Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ખેડૂતોએ ખેતીમાં ખોટા ખર્ચથી બચવા આટલુ કરવાની જરૂર છે

ખેતીમાં ખોટા ખર્ચ ન કરવા હોઈ તો ખેડુત ભાઈઓ આપણે જાતેજ ડૉક્ટર બનવું પડશે અને જરૂર જણાશે તો કૃષિ નિષ્ણાંતો ની મદદ લેવી પડશે. પહેલા તો ખેડૂતે પોતાના ખેતર ની ફરતે રોજ એક આંટો મારીને જોવું પડશે કે અરે -અરે પાક/મોલ માં જે રંગ-રૂપ કોળ કે એની નરવાઈ જે હોવી જોઈએ એ દેખાતી નથી .

Sukhadev Thakor
Sukhadev Thakor
Farmer
Farmer

ખેતીમાં ખોટા ખર્ચ ન કરવા હોઈ તો ખેડુત ભાઈઓ આપણે જાતેજ ડૉક્ટર બનવું પડશે અને જરૂર જણાશે તો કૃષિ નિષ્ણાંતો ની મદદ લેવી પડશે. પહેલા તો ખેડૂતે પોતાના ખેતર ની ફરતે રોજ એક આંટો મારીને જોવું પડશે કે અરે -અરે પાક/મોલ માં જે રંગ-રૂપ કોળ કે એની નરવાઈ જે હોવી જોઈએ એ દેખાતી નથી . કહેવાય છે ને મિત્રો “રેસ માં ઘોડો નહીં પણ એનો અસવાર જ દોડતો હોઈ છે” અસવાર બદલાઈ જાય તો સારામાં સારો ઘોડો પણ હારી જાય છે. ખેતી કેવી થશે તેનો આધાર ખેતી કરનાર ખેડૂત કે વ્યવસ્થાપક ખેતીની આનુસંગિક બાબતોમાં કેટલી તજજ્ઞતા ધરાવે છે તેના પર નિર્ભર હોઈ છે.

ખેડૂત ભાઈઓ પહેલા તો આપણા ખેતર નું સોઇલ હેલ્થ કાર્ડ કઢાવી લેવું જોઈને અને પાણી નું પણ પૃથુકરણ કરાવી લેવું જોઈએ જેથી કરીને ખબર પડે કે આપણા ખેતર માં ક્યાં પોષક તત્વો ની ઉણપ છે જે આપણે જોઈતા પ્રમાણમાં આપી શકીએ અને અંતે ખેતી ખર્ચ માં ઘટાડો કરી શકીએ. ખેતી પાકો માં રોગ જીવાત આવવાના ઘણા કારણો છે અને તેનું નિયંત્રણ એ આપણને રોજ-બરોજ ના અનુભવ , ટીવી પર કૃષિ કાર્યક્રમો , કૃષિ- યુનિવર્સિટી દ્વારા બહાર પડતા સામયિકો, લેખો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પરથી મળતી માહિતી પરથી જ ખબર પડશે.

જો આપણી જાણ માં કોઈ સાચી સલાહ આપે એવા જાણકાર ખેડૂત હોય તો તેને વાડીયે બોલાવી પાકની બીમારી નજરો નજર દેખાડી અને એનો શું ઉપાય કરવો તેની વિગત મેળવીયે. નહીં તો તાલુકા કે જિલ્લા ના ખેતી વિસ્તરણ વિભાગો, કૃષિ યુનિવર્સિટી ના સંશોધન કેન્દ્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના કૃષિ નિષ્ણાંતો ની ટીમ કોઈ પણ જાત નો ચાર્જ લીધા વિના જરૂરી માર્ગદર્શન આપવા ખાડે પગે તૈયાર હોય છે. આપણે તેનો લાભ લેવાનું ગોઠવવું પડે.

આજે એવા કેટલાય કૃષિ વિષયક સલાહ કેન્દ્રો ના ટેલિફોન ના ફ્રી નંબર ઉપલબ્ધ છે. અને હવે તો દરેક પાસે મોબાઈલ ફોન ની પણ સુવિધા છે, તો રોગ કે જીવાત વાળા પાક નો ફોટો પાડીને પણ તેને મોકલી શકાય . એકવાર જો નિદાન પાક્કું થઇ જાય કે મોલાત અમુક ચોક્કસ જીવાત કે રોગ નો ભોગ બની છે એટલે તેને કાબુ માં લેનાર દવા અકસીર પુરવાર પડે છે. માટે હવે જો દવા છાંટવા ની થાય તો કોઈ નિષ્ણાંત ની મદદ લઇ યોગ્ય દવા નો જ છંટકાવ કરીએ .

માહિતી સ્ત્રોત - નામ : ગલ ચેતન બાલુભાઈ અભ્યાસ : M.Sc. (Agri.) Genetics and plant breeding Anand agricultural university Mo. No. 7203076415

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More