ભારતમાં કેરી અને કેળા બાદ લીંબુ એ ત્રીજા નંબરનો અગત્યનો ફળ પાક છે. ભારતમાં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઓરીસ્સા તથા તમિલનાડુમાં વ્યાપારિક ધોરણે લીંબુની ખેતી થાય છે. વિટામીન, કેલ્શિયમ, આયર્ન, પોટાશ અને ઝીંક તેમજ વિવિધ ઔષધિય ગુણોને લીધે રોજ-બ-રોજના ઉપયોગમાં લીંબુ મહત્વનું સ્થાન ધરાવે છે. ઉપરાંત લીંબુનો પાક ઔધોગિક દ્રષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવે છે. અથાણાં, લીંબુનો રસ, જામ, જેલી, મુરબ્બો, લીંબુના ફૂલ, વિનેગર જેવા ઉદ્યોગોના વિકાસમાં આ પાકનો ફાળો મુખ્ય છે. લીંબુની ખેતીમાં રોગ, જીવાત, પોષકતત્વોની ઉણપ વગેરે અવરોધક પરિબળો છે. લીંબુનું પતંગિયું, પાનકોરીયુ, સાયલા, સફેદમાખી, કાળીમાખી, મોલો, થ્રિપ્સ વગેરે જેવી જીવાતો નુકસાન કરતી જોવા મળે છે. તેમાંથી મોટા ભાગની જીવાત નવા કુમળા પાનને નુકસાન કરીને વિકાસ અટકાવે છે. ઉપરાંત ફૂગ, જીવાયુ અને કૃમિ પણ વિવિધ પ્રકારનાં રોગ માટે જવાબદાર છે. જેના લીધે ઉત્પાદન અને ગુણવતા પર માઠી અસર થાય છે. આ રોગો અને જીવાતોના અસરકારક નિયંત્રણ માટે વિવિધ પદ્ધતિઓના સંકલનની માહિતી ખૂબ જ જરૂરી છે.
:: લીંબુના રોગો ::
બળીયા ટપકા (Canker);
આ જીવાણુથી થતો રોગ છે. આ રોગ લીંબુના પાન, ડાળી, કાંટા અને ફળ એમ બધા જ ભાગ પર જોવા મળે છે. રોગની શરૂઆતમાં પાનની સપાટી પર પીળા કલરના નાના ધાબા જોવા મળે છે જેમાં સમય જતાં કથ્થાઈ કે લાલાશ પડતા રંગના ઉપસી આવેલ ટપકાં જોવા મળે છે. પાન ઉપર ટપકોની આજુબાજુ પીળા રંગનું આવરણ જોવા મળે છે. રોગની તીવ્રતા વધતાં ટપકાંની સંખ્યા તેમજ કદ વધતા સંપૂર્ણ પાન, ડાળી અને ફળ આવા કથ્થાઈ રંગના ઉપસી આવેલા ટપકાં કે ડાઘાથી છવાઈ જાય છે. ફળ ઉપર આવા ડાઘા પડવાથી તેની ગુણવત્તા પર માઠી અસર પડે છે, જેના લીધે લીંબુના ભાવ પણ ઓછા મળે છે. બાકીની ઋતુમાં આ જીવાણુ ડાઘા સ્વરૂપે પાન, ડાળી અને કાટાં પર રહીને આવનાર ઋતુમાં વરસાદી વાતાવરણમાં ફેલાય છે. ઝમર વરસતો વરસાદ, વાવાઝોડા દ્વારા કાંટાડી ડાળીઓ એકબીજાની સાથે અથડાતા થતી ઈજા વગેરે રોગકારક જીવાણુઓનો ફેલાવો કરતા મુખ્ય પરિબળ છે. ઉપરાંત સતત વાદળછાયુ વાતાવરણ તથા પાનકોરીયાનો ઉપદ્રવ રોગનો ફેલાવો કરવામાં મદદરૂપ બને છે.
