Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

Aloe vera Farming: ઉનાળામાં કરો કુંવારપાઠુંની ખેતી, અઢળક ઉત્પાદન સાથે થશે લાખોની આવક

કુંવારપાઠું એટલે કે એલોવેરાના છોડ જમીનની અંદર થોડી ઉંડાઈએ ઉગે છે. તેનો મૂળની ઉપરના દાંડીમાથી પાંદડા નીકળે છે. જો કે માંસલ, ફળદાયી, લીલા અને એક થી દોઢ ફૂટ લાંબા હોય છે.કુંવારપાઠુંના પાંદડાની પહોળાઈની વાત કરીઓ તો તેઓ 1 થી 3 ઈંચ અને તેની જાડાઈ અડધા ઈંચ સુધીની હોય છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો- પ્રિન્ટરિસ્ટ
ફોટો- પ્રિન્ટરિસ્ટ

કુંવારપાઠું એટલે કે એલોવેરાના છોડ જમીનની અંદર થોડી ઉંડાઈએ ઉગે છે. તેનો મૂળની ઉપરના દાંડીમાથી પાંદડા નીકળે છે. જો કે માંસલ, ફળદાયી, લીલા અને એક થી દોઢ ફૂટ લાંબા હોય છે.કુંવારપાઠુંના પાંદડાની પહોળાઈની વાત કરીઓ તો તેઓ 1 થી 3 ઈંચ અને તેની જાડાઈ અડધા ઈંચ સુધીની હોય છે. જેની અંદર ઘી જેવો ચળકતો પર્દાથ હોય છે, જેમાંથી હળવી ગંધ આવે છે અને તેઓ સ્વાદમાં કડવો હોય છે. જ્યારે તેને કાંપવામાં આવે છે, ત્યારે તેના અંદરથી પીળા રંગનું પ્રવાહી બહાર આવે છે.જેને કુમારી સાર કહેવામાં આવે છે. જણાવી દઈએ કે કુંવારપાંઠુને આયુર્વેદમાં ઘૃતકુમારી તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે મુખ્યત્વે ફ્લોરિડા, પશ્ચિમી ભારત, મઘ્ય અમેરિકા અને એશિયાના બીજા ભાગોમાં જોવા મળે છે.

ઘણા રોગોની એક દવા કુંવારપાઠું

એમ તો તેને ભારતમાં વિદેશથી લાવવામાં આવ્યું હતું પરંતુ તેઓ હવે સમગ્ર દેશમાં જંગલી છોડ તરીકે જોવા મળે છે. ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન, મઘ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં. આયુર્વેદ મુજબ ઠંડક, રેચક, ધાતુ પરિવર્તન, મજ્જામાં વધારો, કામોત્તેજક કંદવર્ધક વધારો કરનાર કુંવારપાઠુંની તેના લાભના કારણે બજારમાં ઘણી માંગણી છે. કેમ કે તેઓ આંખના રોગો, હરસ, બરોળની વૃદ્ધિ, યકૃતના રોગો, ઉલટી, તાવ, ઉઘરસ, મરડો, ચામડીના રોગો, પિત્ત, શ્વાસ, રક્તપિત્ત, કમળો, પથરી અને અલ્સરમાં ફાયદાકારક છે.આયુર્વેદની મુખ્ય દવાઓ તરીકે ઓળખાતુ કુવારપાંઠુથી અથાણુ અને તેલ તેમ જ ફેસ ક્રીમ પણ બનાવવામાં આવે છે.તેનો ઉપયોગ મુખ્યત્વે સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદનમાં થાય છે. એમ તો તેના ઉપયોગ પ્રાચીન સમયથી ત્વચાનું કાયાકલ્પ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. પરંતુ હવે વિશ્વ બજારમાં તેના ઉત્પાદનોની ભારે માંગને કારણે તેની ખેતીની જરૂરિયાત અનુભવાઈ રહી છે.આથી ગુજરાતના ખેડૂતો તેની ખેતી કરીને સારો એવો વળતર મેળવી શકાય છે.

