Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Horticulture

સ્ટ્રોબેરીનું વાવેતર નફાકારક સાબિત થઈ રહ્યું છે, આખો સમાજ બની ગયો કરોડપતિ

સ્ટ્રોબેરી એક એવું ફળ છે જેને પ્રેમી પંખીડાઓએ એક બીજાને આપે છે. જેને સમગ્ર વિશ્વમાં પસંદ કરવામાં આવે છે. તેનો ઉપયોગ મિલ્કશેક, જેલી અને જામથી લઈને પેસ્ટ્રીઝ સુધીનાં થાય છે. દરેક વસ્તુંમાં ફીટ થવા વાળા આ ફળનું સ્વાદ મીઠો હોય છે અને તેના તેજસ્વી રંગ તેને પ્રેમનો ફળ બનાવે છે. એમ તો તેને સમગ્ર વિશ્વમાં ઉગાડવામાં આવે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
સ્ટ્રોબેરીની ખેતી થઈ રહી છે નફાકારક
સ્ટ્રોબેરીની ખેતી થઈ રહી છે નફાકારક

સ્ટ્રોબેરી એક એવું ફળ છે જેને પ્રેમી પંખીડાઓએ એક બીજાને આપે છે. જેને સમગ્ર વિશ્વમાં પસંદ કરવામાં આવે છે. તેનો ઉપયોગ મિલ્કશેક, જેલી અને જામથી લઈને પેસ્ટ્રીઝ સુધીનાં થાય છે. દરેક વસ્તુંમાં ફીટ થવા વાળા આ ફળનું સ્વાદ મીઠો હોય છે અને તેના તેજસ્વી રંગ તેને પ્રેમનો ફળ બનાવે છે. એમ તો તેને સમગ્ર વિશ્વમાં ઉગાડવામાં આવે છે. પણ અમેરિકા તેનો સૌથી મોટું ઉત્પાદક દેશ છે. જો તેના વાવેતર વિશે વાત કરીએ તો તેને આખા વર્ષમાં ક્યારે પણ ઉગાડી શકાય છે. કરદમ જેવું દેખાતું આ ફળ કાર્બોહાઈડ્રેટ, ફાઈબરથી ભરપૂર હોય છે. જેના કારણે બજારમાં તેની માંગણી વધી રહી છે. આથી ખેડૂતો માટે તેની ખેતી કરવું નફાકારક સાબિત થઈ રહ્યો છે

ભારતમાં ઓડિશાના ખેડૂતોએ મોટા પાચે કરે છે ખેતી

વિશ્વમાં સ્ટ્રોબેરીનું સૌથી મોટું ઉત્પાદક દેશ અમેરિકા છે.જો આપણે ભારતની વાત કરીએ તો એમ તો તેનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર છે. પરંતુ હવે ઓડિશા પણ તેના મોટા ઉત્પાદક રાજ્ય બનવામાં અગ્રણી છે. વાત જાણો એમ છે કે ઓડિશાના નુઆપાડા જિલ્લાના સુનાબેડા ઉચ્ચપ્રદેશના ચુકતિયા ભુંજિયા સમુદાયના મોટાભાગના ખેડૂતોએ સ્ટ્રોબેરીની ખેતી કરવાનું શરૂ કર્યું છે. જેની મદદથી તેઓ હવે લાખો રૂપિયાનો નફો કમાઈ રહ્યા છે. હવે, તેઓ પહેલા કરતાં ત્રણ-ચાર ગણી વધુ કમાણી કરે છે અને તેમની સફળતાએ આ વિસ્તારમાં અન્ય ઘણા લોકોને સ્ટ્રોબેરીની ખેતી કરવા માટે પ્રેરણા આપી રહી છે.

ચુકતિયા ભુંજિયા ડેવલપમેન્ટ એજન્સી

સ્ટ્રોબેરીની ખેતી તરફ સ્વિચ કરવાનો વિચાર ચુકતિયા ભુંજિયા ડેવલપમેન્ટ એજન્સી (CBDA) દ્વારા આગળ મૂકવામાં આવ્યો હતો, જેની સ્થાપના ઓડિશા સરકાર દ્વારા 1994-95માં ચુકતિયા ભુંજિયા આદિવાસીઓના કલ્યાણ માટે કરવામાં આવી હતી.સ્ટ્રોબેરી ઠંડી આબોહવામાં સારી રીતે ઉગે છે, અને સુનાબેડા ઉચ્ચપ્રદેશ, જે દરિયાની સપાટીથી 3,000 ફૂટ ઉપર આવેલું છે, આ પાક માટે યોગ્ય જગ્યા છે.

ખેડૂતોના શું છે કહેવું

સ્ટ્રોબેરીની ખેતી કરતા કાલીરામ જણાવ્યું કે, સીબીડીએ અમને સ્ટ્રોબેરી જેવા પાક લેવા માટે સમજાવ્યા કારણ કે અમારા વિસ્તારની આબોહવા આ પાક માટે યોગ્ય છે. સીબીડીએ અને બાગાયત વિભાગ મને અને અન્ય બે ખેડૂતોને અમારી પંચાયતમાંથી સ્ટ્રોબેરીની ખેતીની મૂળભૂત બાબતો શીખવા માટે મહારાષ્ટ્રના મહાબળેશ્વર લઈ ગયા. "ત્યાં અમે સ્ટ્રોબેરીની યોગ્ય ખેતી કેવી રીતે કરવી તે શીખ્યા.

મહાબળેશ્વરમાં વર્ષોથી થાય છે સ્ટ્રોબેરીની ખેતી

મહાબળેશ્વરમાં વર્ષોથી સ્ટ્રોબેરીની સફળતાપૂર્વક ખેતી કરવામાં આવે છે અને સીબીડીએના અધિકારીઓના જણાવ્યા અનુસાર સુનાબેડામાં પણ મહાબળેશ્વર જેવું જ વાતાવરણ છે. કાલીરામ અને આ વિસ્તારના અન્ય ખેડૂતો સ્ટ્રોબેરી પર સ્વિચ કરતા પહેલા ડાંગર, બાજરી અને શાકભાજી જેવા પરંપરાગત પાકો ઉગાડતા હતા. કાલીરામ કહે છે કે તેઓ પરંપરાગત પાકોમાંથી દર વર્ષે 70,000-80,000 રૂપિયાથી વધુ કમાઈ કરી શકતા નથી. પરંતુ તેઓ હવે સરળતાથી સ્ટ્રોબેરીની ખેતી કરીને લાખોનો નફો કમાઈ રહ્યા છે.

Share your comments

Subscribe Magazine

More on Horticulture

More