ખેતરમાં પાકના વાવેતર કરવાથી પહેલ જમીનની તૈયારીને સાથે ઘણ બધા કામ કરવામાં આવે છે. જેમા બિયારણની પસંદગી અને માવજત વગેરના આયોજન શામિલ છે. ઓક્ટોબર માસમાં જુદા-જુદા ફળના પાકમાં થવા વાળી ખેતકામની માહિતી આજે અમે તમને આ લેખમાં આપવા વાળા છીએ.
ખેતરમાં પાકના વાવેતર કરવાથી પહેલ જમીનની તૈયારીને સાથે ઘણ બધા કામ કરવામાં આવે છે. જેમા બિયારણની પસંદગી અને માવજત વગેરના આયોજન શામિલ છે. ઓક્ટોબર માસમાં જુદા-જુદા ફળના પાકમાં થવા વાળી ખેતકામની માહિતી આજે અમે તમને આ લેખમાં આપવા વાળા છીએ. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો સાથે વાત કર્યા પછી કૃષિ જાગરણ ગુજરાતી તમારા માટે આ લેખ લખી રહ્યુ છે. વૈજ્ઞાનિકો દ્વારા બતાવવામાં આવી આ બાબતોના જે તમે પોતાના પાકો માટે ઉપયોગ કરશો તો તમને ફળોની ઘણી સારી ગુણવત્તા મળશે અને બજારમાં તેણે ભાવ પણ વધુ મળશે.
બોર
- ચોમાસું પૂરુ થયા પછી બોરના ઝાડ ફરતે કાળા પ્લાસ્ટિકનું મલ્ચ (25 માઈક્રોન) પાથરવાથી વધુ ઉત્પાદન મળે છે.
નાળીયેરી
- નારીયેળીનાં વાવેતર માટે વાનફેર,લોટણ, ડી × ટી અને ટી × ડી જાતનું વાવેતર કરવું.
- નાળિયેરીનાં પાકમાં આંતર પાક તરીકે કેળ, સૂરણ, હળદર જેવા પાકો વાવી શકાય છે
ચીકુ
- ચીકુમાં બીજ કોરી ખાનારી જીવાતના નિયંત્રણ માટે ચોમાસા પછી ઓકટોબર અને નવેમ્બર મહિનામાં પોલીટ્રીનસી-10 મિ.લિ. અથવા પ્રોફેનોફોસ 12.5 મિ.લિ. અથવા લેમડા સાયહેલોથ્રીન-10 મિ.લિ. દવાનું 10 લિટર પાણીમાં મિશ્ કરીને 20 થી 25 દિવસનાં અંતરે છટકાવ કરવું.
- સુકારાના નિયંત્રણ માટે રોગગ્રસ્ત ઝાડ ફરતેથી માટી દુર કરી 20 દિવસના અંતરે ત્રણ વાર 20 લીટર પાણીમાં 20 ગ્રામ કાર્બેન્ડાઝીમ દવા અને 200 ગ્રામ યુરિયા ભેળવી રેડવું.
- ચોમાસા પછી ચીકુમાં સુકારો રોગ આવે છે. એટલે તેના નિયંત્રણ માટે પ્રથમ તો ચીકુવાડીયામાં ડાંગર જેવા પાક લેવો જોઈએ નહી. અને બીજૂ ત્યાં પાણી ભરવું દેવું નહીં
- નિતારનીકની વ્યવસ્થા કરવી.
- ચીકુવાડીયામાં ઝાડ ફરતે સેન્દ્રિય ખાતરો સાથે ટ્રાયકોડર્મા મિશ્ર કરી રીંગ બનાવી જમીનમાં આપી જૈવિક નિયંત્રણ પણ કરી શકાય છે.
આંબો
- આંબામાં ઓક્ટોબર કે નવેમ્બર માસમાં પોટેશિયમ નાઈટ્રેટ 2 ટકાના દ્રાવણના બે દફા છંટકાવ કરવાનુ
Pineapple farming: જાણો ભારતમાં અનાનસની સૌથી લોકપ્રિય જાતો વિશે, ઉગાડો અને કમાવો
લીંબુ
- લીંબુના પાકમાં પાન કોરીયા અને કાળી માખીના નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રીડ 4 મિ.લિ.10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવું
યાદ રાખવાની બાબતો
- ચુસીયા પ્રકાર, ચાવીને ખાનાર, થડને કોરી ખાનાર, ફળ-ફુલને નુકશાન કરનાર, મૂળ ખાનાર જીવાતોને ઓળખીને તેનાં નિયંત્રણની દવા છાંટવી.
- દવા સારી અને સરકારાથી માન્યતા પ્રાપ્ત કંપનીની પસંદ કરવી.
- ફૂગનાશક દવા સાથે જીવાત નિયંત્રણ મિશ્ર કરી છંટકાવ કરવો નહીં.
- શાકભાજીનાં પાકમાં 15 દિવસે ગૌમૂત્રને પાણી સાથે મિક્ષ કરી છંટકાવ કરવો.
- કૃમિનાં નિયંત્રણ માટે કાર્બાફયુરાન દવા વાવેતર વખતે ઉપયોગ કરવો.
- શક્ય બને તો નિંદામણ નાશક દવાનો ઉપયોગ ઓછો કરવો.
- કપાસ, ભીંડા અને રીંગણમાં મોલો-મશી, થ્રિપ્સ, સફેદ માખી, તડતડીયાનાં નિયંત્રણ માટે બ્યુવેરીયા બાસીયાના કે વર્ટીસિલિયમ લેકાની નામની ફુગનો પાવડર 40 ગ્રામ 10 લિટરમાં પાણીમાં ભેળવીને છંટકાવ કરવું
Share your comments