Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

આખરે કાળા ઘઉંની ખેતી જ ખેડૂતોની પ્રથમ પસંદગી કેમ છે?

બદલાતા સમય સાથે ખેડૂતો ખેતી અને પાકમાં પણ ફેરફાર કરતા થયા છે. આજના સમયની વાત કરીએ તો વધુ આવક માટે ખેડૂતો ખેતીમાં અવનવા પ્રયોગો કરીને પોતાની જાતને અજમાવી રહ્યા છે. આવી સ્થિતિમાં, ઘણી વખત એવું બને છે કે તેમનો પાક અન્ય ખેડૂતો કરતા સારો અને ઉચ્ચ ગુણવત્તા વાળો હોય છે. જે માત્ર તેમને જ નહીં પરંતુ અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપે છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
black wheat
black wheat

બદલાતા સમય સાથે ખેડૂતો ખેતી અને પાકમાં પણ ફેરફાર કરતા થયા છે. આજના સમયની વાત કરીએ તો વધુ આવક માટે ખેડૂતો ખેતીમાં અવનવા પ્રયોગો કરીને પોતાની જાતને અજમાવી રહ્યા છે. આવી સ્થિતિમાં, ઘણી વખત એવું બને છે કે તેમનો પાક અન્ય ખેડૂતો કરતા સારો અને ઉચ્ચ ગુણવત્તા વાળો હોય છે. જે માત્ર તેમને જ નહીં પરંતુ અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપે છે.

આ માટે ખેડૂતો દ્વારા વિવિધ પ્રકારના પાક માટે નવી નવી જાતો ઉગાડવામાં આવી રહી છે. એ જ રીતે, દેશમાં ઉત્પાદિત મુખ્ય પાક ઘઉં અને ડાંગરમાં પણ ફેરફાર થઈ રહ્યા છે. તમને એ જાણીને ખૂબ આનંદ થશે કે આ પરિવર્તન સકારાત્મક દિશા લઈ રહ્યું છે. આજકાલ ખેડૂતોમાં કાળા ઘઉં અને કાળા ડાંગરની ખેતી તરફનો ઝોક ઘણો વધી ગયો છે. જો આપણે દેશમાં ઘઉંની જાતો વિશે વાત કરીએ, તો તેમાં ઘણી જાતો છે. આમાંની કેટલીક જાતો રોગ પ્રતિરોધક છે અને કેટલીક જાતો વધુ ઉત્પાદન આપે છે

આમ, સ્વાદની દ્રષ્ટિએ કેટલીક જાતો પણ સારી માનવામાં આવે છે તો કેટલક જાતો ઘઉંનું કદ એક સરખુ જાળવી રાખવા માટે પણ પ્રખ્યાત છે હવે હાલની વાત કરવામાં આવે તો તાજેતરમાં વિકસિત કાળા ઘઉંની જાતે તમામ ખેડૂતોનું ધ્યાન ખેંચ્યું છે. તાજેતરમાં ઘણા ખેડૂતોએ સામાન્ય ઘઉંની ખેતી છોડીને કાળા ઘઉંની ખેતી શરૂ કરી છે.

આ ઘઉંનું ઉત્પાદન અને ખેતી બંને પદ્ધતિ સામાન્ય ઘઉં જેવી છે. પરંતુ તેમાં ઔષધીય ગુણો વધુ હોવાને કારણે બજારમાં આ ઘઉંની માંગ વધારે છે, જેના કારણે મોટા ભાગના ખેડૂતો આ ઘઉંની ખેતી કરવા તરફ વળતા હોય છે.

કાળા ઘઉંના ફાયદા

જો આપણે સામાન્ય ઘઉંની સરખામણીમાં કાળા ઘઉં વિશે વાત કરીએ તો કાળા ઘઉંનો દાંણો  દેખાવમાં કાળો કે જાંબલી રંગનો હોય છે, જ્યારે તેના ગુણધર્મો સામાન્ય ઘઉં કરતાં વધુ હોય છે. એન્થોકયાનિન રંગદ્રવ્યની વધુ માત્રાને કારણે, તેમનો રંગ કાળો છે. સામાન્ય ઘઉંમાં એન્થોકયાનિનનું પ્રમાણ 5 થી 15 પીપીએમ હોય છે જ્યારે કાળા ઘઉંમાં તેનું પ્રમાણ 40 થી 140 પીપીએમ હોય છે.

કાળા  ઘઉં ઘણા પ્રકારના ઔષધીય ગુણોથી ભરપૂર છે, જેમાં એન્થ્રોસાયનિન જે કુદરતી એન્ટી-ઓક્સિડેન્ટ છે અને એન્ટીબાયોટિક મોટી માત્રામાં જોવા મળે છે. જો કાળા ઘઉંની વાત કરીએ તો તેમાં હાર્ટ એટેક, કેન્સર, ડાયાબિટીસ, માનસિક તણાવ, ઘૂંટણનો દુખાવો, એનિમિયા જેવા રોગો સામે લડવાની ક્ષમતા રહેલ છે

કાળા ઘંઉનો સ્વાદ સામાન્ય ઘઉં કરતા થોડો અલગ હોય છે. કાળા ઘઉંની વધતી માંગને જોતા સામાન્ય ઘઉંની સરખામણીએ ખેડૂતોનો ઝોક કાળા ઘઉં તરફ વધી રહ્યો છે. ઘઉંની માંગ બજારોમાં ઘણી વધારે છે અને તેની નિકાસ પણ તાજેતરના ભૂતકાળમાં નોંધપાત્ર રીતે વધી છે. જેના કારણે ખેડૂતોનું ધ્યાન હવે કાળા ઘઉંની ખેતી કરવા તરફ વધ્યુ છે. ઉત્તર પ્રદેશમાં ઘણા ખેડૂતો કાળા ઘઉંની ખેતી કરીને બમણી કમાણી કરી રહ્યા છે.

કૃષિ અધિકારીઓનું માનવું છે કે આ ઘઉં ડાયાબિટીસવાળા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. હાલમાં ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં કાળા ઘઉંના પાકની વાવણી હેઠળનો વિસ્તાર ધીમે ધીમે વધી રહ્યો છે. બીજી તરફ વૈજ્ઞાનિકોના મતે ખેડૂતોએ સીડ ડ્રીલ જેવી આધુનિક ટેકનોલોજીની મદદથી કાળા ઘઉંની વાવણી કરવી જોઈએ. તેનાથી ખાતર અને બિયારણની સારી બચત થઈ શકે છે. ઉત્પાદનની વાત કરીએ તો કાળા ઘઉંનું ઉત્પાદન પણ સામાન્ય ઘઉં જેવું જ છે. તે એકર દીઠ 10 થી 12 ક્વિન્ટલ પાકે છે

ખેડૂતો બજારમાંથી બિયારણ ખરીદી શકે છે અને વાવણી કરી શકે છે. કાળા ઘઉંનું બીજ ખરીદવા માટે તમે નીચેના સરનામે સંપર્ક કરી શકો છો-

Inaway India

93552 11101

94164 08833

આ પણ વાંચો - ધઉંની આ બે જાત છે સૌથી સારી, આપશે ઓછા પાણીમાં વધુ ઉત્પદાન

આ પણ વાંચો - ઘઉંની આ જાતો વાવો અને મેળવો વધુ ઉત્પાદન

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More