Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂતોની આવક બમણી થવાની જગ્યાએ થઈ રહી છે ઓછી, RBI ના સંશોધનમાં થયુ ઉજાગર

આરબીઆઈના સંશોધનમાં જાણવામાં મળેલ માહિતી મુજબ સરકારની મોટી મોટી સ્કીમ પછી ખેડૂતોની મહેનતનું ફાયદા ખેડૂતોની જગ્યાએ જથ્થાબંધ અને છૂટક વેપારીઓને મળી રહ્યો છે. આથી ખેડૂતોને આવકમાં વધારોની જગ્યાએ ઘટાડો ક તો પછી તેમની આવક જેમની તેમ છે. સંશોધન મુજબ આ સમસ્યા ફક્ત કૃષિ અને બાગાયતમાં નથી પરંતુ ડેરી ક્ષેત્રમાં પણ જોવા મળી રહી છે

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

ખેડૂતોની આવક બમણી કરવા માટે કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર તેમજ ખાનગી કંપનીઓએ દિવસ રાત જોવા વગર કાર્ય કરી રહી છે. પરંતુ શું આ મહેનતનું ફળ ખેડૂતોને મળ્યું છે? આ પ્રશ્ન એવું છે જેના ઉત્તર બધા જાણવા ઇચ્છે છે. કેટલા ખેડૂતો એવા છે જેમના દાવો છે કે તેમની આવકમાં પહેલા કરતા વધારો જોવા મળ્યું છે પણ શું આ વાત સાચી છે? ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈના એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે ભારતના ખેડૂતોને તેમના ફળો અને શાકભાજીના માત્ર એક તૃતીયાંશ ભાવ મળે છે. જણાવી દઈએ કે આ વાત આરબીઆઈને એક સંશોધન દ્વારા જાણવા મળી છે, જો કે તેઓ પોતે જ કરાવ્યું હતું.

મોટો હિસ્સો જથ્થાબંધ અને છૂટક વેપારીઓને જાય છે

આરબીઆઈના સંશોધનમાં જાણવામાં મળેલ માહિતી મુજબ સરકારની મોટી મોટી સ્કીમ પછી ખેડૂતોની મહેનતનું ફાયદા ખેડૂતોની જગ્યાએ જથ્થાબંધ અને છૂટક વેપારીઓને મળી રહ્યો છે. આથી ખેડૂતોને આવકમાં વધારોની જગ્યાએ ઘટાડો ક તો પછી તેમની આવક જેમની તેમ છે. સંશોધન મુજબ આ સમસ્યા ફક્ત કૃષિ અને બાગાયતમાં નથી પરંતુ ડેરી ક્ષેત્રમાં પણ જોવા મળી રહી છે, જ્યાં પશુપાલકોને ઉત્પાદનોના અંતિમ ભાવના 70 ટકા મળે છે, જો કે આ બાબતમાં ઇંડા ઉત્પાદકોની સ્થિતિ વધુ સારી છે, કેમ કે તેઓને વેચાણનો 75 ટકા હિસ્સા આપવામાં આવે છે તેજ સમય મરઘાં ખેડૂતોને ચિકનની છૂટક વેચાણ કિંમતના માત્ર 56 ટકા જ મળે છે.

વધેલા ભાવનો લાભ પણ ખેડૂતોને મળતો નથી

આરબીઆઈના સંશોઘનમાં જાણવા મળ્યું છે કે દર વર્ષે એક કે બે વાર હવામાન કે અન્ય કારણેસર ટામેટાં, ડુંગળી કે અન્ય શાકભાજી ભાવમાં ભારે ઉછાળો જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન ગ્રાહકોને ઉંચા ભાવે શાકભાજી ખરીદવી પડે છે. પરંતુ આ વધેલા ભાવનો લાભ ખેડૂતોને મળતો નથી. કારણ કે તેનાથી તેમની આવકમાં વધારો થતો નથી. સંશોધન મુજબ, ખેડૂતોને ટામેટાના છૂટક ભાવના માત્ર 33 ટકા, ડુંગળીના 36 ટકા અને બટાકાના વધેલા ભાવના 37 ટકા જ મળી શકે છે. 

ફળોના ખેડૂતોની પણ કફોડી સ્થિતિ

શાકભાજી બાદ ફળોની પણ આવી જ સ્થિતિ છે. કેળાના ખેડૂતોને કેળાની છૂટક કિંમતના માત્ર 31 ટકા જ મળે છે. દ્રાક્ષના ખેડૂતોને માત્ર 35 ટકા અને કેરીના ખેડૂતોને છૂટક કિંમતના માત્ર 43 ટકા જ મળે છે. આમાં રસપ્રદ વાત એ છે કે સામાન્ય ખેડૂતો નિકાસ કરીને વધુ નફો મેળવે છે. તેમની કમાણી વધુ છે. દ્રાક્ષના કિસ્સામાં બજાર ભાવ ઉંચા હોવા છતાં તેનો લાભ ખેડૂતો સુધી પહોંચતો નથી. RBI દ્વારા જારી કરાયેલા આ રિપોર્ટમાં ખેડૂતોને યોગ્ય ભાવ આપવા માટે ઘણા મહત્વપૂર્ણ સૂચનાઓ પણ આપવામાં આવી છે.

Share your comments

Subscribe Magazine

More on News

More