Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Horticulture

આ છે મૂળાની એવી સુધરાયેલી જાતો, જેના વાવેતર કરવાથી મળશે અઢળક ઉત્પાદન

ખેડૂત ભાઈયો જો તમે મૂળાની ખેતી કરવા માંગો છો આ આર્ટિકલ થકી અમે તમને મૂળાની એવી સુધરાયેલી જાતો વિશે જણાવીશું, જેની ખેતી કરીને તમને મોટી આવક મેળવી શકો છો. તો ચાલો શરૂ કરીએ.

Amansinh Jadeja
Amansinh Jadeja
મૂળાની સુધરાયેલી જાતો
મૂળાની સુધરાયેલી જાતો

શું તમને ખબર છે, શાકભાજીમાં મૂળા જો કે અથાણુંથી લઈને સલાડ સુધીમાં વપરાય છે. તેના વિશ્વમાં સૌથી મોટો નિકાસકાર કોણ છે. જો તમારા મનમાં ભારતનું નામ આવી રહ્યું છે. તો અમે તમને જણાવી દઈએ કે ભારત મૂળાનો વિશ્વમાં બીજો સૌથી મોટું નિકાસકાર છે પહેલા નહીં. ચલો તમારા વધુ સમય નથી બગાડીને અમે તમને જણાવી દઈએ કે નેધરલેંડ વિશ્વમાં સૌથી વધુ મૂળાનો નિકાસ કરે છે. તેના પછી ભારત આવે છે અને ભારત પછી ત્રીજો નંબર ચીનનો છે. તેથી કરીને આપણી સરકાર અને કૃષિ જાગરણના ડાયરેક્ટર ઇન ચીફ એમસી ડોમનિકએ મૂળાના ફાયદાના કારણે તેની માંગમાં વધારાને જોતા આપણા દેશન ખેડૂતોને જણાવા માંગે છે કે મૂળાની ખેતી કરીને તેઓ મૂળાના અઢળક ઉત્પાદન મેળવીને પોતાના ઘરે પૈસાના ઢગલા ઉભા કરી શકે છે.

જેના માટે કૃષિ જાગરણ દ્વારા મૂળાના સપ્તાહ શરૂ કરવામાં આવ્યુ છે. જેના થકી ખેડૂતોને મૂળાની વૈજ્ઞાનિક ખેતીના વિશેમાં જણાવવામાં આવશે જણાવી દઈએ આ પહેલમાં આપણા સાથ ફાર્મર દ જર્નલિસ્ટ, ફાર્મર દ ઓર્ગેનિક અને ફાર્મર દ બ્રાંડના સાથે જ સોમાણી સીડ્સ પણ આપી રહ્યું છે. તેમ જ સોમાણી સીડ્સ ખેડૂતોને મૂળાની ખેતી કરવા માટે તેના બીજ પણ ઉપલબ્ધ કરવાશે. ખેડૂત ભાઈયો જો તમે મૂળાની ખેતી કરવા માંગો છો આ આર્ટિકલ થકી અમે તમને મૂળાની એવી સુધરાયેલી જાતો વિશે જણાવીશું, જેની ખેતી કરીને તમને મોટી આવક મેળવી શકો છો. તો ચાલો શરૂ કરીએ.

હાઇબ્રિડ રેડિશ ક્રોસ X 35

મૂળાની આ જાત 18 થી 22 સેમી લાંબી હોય છે. તેનું કુલ વજન 480 ગ્રામ સુધી હોય છે. મૂળાની આ જાત ખેતરમાં 30-35 દિવસમાં લણણી માટે તૈયાર થઈ જાય છે. તેમ જ તેના મૂળ સફેદ રંગના હોય છે. ખેડૂતો આખા વર્ષ દરમિયાન આ મૂળાની આ જાતની વાવણી કરીને ઓછા રોકાણમાં વધુ ઉત્પાદન મેળવી શકે છે.

હાઇબ્રિડ મૂળાની HRD 24

મૂળાની આ જાત 35 દિવસમાં પાકે છે. મૂળાની આ જાતના મૂળની લંબાઈ 20-25 સે.મી. મૂળાની આ વિવિધતાના મૂળ સુંવાળા અને સફેદ રંગના હોય છે. તેના મૂળ પાક્યા પછી પણ લાંબા સમય સુધી જમીનમાં રહી શકે છે.

પંજાબી મૂળા

પંજાબી મૂળા નામની મૂળાની આ જાત 45 દિવસમાં પાકી જાય છે. મૂળાની આ વિવિધતાના મૂળ લાંબા અને સફેદ રંગના હોય છે. પંજાબ પસંદ જાતના મૂળામાંથી ખેડૂતો પ્રતિ હેક્ટર 215 -235 ક્વિન્ટલ ઉપજ મેળવી શકે છે.

આ પણ વાંચો: Radish Farming: વૈજ્ઞાનિકોથી જાણો મૂળાના વાવેતરથી લઈને લણણી સુધી કેવી રીતે રાખવી જોઈએ કાળજી

જાપાનીઝ સફેદ મૂળા

મૂળાની આ જાત ઓછી મસાલેદાર, નરમ અને ખૂબ જ મુલાયમ હોય છે. આ સુધારેલી જાત 45-55 દિવસમાં પાકે છે. મૂળાની જાપાની સફેદ જાતમાંથી ખેડૂતો પ્રતિ હેક્ટર 250-300 ક્વિન્ટલ સુધીની ઉપજ મેળવી શકે છે.

પુસા સિલ્કી મૂળા

પૂસા સિલ્ડી મૂળાની જાત મધ્યમ જાડી, ઓછી તીખી અને મુલાયમ હોય છે. મૂળાની આ જાત ખેતરમાં 55-60 દિવસમાં પાકે છે. ખેડૂતો મૂળાની પુસા રેશ્મી જાતમાંથી પ્રતિ હેક્ટર 315-350 ક્વિન્ટલ ઉપજ મેળવી શકે છે.

Share your comments

Subscribe Magazine

More on Horticulture

More