ખારેક/ખજૂર એ દુનિયાનું સૌથી જૂનું ફળ છે. જેની ખેતી આશરે ૪૦૦૦-૫૦૦૦ વર્ષ પહેલાથી કરવામાં આવે છે. ઈરાકમાં આવેલ ઉર પાસેના ભગવાન સૂર્યનું મંદિર તેની સાબિતી છે. આરબ દેશોમાં આ ફળને મુખ્ય ખોરાક તરીકે માનવામાં આવે છે. તાજી ખારેક અને સૂકી ખારેક એ એક જ ઝાડમાંથી મળે છે પણ ફળની પરિપક્વ અવસ્થા અને રંગ પ્રમાણે તેના જુદાં જુદાં નામો છે.
ખારેક/ખજૂર એ દુનિયાનું સૌથી જૂનું ફળ છે. જેની ખેતી આશરે ૪૦૦૦-૫૦૦૦ વર્ષ પહેલાથી કરવામાં આવે છે. ઈરાકમાં આવેલ ઉર પાસેના ભગવાન સૂર્યનું મંદિર તેની સાબિતી છે. આરબ દેશોમાં આ ફળને મુખ્ય ખોરાક તરીકે માનવામાં આવે છે. તાજી ખારેક અને સૂકી ખારેક એ એક જ ઝાડમાંથી મળે છે પણ ફળની પરિપક્વ અવસ્થા અને રંગ પ્રમાણે તેના જુદાં જુદાં નામો છે.
પૃથ્વી પરનાં કર્કવૃત પર આવેલા વિવિધ દેશોમાં ખારેકની ખેતી થાય છે જેમ કે, ઈજીપ્ત,ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા, અલ્જિરીયા, સુદાન, પાકિસ્તાન, લીબીયા, ઓમાન, મોરોક્કો, યુનાઈટેડ અરબ એમરેટસ, યુ.એસ.એ.(કેલીફોર્નિયા) અને ઈઝરાયેલ. ભારતમાં વ્યાપારિક ધોરણે ખારેકની ખેતી માત્ર કચ્છ જિલ્લામાં જ થાય છે અનેઆશરે ૫૦૦ વર્ષથી ખારેકની ખેતીકરવામાં આવે છે. કચ્છ જિલ્લામાં અંજાર, મુંદ્રા, માંડવી, રાપર, ભચાઉ, ભુજ વગેરે તાલુકામાં ખારેકની ખેતી મત્ર બીજ વાવીને કરવામાં આવે છે. કચ્છમાં આશરે ૨૦ લાખ ઝાડ હોવાનું મનાય છે. હાલની પરિસ્થિતિ જોઈએ તો ખારેકની વહેલી પાકતી જાતો કે જેને ઓછી ગરમીની જરૂર પડે છે તેવી જાતોનું ટીસ્યુકલ્ચરના રોપા દ્વારા વાવેતર કરવામાં આવે તો ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં તેની ખેતી શક્ય છે.
ખારેકનું મહત્વ :-
ખારેક એ એકદળી અને શાખા વગરનું ઝાડ છે જે આશરે ૧૦-૧૨ મીટર જેટલી ઉંચાઈ સુધી વધે છે અને જીવનકાળ દરમ્યાન ૫ થી ૧૫ પીલા પેદા કરે છે. જેથી પવન સામે ટક્કર જીલી શકે છે. તેમજ ઓછા પાણીમાં પણ ખારેક પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. પરંતુ સારૂં ઉત્પાદન મેળવવા માટે પુષ્કળ પાણી જોઈએ છે. પુખ્ત ઝાડમાં ૮૦-૧૦૦ પાન હોય છે અને દરેક પાનનું આયુષ્ય ૩ થી ૭ વર્ષનું હોય છે. ખારેક સામન્ય રીતે ૪-૫ વર્ષે ફળ આપવાનું શરૂ કરે છે અને ૬૦-૭૦ વર્ષની ઉંમર સુધી ઉત્પાદન આપે છે. ખારેકનાં ફળો પીળા કે લાલ રંગના જોવા મળે છે. ખારેકમાંથી શર્કરા, કાર્બોદિત, રેસા, કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહ વગેરે સારા પ્રમાણમાં મળે છે. ખારેકને કચ્છનું કલ્પવૃક્ષ કહેવાય છે. તેના પાનમાંથી સાવરણી,સીંદરીઓ,સાદડી, છાબડી, રમકડાં, દોરડા તેમજ આભોષણો બનાવવામાં આવે છે. પાન અને થડનો છાપરા બનાવવામાં તેમજ અછતના વર્ષોમાં પશુના ચારા માટે ઉપયોગ કરવામાં આવે છે. સૂકા પાંદડાઓનો બળતણ તરીકે પણ ઉપયોગ થાય છે. ઝાડના થડનાં રસમાંથી નીરો બનાવાય છે.આ નીરામાંથી ગોળ પણ બનાવવામાં આવે છે.