આ પણ વાંચો:ખેડૂતોની આવક બમણી થવાની જગ્યાએ થઈ રહી છે ઓછી, RBI ના સંશોધનમાં થયુ ઉજાગર
સંકલિત વ્યવસ્થાપન:
- રોગથી સંક્રમિત ડાળીઓ પરથી આ જીવાણુ પાન અને ફળ સુધી ફેલાય છે માટે આવી ડાળીઓ ફળ ઉતારી લીધા પછી છટણી કરીને બાળી નાખવી.
- રોગની શરૂઆત થાય, ત્યારે સ્યુડોમોનાસ ફ્લુઓરેસેંસ 2 ટકા એ. એસ. નામક ફાયદાકારક જીવાણુ ૨૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી મુજબ ભેળવી છંટકાવ કરવો.
- ચોમાસુ આવતા પહેલા રોગિષ્ટ ગ્રંથીઓની છટથી કર્યા બાદ કોપર ઓક્સીક્લોરાઈડ 50 ગ્રામ ૩૦ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી સમગ્ર વાડીમાં છોડના દરેક ભાગ ઉપર સારી રીતે છંટકાવ કરવો.
- સ્ટ્રેપ્ટોમાઈસીન સલ્ફેટ ૯૦% + ટેટ્રાસાઈકલીન હાઈડ્રોક્લોરાઈડ ૧૦% એસ.પી. (૧ ગ્રામ) અને કોપર ઓક્સીક્લોરાઈડ ૫૦ વે.પા. (૩૦ ગ્રામ) ૧૦ લિટર પાણીમાં ભેળવી પ્રથમ છંટકાવ રોગની શરૂઆતમાં અને બાકીના ત્રણ છંટકાવ પ્રથમ છંટકાવના ૨૦ દિવસના અંતરે કરવા.
ગુંદરીયો (Gummosis):
ફૂગથી થતા આ રોગની શરૂઆતમાં થડના જમીન નજીકના ભાગ ઉપર ભૂખરા રંગના ડાઘા જોવા મળે છે જેમાં સમય જતાં તિરાડ પડતા ચીકણા પ્રવાહી પદાર્થનું ઝરણ બહાર આવતું જોવા મળે છે. આ રોગ આગળ વધતા ડાળી પર પણ તીરાડ પડી ગુંદર જેવા પ્રવાહી પદાર્થનું ઝરણ જોવા મળે છે. આવી ડાળીઓ ચીમળાઈને સૂકાઈ જાય છે. રોગની તીવ્રતા વધતા પાન પીળા પડી ચીમળાઈને સૂકાઈ જાય છે અને છોડ નભળો પડી જાય છે. લીંબુ પણ પીળા પડી સૂકાઈ જાય છે. છેવટે આખો છોડ સુકાઈ જાય છે. જયારે આવા છોડ પર વધારે પડતુ ઝરણ થાય ત્યારે છાલ કોહવાઈ જાય છે ત્યાંથી આ રોગ મૂળ સુધી ફેલાય છે.
સંકલિત વ્યવસ્થાપન:
- આ રીગ જમીનજન્ય ફૂગથી થાય છે અને તેના બીજાણુ વરસાદ તથા સિંચાઈના પાણી દ્વારા ફેલાય છે.
- સારી નિતારશક્તિવાળી જમીન પસંદ કરવી તેમજ વધારાના પાણીના નિકાલની વ્યવસ્થા કરવી. નાઈટ્રોજનયુક્ત ખાતરનો ભલામણ મુજબ જ ઉપયોગ કરવો તથા ખાતર-પાણી રીંગ બનાવીને જ આપવા.
- વાડીની સ્વચ્છતા જાળવવા માટે રોગિષ્ટ અવશેષો દૂર કરી બાળી નાખવા.
- જમીનને અડકની ડાળીઓની છટણી કરી બાળી નાખવી.
- લીંબુના થડને કોઈ પણ પ્રકારની ઈજા ન થાય તેનું ધ્યાન રાખવું
- છોડની રોપણી પહેલા ટ્રાયકોડમાં ફૂગના પાઉડરને છાણિયા ખાતર સાથે સારી રીતે સંવર્ધિત કરીને જમીનમાં આપવું.
- ઓરીયોફન્જીન ૪૬.૧૫ એસ.પી. ૩૦ ગ્રામ દવા (* ૩૦ દિવસ પ્રતિયા સમય) ૧૦ લિટર પાણીમાં ભેળવી જરૂર મુજબ મુળમા રેડવી.
