Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ટામેટાના છોડને બચાવવા માટે સંકલિત જીવાત વ્યવસ્થાપન અપનાવો

મનુષ્યના રોજિંદા આહારમાં ખુબ જ અગત્યનું સ્થાન ધરાવતા ટમેટાના રોકડીયા પાક તરીકે દરેક જિલ્લામાં વાવેતર થાય છે. ટામેટા ના છોડના વિકાસ સાથે જુદી જુદી જીવાતોનું નુકશાન જોવા મળે છે. આ જીવાતના નિયંત્રણ માટે સંકલિત જીવાત વ્યવસ્થાપન અપનાવવુ જોઇએ.

‌‌‌‌‌‌‌‌‌‌‌મનુષ્યના રોજિંદા આહારમાં ખુબ જ અગત્યનું સ્થાન ધરાવતા ટમેટાના રોકડીયા પાક તરીકે દરેક જિલ્લામાં વાવેતર થાય છે. ટામેટા ના છોડના વિકાસ સાથે જુદી જુદી જીવાતોનું નુકશાન જોવા મળે છે. આ જીવાતના નિયંત્રણ માટે સંકલિત જીવાત વ્યવસ્થાપન અપનાવવુ જોઇએ.

‌‌‌‌‌‌‌‌‌‌‌મનુષ્યના રોજિંદા આહારમાં ખુબ જ અગત્યનું સ્થાન ધરાવતા ટમેટાના રોકડીયા પાક તરીકે દરેક જિલ્લામાં વાવેતર થાય છે. ટામેટા ના છોડના વિકાસ સાથે જુદી જુદી જીવાતોનું નુકશાન જોવા મળે છે. આ જીવાતના નિયંત્રણ માટે સંકલિત જીવાત વ્યવસ્થાપન અપનાવવુ જોઇએ.

(૧) લીલી ઈયળ :

આ જીવાતના ઈંડા પીળાશ પડ્તા સફેદ રંગના હોય છે. ઈયળના રંગમાં લીલાશથી ભૂખરા રંગની વિવિધતા જોવા મળે છે. તે ઘેરા બદામી રંગની અને બંને બાજુએ કાળા રંગની રેખા ધરાવતી હોય છે.કોશેટા અવસ્થા જમીનમાં પસાર કરે છે. માદા કીટક ઝાંખા પીળાશ પડતા તપખરીયા રંગની હોય છે. તેની આગળની પાંખો ઝાંખા બદામી રંગની અને તેના મધ્યમાં એક ભૂખરા રંગનું ગોળાકાર ટપકું હોય છે. ઈંડામાંથી નીકળેલ નાની ઈયળ કુમળા પાનને ખાય છે, અને મોટી ઈયળ ફળને નુકશાન કરે છે. જયારે ફળ બેસે ત્યારે કાણું પાડી શરીરનો અડધો ભાગ ફળની બહાર રાખી અંદરનો ગર્ભ કોરી ખાય છે. એક જ ઈયળ ૨‌‌૮ ફળને નુકશાન કરતી હોવાથી ઈયળ સંખ્યામાં ઓછી હોવા છતાં વધુ નુકશાન જોવા મળે છે.

ખેતીલાયક જમીન થઈ રહી છે ઓછી,વસ્તી વધીને થઈ ગઈ બમણી

(૨) પાનકોરીયું :

આ જીવાતની ઈયળ નાની, પીળાશ પડ્તા નારંગી રંગની પગવિહોણી હોય છે. તે પાનના બે પડની વચ્ચે રહીને સર્પાકાર પાનનો લીલો ભાગ કોરી ખાય છે. જેના કારણે પાન સુકાઈને ખરી પડે છે. વધુમાં છોડ્ની પ્રકાશસંલેષણની ક્ષમતા ઘટી જાય છે. જેથી છોડનો વિકાસ રૂંધાય છે. કોશેટા પીળાશ પડતા ભૂખરા રંગના હોય છે.પુખ્ત કીટક આછા પીળા રંગનુ હોય છે.

 (૩) પાન ખાનાર ઈયળ:

આ જીવાતનું ફુદું આછા ભૂખરા રંગનું હોય છે.ઈંડામાંથી નીક્ળેલ ઈયળ શરૂઆતમાં ઝાંખા લીલાશ પડત ભૂખરા રંગની હોય છે જે સમય જતા કાળા ભૂખરા રંગની થાય છે. શરૂઆતની અવસ્થામાં ઈયળો ધરૂવાડીયામાં તથા ખેતરમાં કુમળા પાન ખાય છે. નાની ઈયળો પાનનો લીલો ભાગ ખાઈને પાનને જાળી જેવા બનાવી દે છે. મોટી ઈયળો ખુબ જ નુકશાન કરે છે.આ  ઈયળો રાત્રીના સમયે નુકશાન કરે છે, અને દિવસ દરમ્યાન જમીનની તિરાડોમાં સંતાઈ રહે છે.