કચ્છમાં ખારેક ખલાલ અવસ્થાએ ઉતારવામાં આવે છે. ખલાલ અવસ્થાના તાજા ફળોમાંથી કૃત્રિમ રીતે સૂકી ખારેક અને ખજૂર બનાવી શકાય છે. આ ઉપરાંત ખારેકમાંથી તાજું પીણું, મધ(સીરપ), ખારેકનો માવો, અથાણું, જામ, જેલી વગેરે બનાવી શકાય છે તેમજ ખારેકના માવાનો ઉપયોગ આઈસ્ક્રીમ બનાવવામાં કે ફલેવર તરીકે પણ વપરાય છે.
હવામાન :-
ખારેકની સફળ ખેતી માટે હિમ વગરનો ઠંડો શિયાળો અને વધુ ગરમીવાળો ઉનાળો ખાસ જરૂરી છે. ખારેકનું ઝાડ મહત્તમ ૫૦° સે. તાપમાન અને ઓછામાં ઓછું ૭° સે. તાપમાન સહન કરી શકે છે. ફૂલ આવવાથી ફળ પરિપક્વ સુધીના સમયગાળા દરમ્યાન વરસાદ વગરનું તેમજ ભેજરહિત ગરમ હવામાન હોવું જોઈએ જેથી ફળોમાં રોગ જિવાત ઓછા આવે. આમ ફૂલથી ફળ બને ત્યા સુધીમાં ૨૫°સે. થી ૩૯°સે. તાપમાન ઉત્તમ ગણાય.ફળોને વરસાદથી થતા નુકશાનથી બચાવવા માટે નીચેથી ખુલ્લી પ્લાસ્ટિકની કોથળી કે પાણીથી ખરાબ ન થાય તેવા વોટરપ્રૂફ કાગળ લૂમની ઉપર લગાડી દેવા.
જમીન :-
ખારેકને સારી નિતારવાળી પરંતુ ભેજસંગ્રહ શક્તિ વધુ હોય તેવી રેતાળ-ગોરાડું જમીન વધુ અનૂકુળ આવે છે. અન્ય પાકની સરખામણીમાં જમીનમાં ક્ષારનું પ્રમાણ ૪ % જેટલું હોય તો આ ઝાડ સહન કરી શકે છે. પરંતુ ઝાડની વૃધ્ધિ અને ઉત્પાદન પર અસર કરે છે. વધું ઉત્પાદન મેળવવા માટે સારી જમીન અને સારું પાણી હોવું જરૂરી છે.
પ્રસર્જન :-
ખારેકનું પ્રસર્જન ત્રણ રીતે થઈ શકે છે. ૧) બીજથી ૨) પીલાથી ૩) ટીસ્યુકલ્ચર પધ્ધ્તિ.
- બીજથી પ્રસર્જન કરવામાં આવે તો ૫૦-૬૦% નર છોડ મળે છે તેમજ ૪૦% માદા છોડ મળે છે તેમજ માદા છોડમાં વિવિધતા જોવા મળે છે. તેથી બીજથી વાવેતર કરવું હિતાવહ નથી.