નોંધ: ઉપર દર્શાવેલ દિવાનો સી. આદ.બી, અને આળ, તી. મુજબ જે તે ધ્યાના પંઠડાય અને ફળ ઉતાર વીતો માણ) (પતિના સમ) દઈ છે. જેનું પાન કરવું ખૂબ જ જરૂરી છે.
- ગુંદર જણાતા રોગિષ્ટ ભાગની ફરતે એકાદ ઈંચ જેટલી ડાળી કે છોડની છાલને ચપ્પા કે દાતરડાથી છોલી બાળી નાખવી, તેમજ છોલેલ ભાગ ઉપર કોપર ઓક્સીક્લોરાઈડ ૫૦ વે.પા. દવાની પેસ્ટ બનાવી લગાવવી જેથી બીજો કોઈ રોગ ન લાગે.
- આ રોગ જમીનજન્ય ફૂગથી થતો હોવાથી તેના અસરકારક નિયંત્રણ માટે દર વર્ષે જૂન તથા ડીસેમ્બર મહિનામાં લીંબુના દરેક થડને જમીનથી બે ફૂટ સુધી કોપર ઓક્સીક્લોરાઈડ ૫૦ વે.પા. દવાની પેસ્ટ લગાવવી.
આ પણ વાંચો:વૈજ્ઞાનિકોએ વિકસાવ્યું નવો ડિવાઇઝ, હવે બે મિનિટમાં મળશે જમીનની ફળદ્રુપતાની માહિતી
ઉત્તી મૃત્યુ (Die-back):
આ રોગ થવા માટે ફુગ અને પોષક તત્વોની ઉણપ જેવાં પરિબળો જવાબદાર છે. આ રોગ શરૂઆતની અવસ્થાએ કુમળી ડાળીઓ પર જોવા મળે છે. ત્યારબાદ પરિપકવ ડાળી પર જોવા મળે છે. ટોચ પરથી ડાળીઓ કાળી થઈને સુકાવા લાગે છે અને ધીરે-ધીરે નીચેની તરફ આગળ વધે છે. ક્યારેક છોડમાં એક બાજુની ડાળીઓ સૂકાઈ જાય છે જયારે બીજી તરફની ડાળીઓ તંદુરસ્ત રહે છે. સંક્રમિત છોડની ડાળીઓ પર ગુંદર જેવો પદાર્થ નીકળી આવેલ જોવા મળે છે તેમજ છોડના પાન પીળા પડી જાય છે અને ખરવા લાગે છે. રોગિષ્ટ ડાળીઓ ઉપર લીંબુનો યોગ્ય વિકાસ થતો નથી અને ફળ સૂકાઈ જતા ખરી પડે છે.
સંકલિત વ્યવસ્થાપન:
- સારી નિતારવાળી ફળદ્રુપ જમીનની પસંદગી કરવી.
- રોગિષ્ટ પાન અને ડાળીઓને ૫-૧૦ સે.મી. દુર તંદુરસ્ત ડાળી સાથે છટણી કર્યા બાદ તેના અવશેષોનો બાળીને નાશ કરવો.
- ડાળીઓ કાપ્યા બાદ કોપર ઓક્સીક્લોરાઈડ ૫૦ વે.પા. ૩૦ ગ્રામ દવા પ્રતિ ૧૦ લિટર પાણી મુજબ છંટકાવ કરવો.
- દર વર્ષે સૈન્દ્રિય ખાતરો જેવા કે કોહવાયેલ છાણિયું ખાતર અથવા મરઘાનુ ખાતર અથવા દીવેલીનો ખોળ અથવા લીંબોળીનો ખોળ જેવા સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ કરવો.
