Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

10 ધોરણ પાસ આ ખેડૂત કરે છે મોસંબીની ખેતી

ખેતીમાં દિન પ્રતિદિન હવે યુવા પેઢી જોડાઈ રહી છે.જેની સાથે હવે ખેતીમાં પરિવર્તન આવ્યું છે. ઓછાખર્ચે વધુ વળતર મળી શકે અને મહેનત ઓછી લાગેતે માટે ભાવનગર જિલ્લાના ખેડૂતો બાગાયતી પાક તરફ વળ્યા છે

KJ Staff
KJ Staff
Mosambi
Mosambi


ખેતીમાં દિન પ્રતિદિન હવે યુવા પેઢી જોડાઈ રહી છે.જેની સાથે હવે ખેતીમાં પરિવર્તન આવ્યું છે. ઓછાખર્ચે વધુ વળતર મળી શકે અને મહેનત ઓછી લાગેતે માટે ભાવનગર જિલ્લાના ખેડૂતો બાગાયતી પાક તરફ વળ્યા છે. જ્યારે આ જેઝાદ ગામના ખેડૂત દ્વારા પોતાના ખેતરમાં મોસંબી સંતરા નું વાવેતર કરવામાં આવ્યું છે તેઓ દ્વારા પોતાના બે વીઘા ખેતરમાં આ વાવેતર કરવામાં આવ્યું છે તેઓએ આ મોસંબીના મહારાષ્ટ્ર ખાતેથી લાવવામાં આવ્યા હતા અને આ રોપનું વાવેતર કરાયું હતું. હાલ તેઓ સંતરા-મોસંબીની કલમ બનાવી વેચાણ પણ કરી રહ્યા છે.

તેઓને આ મોસંબીના વાવેતરમાં આશરે બે વીઘામાંથી લાખો રૂપિયાની કમાણી મળી રહી છે કારણ કે મોસંબીના ભાવ 60થી 70 રૂપિયા કિલોએ વેંચાઇ રહ્યા છે. હજુ પણ આવતા વર્ષે મોસંબી ના વાવેતરમાં વધારો કરવામાં આવશે તેવું આ ખેડૂતો દ્વારા ન્યુઝ 18 સાથે વાત કરાવતા જણાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં એક વિઘામાં અંદાજે 20 હજારથી 30 હજારનો ખર્ચ આવે છે, પરંતુ તેની સામે આવક પણ સારી એવી થતી રહે છે. આ સિવાય આ ખેડૂતે 10 ધોરણનો અભ્યાસ કર્યો છે.

 આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી

Mosambi
Mosambi


મોસંબી એ લોકલ ભાષામાં નારંગી તરીકે પણ ઓળખાય છે. તાજગી અને સ્ફૂર્તિનો સ્ત્રોત એવું આ એક મહત્વનું ફળ છે. દેશના અન્ય ભાગોમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, આસામ અને કર્ણાટક જેવા રાજ્યોમાં મોસંબીની ખેતી જ પ્રચલિત છે. ગુજરાત રાજ્યમાં પણ સુરત, વલસાડ, વડોદરા, અમદાવાદ વગેરે જિલ્લાઓમાં મોસંબીની ખેતી કરવામાં આવે છે પરંતુ, અન્ય રાજ્યોની સરખામણીમાં તેના ઉત્પાદન હેઠળનો વિસ્તાર ઓછો છે.


રાજ્યનું હવામાન અને ચોક્કસ સમયનો ઉનાળો આ પાકની ખેતી માટેની ઉજ્જવળ તકો દર્શાવે છે. સુકા અને અર્ધસુકા વિસ્તારોમાં આ ખેતીનો વ્યાપ વધારી તેમાંથી આવક મેળવી શકાય તેમ છે.ઉનાળામાં એકંદરે સપ્રમાણ વાતાવરણ હોય અને વરસાદ ઓછો પડતો હોય ત્યાં સારી રીતે થઈ શકે છે. પિયતની સગવડ હોય તો વરસાદની ખાસ અગત્યતા રહેતી નથી પરંતુ, હવામાનમાં રહેલી આદ્રતાની મોટી અસર મોસંબીની વૃદ્ધિ ઉપર પડે છે. પશ્ચિમમાં જે વિસ્તારમાં જૂનથી સપ્ટેમ્બર માસમાં સરેરાશ ૬૦થી ૭૫ સેમી. વરસાદ પડતો હોય,પિયતની સગવડતા હોય અને વધુમાં વધુ એપ્રિલ-મે માસમાં ૧૦૫ંથી ૧૦૮ં ફે અને શિયાળામાં ન્યુનત્તમ સરેરાશ તાપમાન ૪૦ં ફે. જેટલુ હોય તેવા સુકા અને ઓછા ભેજવાળા હવામાનમાં સારી રીતે થાયછે, દા.ત., મહારાષ્ટ્રના પૂના, અહમદનગર અને આંધ્રપ્રદેશના કેટલાક જિલ્લાઓ.વધુ પડતો વરસાદ અને વધુ પડતું ભેજવાળું હવામાન મોસંબીને માફક આવતું નથી. જેથી કોંકણ, કેરાલા, મૈસૂર, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ અને દક્ષિણ ગુજરાતમાં બરાબર થતી નથી.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More