ઓછા ખર્ચમાં વધારે કમાણી કરવા માંગો છો તો આ આયુર્વેદિક છોડની ખેતી કરી શકાય છે. વધી રહેલી દવાઓની માંગને લીધે તેની ખેતીમાં નફાની સંભાવના વધારે રહેલી છે. જેમ કે એલોવેરાની વાત કરવામાં આવે તો દવાઓ અને આરોગ્ય સંબંધિત અન્ય ઉત્પાદનોનું નિર્માણ કરવામાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે. ત્વચાને લગતી અનેક સમસ્યાના ઉપચાર માટે તેનો ઉપયોગ થવા લાગ્યો છે. તેને લીધે ખેડૂતોને સારો લાભ થાય છે. તો ચાલો જાણીએ આજે આ છોડ વિશે.

ઓછી પડતરમાં વધારે નફો
એલોવેરાનો પાક ઉગાડવામાં પ્રતિ એકર આશરે 15 હજારનો ખર્ચ આવે છે. સામાન્ય રીતે એકરમાં પ્રતિ પાકનું ઉત્પાદન આશરે સો ક્વિન્ટલ એલોવેરાની ઉપજ થાય છે. જેને બજારમાં સરળતાથી પ્રતિ ક્વિન્ટલ અઢી સો રૂપિયા કિંમત મળી રહે છે. એલોવેરાની એક ખાસ વાત એ છે કે તે એક વખત લગાવ્યા બાદ ચાર વર્ષ સુધી ઉત્પાદન આપે છે. તેની ખેતી પણ સામાન્ય રીતે જૈવિક રીતે કરવામાં આવે છે. હકીકત એ છે કે સિંચાઈ ઉપરાંત તેને લગતો કોઈ અન્ય ખર્ચ નથી.
આ પણ વાંચો, ધાણાની ખેતી કરવાની પદ્ધતિ અને સુધરેલી જાતો
એરોવેરાની ખેતીને જાનવરોથી કોઈ જ પ્રકારનું નુકસાન થતુ નથી. માટે તેની સુરક્ષા પર વિશેષ ખર્ચ થતો નથી. જાનવરો તેનો નાશ કરી શકતા નથી. તેની દેખરાખ રાખવાની કોઈ જ સમસ્યા નથી. સૌથી ખાસ વાત એ છે કે ઉપજમાં સામાન્ય રીતે અગાઉથી નક્કી થઈ જાય છે. જેને લીધે બજારમાં તેજી અને મંદીના જોખમને લઈ કોઈ ખતરો રહેતો નથી.
એલોવેરાથી ફાયદા
વધતી ઉંમરના લક્ષણો ચહેરા પર નજર આવવા લાગે છે ત્યારે એલોવેરાનો ઉપયોગ શરૂ કરવો જોઈએ. કોઈ પણ પ્રકારના ડાગ-ધબ્બાને તે ખતમ કરે છે. પિંપલ્સને ઓછા કરવા અથવા દાઝવા કે ઈજાના સંજોગોમાં એલોવેરાનો ઉપયોગ લાભદાયક છે. જો તમારા ચહેરા પર રિંકલ્સની સમસ્યા છે તો એલોવેરાનો ઉપયોગ કરો. એલોવેરામાં એન્ટી-માઈક્રોબિયલના ગુણ પણ જોવા મળે છે. માટે ખીલ,મંહાસોનો તે અંગ લાવે છે.
Share your comments