ગંઠવા કૃમિ (Root knot nematode):
ગુજરાતની રેતાળ તેમજ ગોરાડુ જમીનમાં લીંબુની વાડીઓમાં ગંઠવા કૃમિ ખુબ જ પ્રમાણમાં જોવા મળે છે. શરૂઆતમાં આ કૃમિ છોડના મૂળમાં ચુસિકાની મદદથી કાણા પાડીને રસ ચૂસે છે અને અંદર પ્રવેશતા પ્રજનન દ્વારા તેની સંખ્યા વધતી જાય છે. પરિણામે મૂળ ઉપર અસંખ્ય ગાંઠો જોવા મળે છે. કૃમિના વ્યાપક ઉપદ્રવથી લીંબુના છોડનો વિકાસ અટકી જાય છે. પાન ધીમે-ધીમે પીળા પડી ચીમળાઈ જાય છે. ડાળીઓ તેમજ પાન સુકાઈ જાય છે. ફળના કદ તેમજ સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. લીંબુના ઉત્પાદન ઉપર માઠી અસર પડે છે. કૃમિ પિયતના પાણી સાથે કે ચોમાસાના પાણી સાથે ઘસડાતી માટી દ્વારા મૂળમાં દાખલ થઈ મૂળ ઉપર અસંખ્ય ગાંઠો બનાવી રોગનો વ્યાપક પ્રમાણમાં ફેલાવો થાય છે.
આ પણ વાંચો:તેલીબિયાં પાકોના ઉત્પાદન વધારવા માટે કેન્દ્ર સરકાર 21 રાજ્યના ખેડૂતોને આપશે મફત બિયારણ
સંકલિત વ્યવસ્થાપન:
- ઉનાળામાં ઊંડી ખેડ કરીને જમીન તપાવવી જેથી જમીનમાં રહેલ કૃમિનો નાશ કરી શકાય.
- જો ખેતરમાં કૃમિની હાજરી જણાય તો તેમા શક્ય હોય ત્યાં સુધી વાવણી કરવી નહિ. ઉનાળામાં રોપણી માટે ખાડા તૈયાર કરી સૂર્યના પ્રખર તાપમાં તપવા દેવા.
- પાકની લાંબા ગાળાની ફેરબદલી કરવી.
- સારા કોહવાયેલા છાણિયા ખાતર કે દિવેલા અથવા રાયડા અથવા લીંબોળીના ખોળનો વધુ ઉપયોગ કરવો.
- કૃમિગ્રસ્ત ખેતરમાં એપ્રિલ-મે માસમાં સોઈલ સોલેરાઈઝેશન કરવુ જેથી જમીનમા રહેલ કૃમિનો નાશ કરી શકાય.
- ફેરરોપણી માટે સ્વસ્થ અને રોગમુક્ત ધરૂની પસંદગી કરવી.
- વાવણી પહેલા બિયારણને સ્યુડોમોનાસ ફલુઓરેસેંસ ૧.૦૦ ટકા વે.પા. અથવા ટ્રાયકોડમાં હર્જીયાનમ ૧.૦૦ ટકા વે.પા. અથવા વર્ટીસીલીયમ ક્લેમાઈડોસ્પોરીયમ ૧.૦૦ ટકા વે.પા. દવાનો ૨૦ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બીજ મુજબ પટ આપીને વાવણી કરવી.
- જમીન તૈયાર કરતી વખતે જમીનમાં સારી રીતે કોહવાયેલ છાણિયા ખાતર (૫ ટનહે.) ને સ્યુડોમોનાસ ફલુઓરેસેંસ ૧.૦૦ ટકા વે.પા. અથવા ટ્રાયકોડમાં હર્જીયાનમ ૧.૦૦ ટકા વે.પા. અથવા વર્ટીસીલીયમ ક્લેમાઈડોસ્પોરીયમ ૧.૦૦ ટકા વે.પા. (૫ કિ.ગ્રા./૧૦૦ કિ.ગ્રા. સેન્દ્રીય ખાતર) સાથે સારી રીતે સંવર્ધિત કરી રોપણી પહેલા જમીનમાં સારી રીતે ભેળવી દેવું.
સૌજન્ય:
શ્રી બિ. કે. પ્રજાપતિ, ડૉ. એન. પી. પઠાણ, , પી. એમ. પટેલ અને બી. એચ. નંદાણિયા
પાક સંરક્ષણ વિભાગ, બાગાયત મહાવિધાલય, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, જગુદણ-૩૮૪૪૬૦
(મો.) ૮૮૬૬૦ ૯૮૯૪૯
Share your comments