Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Horticulture

જુદા-જુદા ફળ પાકમાં ઓક્ટોબર માસમાં થવા વાળા ખેત કાર્યો ની વૈજ્ઞાનિક માહિતી

ખેતરમાં પાકના વાવેતર કરવાથી પહેલ જમીનની તૈયારીને સાથે ઘણ બધા કામ કરવામાં આવે છે. જેમા બિયારણની પસંદગી અને માવજત વગેરના આયોજન શામિલ છે. ઓક્ટોબર માસમાં જુદા-જુદા ફળ પાકમાં થવા વાળી ખેતકામની માહિતી આજે અમે તમને આ લેખમાં આપવા વાળા છીએ.

Amansinh Jadeja
Amansinh Jadeja
ચીકુ
ચીકુ

ખેતરમાં પાકના વાવેતર કરવાથી પહેલ જમીનની તૈયારીને સાથે ઘણ બધા કામ કરવામાં આવે છે. જેમા બિયારણની પસંદગી અને માવજત વગેરના આયોજન શામિલ છે. ઓક્ટોબર માસમાં જુદા-જુદા ફળના પાકમાં થવા વાળી ખેતકામની માહિતી આજે અમે તમને આ લેખમાં આપવા વાળા છીએ. 

ખેતરમાં પાકના વાવેતર કરવાથી પહેલ જમીનની તૈયારીને સાથે ઘણ બધા કામ કરવામાં આવે છે. જેમા બિયારણની પસંદગી અને માવજત વગેરના આયોજન શામિલ છે. ઓક્ટોબર માસમાં જુદા-જુદા ફળના પાકમાં થવા વાળી ખેતકામની માહિતી આજે અમે તમને આ લેખમાં આપવા વાળા છીએ. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો સાથે વાત કર્યા પછી કૃષિ જાગરણ ગુજરાતી તમારા માટે આ લેખ લખી રહ્યુ છે. વૈજ્ઞાનિકો દ્વારા બતાવવામાં આવી આ બાબતોના જે તમે પોતાના પાકો માટે ઉપયોગ કરશો તો તમને ફળોની ઘણી સારી ગુણવત્તા મળશે અને બજારમાં તેણે ભાવ પણ વધુ મળશે.

બોર

  • ચોમાસું પૂરુ થયા પછી બોરના ઝાડ ફરતે કાળા પ્લાસ્ટિકનું મલ્ચ (25 માઈક્રોન) પાથરવાથી વધુ ઉત્પાદન મળે છે.

નાળીયેરી

  • નારીયેળીનાં વાવેતર માટે વાનફેર,લોટણ, ડી × ટી અને ટી × ડી જાતનું વાવેતર કરવું.
  • નાળિયેરીનાં પાકમાં આંતર પાક તરીકે કેળ, સૂરણ, હળદર જેવા પાકો વાવી શકાય છે

ચીકુ

  • ચીકુમાં બીજ કોરી ખાનારી જીવાતના નિયંત્રણ માટે ચોમાસા પછી ઓકટોબર અને નવેમ્બર મહિનામાં પોલીટ્રીનસી-10 મિ.લિ. અથવા પ્રોફેનોફોસ 12.5 મિ.લિ. અથવા લેમડા સાયહેલોથ્રીન-10 મિ.લિ. દવાનું 10 લિટર પાણીમાં મિશ્ કરીને 20 થી 25 દિવસનાં અંતરે છટકાવ કરવું.
  • સુકારાના નિયંત્રણ માટે રોગગ્રસ્ત ઝાડ ફરતેથી માટી દુર કરી 20 દિવસના અંતરે ત્રણ વાર 20 લીટર પાણીમાં 20 ગ્રામ કાર્બેન્ડાઝીમ દવા અને 200 ગ્રામ યુરિયા ભેળવી રેડવું.
  • ચોમાસા પછી ચીકુમાં સુકારો રોગ આવે છે. એટલે તેના નિયંત્રણ માટે પ્રથમ તો ચીકુવાડીયામાં ડાંગર જેવા પાક લેવો જોઈએ નહી. અને બીજૂ ત્યાં પાણી ભરવું દેવું નહીં
  • નિતારનીકની વ્યવસ્થા કરવી.
  • ચીકુવાડીયામાં ઝાડ ફરતે સેન્દ્રિય ખાતરો સાથે ટ્રાયકોડર્મા મિશ્ર કરી રીંગ બનાવી જમીનમાં આપી જૈવિક નિયંત્રણ પણ કરી શકાય છે.

આંબો

  • આંબામાં ઓક્ટોબર કે નવેમ્બર માસમાં પોટેશિયમ નાઈટ્રેટ 2 ટકાના દ્રાવણના બે દફા છંટકાવ કરવાનુ

Pineapple farming: જાણો ભારતમાં અનાનસની સૌથી લોકપ્રિય જાતો વિશે, ઉગાડો અને કમાવો

લીંબુ

  • લીંબુના પાકમાં પાન કોરીયા અને કાળી માખીના નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રીડ 4 મિ.લિ.10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવું

યાદ રાખવાની બાબતો

  • ચુસીયા પ્રકાર, ચાવીને ખાનાર, થડને કોરી ખાનાર, ફળ-ફુલને નુકશાન કરનાર, મૂળ ખાનાર જીવાતોને ઓળખીને તેનાં નિયંત્રણની દવા છાંટવી.
  • દવા સારી અને સરકારાથી માન્યતા પ્રાપ્ત કંપનીની પસંદ કરવી.
  • ફૂગનાશક દવા સાથે જીવાત નિયંત્રણ મિશ્ર કરી છંટકાવ કરવો નહીં.
  • શાકભાજીનાં પાકમાં 15 દિવસે ગૌમૂત્રને પાણી સાથે મિક્ષ કરી છંટકાવ કરવો.
  • કૃમિનાં નિયંત્રણ માટે કાર્બાફયુરાન દવા વાવેતર વખતે ઉપયોગ કરવો.
  • શક્ય બને તો નિંદામણ નાશક દવાનો ઉપયોગ ઓછો કરવો.
  • કપાસ, ભીંડા અને રીંગણમાં મોલો-મશી, થ્રિપ્સ, સફેદ માખી, તડતડીયાનાં નિયંત્રણ માટે બ્યુવેરીયા બાસીયાના કે વર્ટીસિલિયમ લેકાની નામની ફુગનો પાવડર 40 ગ્રામ 10 લિટરમાં પાણીમાં ભેળવીને છંટકાવ કરવું

Share your comments

Subscribe Magazine

More on Horticulture

More