Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

મગફળી નિકાસમાં અડચણ પરિબળ એટલે આફલાટોકસીન વિષય બધી માહીતી

મગફળી એ ખૂબ અગત્યનો રોકડીયો તેલિબીયા પાક છે. વૈશ્વિક ક્ષેત્રે મગફળીના કુલ ઉત્પાદનમાં ભારતનો મહત્વનો ફાળો છે, જેમાં ગુજરાત મગફળીના ઉત્પાદનમાં આગવું સ્થાન ધરાવે છે. મગફળીમાં આફલાટોકસીન એ મગફળીની નિકાસમાં એક મહત્વનું અડચણરૂપ પરિબળ છે

મગફળી
મગફળી

મગફળી એ ખૂબ અગત્યનો રોકડીયો તેલિબીયા પાક છે. વૈશ્વિક ક્ષેત્રે મગફળીના કુલ ઉત્પાદનમાં ભારતનો મહત્વનો ફાળો છે, જેમાં ગુજરાત મગફળીના ઉત્પાદનમાં આગવું સ્થાન ધરાવે છે. મગફળીમાં આફલાટોકસીન એ મગફળીની નિકાસમાં એક મહત્વનું અડચણરૂપ પરિબળ છે

મગફળી એ ખૂબ અગત્યનો રોકડીયો તેલિબીયા પાક છે. વૈશ્વિક ક્ષેત્રે મગફળીના કુલ ઉત્પાદનમાં ભારતનો મહત્વનો ફાળો છે, જેમાં ગુજરાત મગફળીના ઉત્પાદનમાં આગવું સ્થાન ધરાવે છે. મગફળીમાં આફલાટોકસીન એ મગફળીની નિકાસમાં એક મહત્વનું અડચણરૂપ પરિબળ છે. મગફળી ઉગાડતા ખેડૂતો કીટક અને રોગથી થતી નુકશાની જાણે છે, પણ અફલાટોસીનની સમસ્યાથી અજાણ છે કારણકે, આ પ્રકારનું નુકશાન આંખે દેખી શકાય તેવું નથી. આફલાટોકસીન એક પ્રકારનું માયકોટોકસીન (ફૂગ દ્વારા ઉત્પન્ન થતું ઝેર) છે, જે એસ્પરજીલસ ફલેવસ અને એસ્પરજીલસ પેરાસાયટીકસ નામની ફુગથી ઉત્પન્ન થાય છે. આ બંને ફુગના ચેપથી મગફળીના ડોડવા અને દાણામાં એક પ્રકારનું ઝેરી તત્વ ઉત્પન્ન થાય છે, જેને આફલાટોકસીન કહેવામાં આવે છે.

1990માં ઈંગ્લેન્ડમાં પોલ્ટ્રીફાર્મમાં થયેલ ‘ટર્કી એક્સ’ રોગનાં કારણે આફ્લાટોક્સિનનાં સંશોધનોની શરૂઆત થઇ હતી. ભારતમાં પણ પોલ્ટ્રીમાં આફ્લાટોક્સિકોઝના કેટલાક ફેલાવો નોંધાયા છે. મગફળીમાં જુદા જુદા ૧૩ પ્રકારનાં આફલાટોકસીન જે મનુષ્ય માટે સૈાથી વધારે નુકશાનકારક છે. આ આફલાટોક્સિનના ચાર મુખ્ય પ્રકારો છે.: બી૧, બી૨, જી૧ અને જી૨. આ ઝેર મનુષ્યમાં કેન્સર, હેપેટાઈટીસ-બી અને અનુવંશિક ફેરફાર જેવી ભયંકર બિમારી પેદા કરે છે. તેથી વિશ્વ વ્યાપાર સંઘે તેના પર કડક પ્રતિબંધો લગાડેલ છે. મગફળીની નિકાસમાં આ આફલાટોકસીન એક મહત્વનું અડચણરૂપ પરિબળ છે.

આફલાટોકસીનથી મગફળીની અસરગ્રસ્ત પેદાશો

સોલવન્ટ (દ્રાવક) દ્વારા નિષ્યંદિત તેલ સિવાયની મગફળીની દરેક પ્રકારની પેદાશોમાં આફલાટોકસીન ભળી શકે. જે અંગેની યાદી અત્રે આપેલ છે.

  • ચિમળાયેલ તથા નુકશાન પામેલ મગફળીના ડોડવા.
  • તેલ વગરનો (ડી-ઓઈલ્ડ) મગફળીનો ખોળ.
  • મગફળીનું માખણ અને અન્ય પેદાશો.
  • બરાબર ફીલ્ટર કરેલ ન હોય તેવું તેલ.
મગફળીનો પાક
મગફળીનો પાક

આફલાટોકસીન જમા થવાનાં પરીબળો:

૧. જૈવિક પરીબળો:

રોગોની ટકવાની નબળી શકિત ધરાવતી જાત અને વધુ ઉત્પન્ન કરતી ફુગની પ્રજાતીને જૈવિક ભાગ તરીકે ગણી શકાય. આવી રોગગ્રાહી જાતમાં ફુગ ચોવીસથી છત્રીસ કલાકમાં આછા લીલા રંગની અને પુષ્કળ બીજાણું ઉત્પન થયેલા જોવા મળે. પછીના છ થી આઠ દિવસમાં મગફળીના બિયારણ કે ઉપપેદાશમાં આફલાટોકસીનનો વધારો જોવા મળે. આ ઉપરાંત, ખેડૂતો આવા મગફળીનાં બિયારણનો વાવણીમાં ઉપયોગ કરે તો બીજા વર્ષે પણ ખેતરમાં આ રોગ આવવાની શક્યતા રહે છે.

