ હાર પછી વહેલી પાકતી તુવેરની જાતની એક હારનું વાવેતર કરવાથી એકલી મગફળીના કે ડાંગરના પાક કરતાં વધુ નફો મેળવી શકાય છે. તેમજ ઓછા વરસાદની પરિસ્થિતિમાં એકલી મગફળીના પાકના ઓછા ઉત્પાદનનું જોખમ ઘટાડીતુવેરનું ઉત્પાદન પણ સાથોસાથ મેળવી શકાય છે.
કાપણી
તુવેરની ૮૦ ટકા શિંગો પાકી જાય ત્યારે સવારના સમયમાં કાપણી કરવી જેથી શિંગો ખરી ન જાય. ત્યારબાદ શિંગોને ખળામાં સૂકવી તેમાંથી દાણા કાઢવા અથવા થ્રેસરથી પણ દાણા છૂટા પાડી શકાય છે. દાણા છૂટા પાડયા બાદ તેમાં રહેલ કચરો વગેરે દૂર કરી દાણાને સાફ કરી ગ્રેડિંગ કરી દાણામાં ૮ ટકા ભેજ રહે તે પ્રમાણે સૂર્યતાપમાં સુકવી જંતુ રહિત કરીયોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો જોઇએ.
Share your comments