(૪)સફેદ માખી:

આ જીવાત કદમાં નાની, સફેદ પાંખવાળી અને પીળા રંગનો ઉદર પ્રદેશ ધરાવે છે. બચ્ચાં અને પુખ્ત બંને પાનની નીચેની સપાટીએ રહીને રસ ચૂસે છે  જેથી છોડનો વિકાસ રૂંધાય છે.આ જીવાત કોકડવા રોગના વાહક તરીકે કામ કરે છે.

(૫) ચિકટો :

આ જીવાતની માદા પાંખો વગરની, લંબગોળ અને સફેદ મીણનું આવરણ ધરાવે છે જે સમૂહમાં કોથળીમાં ઇડા મૂકે છે. જયારે નર એક જોડી પાંખ ધરાવે છે. બચ્ચાં પીળાશ પડતા મીણનું આવરણ ધરાવતા અને સફેદ મીણના બે તાંતણાવાળી પૂંછડી ધરાવે છે. પુખ્ત અને બચ્ચા પાન અને ડાળી પર રહીને રસ ચૂસે છે પરિણામે પાન સુકાઇને ખરી પડે છે.

૬) સાઉથ અમેરીકન પીનવર્મ

ઈયળ : પ્રથમ અવસ્થાની ઈયળો આછા ગુલાબી રંગની તથા કાળા માથાવાળી હોય છે. બીજી અને ત્રીજી અવસ્થા દરમ્યાન આ ઈયળો લીલા અને ગુલાબી રંગની જોવા મળે છે. છેલ્લી અવસ્થામાં ઈયળનો રંગ લીલાશ પડતો અને માથુ કાળાશ પડતા રંગનું હોય છે.ઈયળ અવસ્થામાં ચાર વખત નિર્મોચન કરી કોશેટોમાં પરિણમે છે.

પુખ્ત: નરપુખ્ત કીટકમાં ઉદરનો ભાગ નાનો અને અણિવાળો જયારે માદા કીટકમાં ઉદર ભાગ મોટો અને ભારે હોય છે. નર કીટક ઉદરના ભાગપર રાખોડી રંગના જ્યારે માદા કીટક દૂધીયા રંગના વાળ ધરાવે છે.

માંગ વધતા એગ્રો કેમિકલ ઉદ્યોગમાં તેજીની સંભાવના

નુકશાન :

આ જીવાતનો ઉપદ્રવ ટામેટાની ધરૂવાડિયામાં તથા રોપાણ કરેલ ટામેટીમાં જોવા મળે છે.પ્રથમ અવસ્થાની ઈયળ પાનનાં બે પડ વચ્ચે ઉતરી નીલકણો ખાય છે જેથી તે ભાગ સુકાઈ જાય છે. આ ભાગ પર ચાઠા પડેલ હોય તેવું દેખાય છે. અને તે પણ વાંકાચૂકા ધાબ્બા પેટે જોવા મળે છે. ઈયળ મોટી થતાં અગ્ર કલીકા , પાન , ડૂંખ , ફૂલ , ફળ વગેરેમાં કાણા પાડી ખૂબ જ નુકશાન કરે છે. આવા ઉપદ્રવિત ભાગો પર જીવાતની હગારનાં ધાબ્બા જોવા મળે છે. ઘણી વખતે આ ઈયળો ફળમાં પણ ઉતરી જાય છે. વધુ ઉપદ્રવમાં ઉત્પાદન અને ગુણવતા પર અસર થતાં બજારભવ પર વિપરિત અસર પડે છે.  ભારે ઉપદ્રવ વખતે લગભગ બધા જ છોડ પર તેનું નુકશાન થતું હોય છે. આ ઈયળ પાનનાં બે પડ વચ્ચે રહી નુકશાન કરતી હોવાથી તેનું નિયંત્રણ કરવું મુશ્કેલ બને છે. આ જીવાતનો ઉપદ્રવ ટામેટી ઉપરાંત બટાટા ,રીંગણ, તમાકુ વગેરેમાં પણ જોવા મળે છે. ધતુરા તથા સોલેનેસીયસ કુળનાં નીંદણમાં પણ તેનો ઉપદ્રવ જોવા મળે છે.