- પીલા એ સામાન્ય રીતે પાન અને થડની વચ્ચેથી નીકળતી કક્ષકલિકાનું રૂપાંતરણ છે. જે જમીનની સપાટીથી સહેજ નીચેનાં ભાગનાં પાનનાં પાયાનાં કક્ષમાંથી નીકળે છે. ઝાડને જો પૂરતી માવજત અને ખાતર મળે તો ૧૨ થી ૧૫ વર્ષના ગાળા દરમ્યાન ૫ થી ૧૫ પીલા મળે છે. આ પીલા રોપીને વાવેતર કરવામાં આવે તો તે ઝાડ માતૃછોડના તમામ ગુણધર્મો ધરાવે છે.
- ટીસ્યુકલ્ચર દ્વારા પ્રસર્જન કરી મોટા પાયે અને સારૂં ઉત્પાદન મેળવી શકાય છે. તેમજ ફળના ગુણધર્મો માતૃછોડ જેવા જ અને રોગમુક્ત મળે છે. હાલમાં કચ્છ વિસ્તારમાં બારહી જાતનું વાવેતર આ પધ્ધ્તિથી હાથ ધરાયેલ છે.
ચણાની ઉન્નત પદ્ધતિ અપનાવો અને મેળવો વિપુલ ઉત્પાદન
જાતો :-
ભારતમાં હાલ ૪૦ જેવી ખારેકની જાતો ઉપલબ્ધ છે. જે પૈકી કચ્છ માટે બારહી, હલાવી, ખદ્રાવી, સામરાત, ઝાહીદી, મેડઝૂલ, જગલૂલ, ડેગલેટનુર અને ખલાસ જાતો આશાસ્પદ છે. આ બધી જાતોમાંથી બારહી જાત સારી ગુણવત્તાવાળી છે, જે ઈરાકની જાત છે, જેના ફળનો આકાર સોપારી જેવો ગોળ અને રંગ પીળો હોય છે, ખાવામાં ખૂબ જ મીઠી હોય છે તેમજ પુખ્ત વયના ઝાડ સરેરાશ ૧૦૦-૧૨૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.
પિયત :-
ખારેકના ઝાડને શિયાળામાં ૧૫ દિવસે અને ઉનાળામાં ૭-૮ દિવસનાં ગાળે પિયત આપવું જોઈએ. જમીનમાં પાણીનું તળ ઉંચું હોય તો આ ઝાડની ખેતી બિનપિયત પણ થઈ શકે છે. આ ઝાડના મૂળ ખૂબ ઊંડા જતા હોવાથી તે જમીનના તળમાં જો પાણી હોય તો પિયત મેળવી લે છે. આ ઝાડને પુષ્કળ પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહે છે.
ખાતર :-
ખારેકના પુખ્ત ઝાડને દર વર્ષે ૫૦ થી ૧૦૦ કિ.ગ્રા. છાણિયું ખાતર અને રાસાયણિક ખાતરોમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટશ ૧:૧:૧ કિ.ગ્રા. ના પ્રમાણમાં ખોળ સ્વરૂપે ઝાડદીઠ ચોમાસાની શરૂઆતમાં આપવાં જોઈએ.
છાંટણી તથા પારવણી:-
ખારેકમાં માત્ર સૂકા પાનની છાંટણી કરવી જોઈએ. ફલીનીકરણ અને ફળોને ઉતારવાની કામગીરીમાં સરળતા રહે તે માટે પાન પરના સોયાની પણ છંટણી કરવી પડે છે. આ છાંટણી સામાન્ય રીતે ફલીનીકરણના સમય પહેલાં ડીસેમ્બર-જાન્યુઆરી માસમાં કરવામાં આવે છે.
ફળોનું કદ તેમજ ગુણવત્તા વધારવા માટે ફળોની પારવણી કરવી જોઈએ. ફળોની પારવણી ખારેકનું ફળ ચણા જેવડું હોય ત્યારે ત્રણ રીતથી થઈ શકે છે. ૧) લૂમમાંથી ત્રીજા ભાગની સાંકળો કાઢી નાખવી. ૨) આખી લૂમની દરેક સાંકળ ત્રીજા ભાગની કાપી નાખી સરખી કરવી. ૩) એક લૂમમાંથી અમુક ફળો કાઢી નાખવામાં આવે છે.