જે ખેડૂતોએ મગફળી અને બાજરાની ખેતી કરી છે તેઓએ જુલાઈ માસમાં આ આ કાર્યો અવશ્ય કરવા

૨. વાતાવરણીય ઘટકો:

વાતાવરણ, જમીનનું ઉષ્ણતામાન, ભેજ, પાકની છેલ્લી અવસ્થાએ પાણીની ખેંચ, ડોડવાને ખેત ઓજારોથી આંતરખેડ વખતે થતું નુકશાન વગેરે મુખ્ય વાતાવરણીય ઘટકો છે. આના દ્વારા ફુગની વૃધ્ધિ અને આફલાટોકસીનનો વધારો  થાય છે.

૩. મગફળી ઉપાડતી વખતેની પરીસ્થિતિ:

વધુ પડતા પરિપકવ ડોડવામાં ફુગ તથા ઝેર ભળવાની શકયતા વધે. આંતર ખેડથી ડોડવાને નુકશાન અને મગફળી ઉપાડયા પછીનો વરસાદ જે પાથરાના ભેજ વધારવાથી ફુગની વૃદ્ધિ વધારે છે. જયારે મગફળી સુકવવાની અપુરતી સગવડ હોય ત્યારે મગફળી પાથરામાં સુકવવી હિતાવહ છે.

૪. સંગ્રહસ્થાનોની પરીસ્થિતિ:

સંગ્રહમાં મગફળીની નુકશાનીને નિવારવા માટે મગફળીમાં શરૂઆતનો ભેજ, બીજને ઈજા નિયંત્રણ, પીપનો પ્રકાર અને સંગ્રહના ગાળા પર નિર્ભર છે. ભેજ, ઉષ્ણતામાન, સમય અને સંગ્રહ સ્થાનોમાં હવાની અવર જવર ફુગની વુદ્ધિ ઉપર ખુબ અસર કરે છે.

મગફળીનો વાવેતર
મગફળીનો વાવેતર

મગફળીમાં આફલાટોકસીન ભળવાની શકયતા વધવાના કારણો:

  • પાકની પાછલી અવસ્થામાં ખાસ કરીને ડોડવામાં દાણા ભરાતી વખતે પાણીની ખેંચ પડવી.
  • મગફળીના ઉભા પાકમાં ખેડ અને નિંદામણથી ડોડવાને યાંત્રિક નુકશાની થવી.
  • મગફળીને ખેતર કે ગોડાઉનમાં ભોટવા, ઉધઈ કે ડોડવાના સડાથી થતુ નુકશાન.
  • મગફળી ઉપાડતી વખતે ભારે અને / અથવા સતત વરસાદ.
  • અપરિપકવ મગફળી ઉપાડવી તથા ઉપાડવામાં મોડુ કરવું.
  • મગફળીની સુકવણી વખતે ભેજવાળુ વાતાવરણ.
  • મગફળીનાં દાણામાં ટકા કરતા વધારે ભેજ.
  • ગરમ અને ભેજવાળી જગ્યાએ સંગ્રહવા, સંગ્રહ કરવાની ખોટી રીત.

નિયંત્રણ:

  • શકય હોય તો પાકની પાછલી અવસ્થાએ દુષ્કાળની પરિસ્થિતિમાં પિયત આપવું. કારણ કે, પાણીની ખેંચના કારણે આ પ્રકારની સમસ્યા વધે છે.
  • નિંદામણ અને મગફળી ઉપાડતી વખતે ડોડવાને ઈજા થતી અટકાવો. મગફળી બરાબર પાકે પછી જ ઉપાડો, વધારે પડતી પાકેલ મગફળીમાં આ સમસ્યાની શકયતા વધારે રહેલી છે.
  • મગફળીના જથ્થામાંથી ફુગ લાગેલ તથા નુકશાન પામેલ ડોડવા દુર કરો.
  • રોગીષ્ટ છોડની તથા જમીનની મગફળી સારી તંદુરસ્ત મગફળી સાથે ભળતી અટકાવો.
  • જમીનજન્ય રોગ અને જીવાતનું નિયંત્રણ કરો.
  • શકય હોય તો મગફળી ઉપાડતી વખતે વરસાદ ન નડે તે રીતે વાવેતરનો સમય નકકી કરો.
  • ડોડવાને ૮ ટકાથી ઓછો ભેજ રહે તેમ ઝડપથી સુકવી સંગ્રહ કરો.
  • સુકી અને ભેજ વગરની જગ્યામાં કોઠારની જીવાત તથા ફુગની વૃધ્ધિ અટકાવી સંગ્રહ કરો.
  • એક દાણાવાળા, ચિમળાયેલા અને ઝાંખા પડી ગયેલા દાણાવાળા ડોડવા દુર કરો.

Related Topics

Penatus Aflatoxin Farming Farmer

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More