કુંવારપાઠુંની ખેતી માટે જમીન અને ખેતરની તૈયારી

કુંવારપાઠુંની રોપણી કરતા પહેલા તેના માટે જમીન અને ખેતરની તૈયારી સારી રીતે કરવાની હોય છે. પરંતુ તેથી પહેલા અમે તમને તેના માટે અનુકુળ વાતવરણ વિશે જણાવી દઈએ. કુંવારપાઠુંની ખેતી મુખ્યત્વે ગરમ ભેજવાળી સુકી અને ગરમ આબોહવામાં કરવામાં આવે છે. તેથી ગુજરાતની જમીન તેને માટે ઉનાળામાં લાભદાયક ગણાયે છે. જો તેની જમીનની વાત કરીએ તો તેની ખેતી પિચત અને બિન પિચત બન્ને જમીનમાં કરી શકાય છે. પરંતુ તેની ખેતી હમેશાં ઉંચી જમીન પર કરવી જોઈએ તેમ જ ખેતરની ઊંડી અને સારી ખેડાણ હોવી જોઈએ. તેની ખેતી માટે જો આપણે જમીનની તૈયારીની વાત કરીએ તો વરસાદ પહેલા 20 થી 30 સે. મી.ની ઊંડાઈ સુધી એક કે બે ખેડાણ તેના માટે પૂરતું છે. ખેડતી વખતે, છેલ્લા ખેડાણ સાથે 1 થી 15 ટન ગાયનું છાણ જમીનમાં સરખે ભાગે ભેળવવું જોઈએ. તેમ જ તેની વાવણી સિંચાઈવાળા વિસ્તારોમાં શિયાળા સિવાય આખું વર્ષ કરી શકાય છે. પરંતુ તેની ખેતીનું યોગ્ય સમય જુલાઈ અને ઓગસ્ટના મહિનાને ગણવામાં આવે છે.

ફોટો- પ્રિન્ટરિસ્ટ
ફોટો- પ્રિન્ટરિસ્ટ

કુંવારપાઠુંની ખેતી માટે બીજ

કુંવારપાઠુંની બીજને 6 થી 8 રોપાઓ દ્વારા વાવવા જોઈએ. ચાર- પાંચ પાંદડાવાળા 3 થી 2 મહીના જૂના કંદનો ઉપયોગ કરીને તેનું વાવેતર કરવામાં આવે છે. એક એકર જમીન માટે લગભગ 5 હજારથી 10 હજાર સુધીની ફળીઓની જરૂર પડે છે. રોપાઓની સંખ્યા જમીનની ફળદ્રુપતા અને છોડથી છોડ અને પંક્તિથી હરોળના અંતર પર આધારિત હોવી જોઈએ. જો તેની જાતો વિશે વાત કરવામાં આવે તો એલોઈન અને જેલના ઉત્પાદનના દૃષ્ટિકોણથી, નેશનલ બ્યુરો ઓફ પ્લાન્ટ જિનેટિક રિસોર્સિસ દ્વારા કુંવારપાઠુંની ઘણી જાતો વિકસાવવામાં આવી છે. તેની નવી સુધરાયેલી જાતમાં અંકચા- એ. એલ- 1 ને વિકસવવામાં આવ્યું છે. જેની વાવણી કર્યા પછી ખેડૂતોને ગાય આધારિત ખેતી કરવી પડશે.

વાવણીની પદ્ધતિ તેમ જ સિંચાઈ

કુંવારપાઠું રોપણી માટે ખેતરમાં પટ્ટાઓ અને ચાસ બનાવવામાં આવે છે. તેમાં એક મીટરમાં બે લાઈન હોવી જોઈએ અને પછી એક મીટરની જગ્યા ખાલી રાખીને ફરીથી એક મીટરમાં બે લાઈનો નાખવામાં આવે છે. એક મીટરનું આ અંતર દળ કાપવા અને નીંદણ માટે અનુકુળ ગણવામાં આવે છે. જૂના છોડમાંથી નાના છોડને દૂર કર્યા પછી, છોડની આસપાસની જમીનને સારી રીતે દખાવી દેવી જોઈએ. વરસાદની ઋતુમાં ખેતરમાં જૂના છોડમાંથી કેટલાક નાના છોડ નીકળવા લાગે છે અને તેનો ઉપયોગ તેના મૂળ સહિત કરી શકાય છે. નવા ફળોના બગીચાઓમાં ચળવળની ખેતી આંતરખેડ માટે યોગ્ય છે. જો સિંચાઈની વાત કરવામાં આવે તો વાવણી પછી તરત જ એક પિચત આપવું જોઈએ અને બાદમાં જરૂરિયાત મુજબ પિચત આપવાનું ચાલુ રાખવું જોઈએ, કેમ કે સમયાંતરે પિચત આપવાથી પાંદડામાં જેલનું પ્રમાણ વધે છે.