આંતર પાકો અને મિશ્ર પાકો :-
ખારેકનું વાવેતર ૮ × ૮ અથવા ૧૦ × ૧૦ મીટરના અંતરે પીલાથી કરવામાં આવેલું હોય તો શરૂઆતના ત્રણ વર્ષ સુધી ઉત્પાદન મળતું નથી અને ઝાડનો ઘેરાવો ઓછો હોવાથી બે ઝાડ વચ્ચેની ખુલ્લી જગ્યામાં શાકભાજી, ઘાસચારા કે કઠોળ વર્ગનાં પાકો લઈ શકાય તેમજ મિશ્ર પાકો તરીકે ખારેકનાં બગીચામાં લીંબુ વર્ગનાં બીજોરૂ અને ચીકુનો પણ ઉછેર કરી શકાય છે.
દિવાળી પર ભૂમિહીન ખેડૂતોને સરકારની ભેટ, આપશે ખેતી કરવા માટે જમીન
ઉત્તમ ફળની લાક્ષણિકતાઓ :-
૧) તાજા ફળો તૂરા ન હોવા જોઈએ અને તેના ઝાડ નિયમિત વધુ ઉત્પાદન આપતાં હોવા જોઈએ.
૨) ફળ વહેલા પરિપક્વ (ખલાલ) થતાં હોવા જોઈએ.
૩) ફળમાં વધુ શર્કરાના ટકા હોવા જોઈએ અને સ્વાદમાં મીઠાં હોવા જોઈએ.
૪) ફળ બગડે નહિ તેવા એટલે કે વરસાદ સહન કરી શકે તેવા હોવા જોઈએ.
૫) ફળમાંથી સૂકી ખારેક કે ખજૂર બનાવી શકાય તેવા હોવા જોઈએ.
૬) ફળ તેની ટોપીમાં ટકાઉ હોવા જોઈએ.
ઉત્પાદન :-
ખારેકમાં ફળ ઉત્પાદન ઝાડની ઉંમર અને તેની જાત ઉપર આધાર રાખે છે. કચ્છમાં બીજ દ્વારા પ્રસર્જન થયેલા ઝાડમાંથી ૫૦ થી ૩૦૦ કિલોગ્રામ ફળ ઉત્પાદન મળે છે. સામાન્ય રીતે પુખ્ત વયનું ઝાડ આશરે ૧૦૦-૨૦૦ કિલોગ્રામ તાજી ખારેકનું ઉત્પાદન આપે છે.
પાક સંરક્ષણ :-
ખારેકને એકમાત્ર રોગ ગ્રાફિયોલા લીફસ્પોટ જોવા મળે છે. ભેજવાળા વાતાવરણને લીધે આ રોગ થાય છે જેથી રોગપ્રતિકારક જાતોનું વાવેતર કરવું.ખારેકમાં થતી જીવાતોમાં નાળિયેરીના કાળા માથાવાળી ઈયળ, તાડનું લાલ સૂઠિયું અને ગેંડા કીટક જોવા મળે છે. જેમાં નાળિયેરીના કાળા માથાવાળી ઈયળ પાનના નીચેના ભાગમાં રહીને પાનનો લીલો ભાગ ખાતી હોવાથી તે ભાગ સૂકાઈ જાય છે. જેથી ઉપદ્રવવાળા પાન કાપી તેનો ઈયળો સાથે બાળીને સામૂહિક રીતે નાશ કરવો. તાડનું લાલ સૂઠિયાના દેશી ઉપાય તરીકે ગોળ અને પાણીનું મિશ્રણ બનાવી શરૂઆતના ઉપદ્રવવાળા થડના કાણાંથી જમીન સુધી આ પાણી છાંટવાથી કીડીઓ આવશે જે કીડીઓ આજીવાતનો નાશ કરશે.
Share your comments