સંકલિત જીવાત વ્યસ્થાપન

  • ઉનાળામાં ઊંડી ખેડ કરવી જેથી જમીનમાં રહેલા લીલી ઈયળ અને લશ્કરી ઈયળના કોશેટા ઉપર આવશે અને સૂર્યના તાપથી કે પરભક્ષી પક્ષીઓ દ્રારા નાશ પામશે.
  • પાનકોરીયાના નિયંત્રણ માટે ધરૂવાડીયામાં કાર્બોફ્યુરાન ૩% દાણાદાર દવા હેકટરે ૩૦ કિલોગ્રામ પ્રમાણે આપવી.
  • લીલી ઈયળના નિયંત્રણ માટે ધરૂવાડીયામાં કાર્બોફ્યુરાન ૩% દાણાદાર દવા હેકટરે ૩૦ કિલોગ્રામ પ્રમાણે આપવી.
  • લીલી ઈયળના નિયંત્રણ માટે પીળા ફૂલવાળા હજારીગોટા પિંજર પાક તરીકે પાકની ફરતે તેમજ અંદર રોપાણ કરવાથી આ જીવાતની માદા ફુદી હજારી ગોટાના ફૂલ અને કળી ઉપર ઈંડા મૂકવાનું વધુ પસંદ કરે છે. આવા ઈંડા સહિતના ફૂલો અને કળીઓ નિયમિત રીતે તોડી લેવાથી ભાવિ પેઢી આગળ વધતી અટકાવી શકાય છે.
  • ચૂસિયા પ્રકારની જીવાતને આકર્ષતા પીળા ચીકણા ટ્રેપનો ઉપયોગ કરવો.
  • પાન ખાનાર ઈયળની માદા ફુદી સમૂહમાં ઈંડા મૂકતી હોવાથી આવા ઈંડા અને નાની ઈયળોના સમૂહને વીણીને તેનો નાશ કરવો.
  • લીલી ઈયળન અને પાન ખાનાર ઈયળના નર ફુદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦ પ્રમાણે ગોઠવવા અને લ્યુર દર ૨૧ દિવસે બદલવી.
  • લીંબોળીની મીંજમાંથી બનાવેલ ૫% નો અર્ક(૫૦૦ ગ્રામ મીંજનો ભૂકો/૧૦ લિટર પાણી) નો ૧૫ દિવસના અંતરે છંટકાવ કરવો.
  • લીલી ઈયળના ઈંડાના પરજીવી ટ્રાયકોગ્રામા ભમરી ૧.૫ લાખ/હેકટરે દર અઠવાડીયે છોડવા.
  • લીલી ઈયળ અને પાન ખાનાર ઈયળના નિયંત્રણ માટે એન.પી.વી.(૨૫૦ એલ.ઈ./હે.) ના સાંજના સમયે છંટકાવ કરવો અની બીટી પાવાડરનો હેક્ટરે ૧ કિલો પ્રમાણમાં છંટ્કાવ કરવો.
  • સફેદમાખીના નિયંત્રણ માટે એસીફેટ ૭૫ એસ.પી.૧૦ ગ્રામ અથવા ટ્ર્રાયકોઝોફોસ ૪૦ ઈ.સી. ૧૦ મિ.લિ.અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એમ.સી. ૧૨.૫ મિ.લિ. કીટનાશકને ૧૦ લિટર પાણીમાં ઓગાળી વારાફરતી છંટકાવ કરવો.
  • ચિકટાના નિયંત્રણ માટે પ્રોફેનોફોસ ૫૦ ઈ.સી.૧૦ મિ.લિ અથવા થાયોડીકાર્બ ૫૦ ડ્બલ્યુ પી. ૧૦ ગ્રામ અથવા બુપ્રોફેઝીન ૨૫ એસ.સી ૨૦ મિ.લિ. દવાને ૧૦ લિટર પાણીમાં ઓગાળી વારાફરતી છંટકાવ કરવો.
  • ઈયળ વર્ગની જીવાતના નિયંત્રણ માટે રાસાયણિક દવાઓ કલોરાન્ટ્રાનિલિપ્રોલ ૨૦ એસ.સી. (૩ મિ.લિ./૧૦ લિ. પાણી), ફ્લુબેન્ડીયામાઈડ ૪૮૦ એસ.સી. (૨ મિ.લિ./૧૦ લિ. પાણી), ઈન્ડોકઝકાર્બ ૧૪.૫ એસ.સી. (૧૦ મિ.લિ./૧૦ લિ.પાણી) અથવા કિવનાલફોસ ૨૫ ઈ.સી.(૨૦ મિ.લિ./૧૦ લિ.પાણી) પૈકી કોઈપણ એક દવાનો છંટકાવ વારાફરતી કરવો.
  • પાકની કાપણી બાદ ખેતર ખેડી નાખી જડીયાં વીણી લઈ તેનો યોગ્ય નિકાલ કરવો.
  • વધુ ઉપદ્રવ વખતે ઈમિડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિ.લિ.અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઈસી ૧૦ મિ.લિ. અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મિ.લિ.૧૦ લિટર પાણીમાં ઉમેરી વારફરતી છંટકાવ કરવો.એક કીટનાશકનો વારંવાર વધુ પ્રમાણમાં ઉપયોગ કરવો નહિ.ઘણા દેશોમાં આ જીવાતો ઘણા કીટનાશકો સામે પહેલાથી જ પ્રતિકારકતા કેળવેલ છે.

ડાંગરમાં લાગેલા નીંદણથી પરેશાન છો, તો આ છે ઉપાય

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More