પાકની લણણીથી લઈને તેની બજાર કિંમત

પાકની લણણી કેવી રીતે કરવામાં આવે છે. તેથી પહેલા આમારે તેમાં નિંદામણ વિશે જાણી લેવું જોઈએ. તેની પ્રથન નિંદામણ પાક વાવ્યાના એક મહિના પછી કરવું જોઈએ. દર વર્ષે બે થી ત્રણ નિંદામણ કરવું જોઈએ અને સમસયાંતરે નીંદણ દૂર કરતાં રહેવું જોઈએ. એમ તો આ પાક પર જીવાતો કે રોગોનો કોઈ હુમલો અત્યાર સુધી તો જોવા મળ્યો નથી. પરંચુ સાવચેત રહેવું કોઈ ખોટી બાબત નથી. ચાલો હવે વાત કરીએ તેની લણણીને લઈને, કુંવારપાઠુંની લણણી વાવેતરના એક વર્ષ પછી, રોપા પરિપક્વ થયા પછી થાય છે. તેની લણણી માટે તેના નીચલા ત્રણ પાંદડા તીક્ષણ ધારથી કાપવામાં આવે છે. જો કે દર ત્રણ- ચાર મહિને કરવામાં આવે છે. જણાવી દઈએ કે દર વર્ષે એક એકરમાંથી ખેડૂતોએ 20,000 કિલો એલોવેરા મેળવી શકાય છે. જો બજારમાં તેની કિંમતની વાત કરવામાં આવે તો વર્તમાનમાં તેના એક પાંદડાની કિંમત બજારમાં 5 થી 7 રૂપિયા છે, જો કે 20,000 કિલોના હિસાબે 15 થી 20 લાખ રૂપિયાની થાય છે. તેના સાથે જ ખેડૂત ભાઈયો તમે તેના પાંદડામાંથી એલોવેરા જેલ કાઢીને પણ વેચી શકો છો, જેની કિમત તમને પાંદડા કરતાં વધુ મળશે, કેમ કે તેના જેલથી આયુર્વેદિક દવા બનાવતી કંપનીઓએ કોસ્મેટિક ઉપ્તાદકો બનાવીને વેચે છે.  

આ પણ વાંચો: Corn Farming: ખરીફ સીઝનમાં મકાઈ ને કેમ ગણવામાં આવે છે સૌથી મહત્વપૂર્ણ પાક, જાણો

તેની ખેતીમાં નુકસાનનું કોઈ ખતરો નથી

  • કોઈ ખાસ ખર્ચ કર્યા વિના પડતર જમીન અને બિનપિયત જમીનમાં ખેતી કરીને નફો મેળવી શકાય છે.
  • તેની ખેતી માટે ખાતર, જંતુનાશક દવાઓ અને સિંચાઈની કોઈ ખાસ જરૂર નથી.
  • કોઈ પ્રાણી તેને ખાતું નથી. તેથી, તેની જાળવણી માટે કોઈ ખાસ જરૂર નથી. પ્રાણીઓ તેને ખાતા નથી પરંતુ બીજને કચડી નાખવાથી તેનો નાશ થઈ શકે છે.
  • આ પાક દર વર્ષે પૂરતી આવક આપે છે.
  • આ ખેતીના આધારે અલુવા બનાવવા, જેલ બનાવવા અને સૂકા પાવડર બનાવવા જેવા ઉદ્યોગો સ્થાપી શકાય છે. આ રીતે, વિશ્વ બજારમાં તેના સૂકા પાવડર અને જેલની વ્યાપક માંગને કારણે વિદેશી હૂંડિયામણ મેળવી શકાય છે.
  • રાજ્યમાં ચપટીના પ્રોસેસિંગની વ્યવસ્થા કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેનાથી ખેડૂતોને સારી આવક મળશે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More