Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

તમારા સ્વાસ્થ્ય માટે શું છે હાનિકરાક, રોટલી કે ચોખા કોણા કરવું જોઈએ ઓછું સેવન

આજકાલ લોકોમાં હાર્ટની બીમારી ધીમે-ધીમે વધી રહી છે. અને ગુજરાતમાં તો છેલ્લા એક વર્ષમા કેટલાક યુવાનોનું મોત હાર્ટ અટેકના કારણે થઈ ગયું છે. કોઈએ ગરબો રમતો ઢળી પડ્યો તો કોઈએ સવારની એક્સરસાઈઝ કરતા ઢળી પડ્યો અને મૃત્યું પામ્યો.

Amansinh Jadeja
Amansinh Jadeja
શું રોટલીનું વઘુ સેવન છે સવાસ્થ્ય માટે હાનિકારક
શું રોટલીનું વઘુ સેવન છે સવાસ્થ્ય માટે હાનિકારક

આજકાલ લોકોમાં હાર્ટની બીમારી ધીમે-ધીમે વધી રહી છે. અને ગુજરાતમાં તો છેલ્લા એક વર્ષમા કેટલાક યુવાનોનું મોત હાર્ટ અટેકના કારણે થઈ ગયું છે. કોઈએ ગરબો રમતો ઢળી પડ્યો તો કોઈએ સવારની એક્સરસાઈઝ કરતા ઢળી પડ્યો અને મૃત્યું પામ્યો. આવા કેસોના સામે આવવાના કારણે લોકોએ હેલ્થના પ્રત્યે વઘુ જાગૃત બન્યા છે. જેના કારણે હવે દરેક ખાણું-પીવાણી વસ્તુંઓ ઉપર અઘ્યન અને ચર્ચા થઈ રહી છે. તેના જ વચ્ચે હવે એક નવી ચર્ચા બાહર આવી છે કે આપણા માટે વધું કરતા ચોખા ખાવાનું હાનિકારક છે કે પછી વધુ કરતા રોટલી ખાવાનું. જો તમારે પણ ચર્ચા પછી જો ઉત્તર શેઘવામાં આવ્યું છે તેના વિશે જાણવું તો આ આર્ટિલને અંત સુધી ધ્યાનથી વાંચો.

બન્નેમાં હોય છે કેલરીની સરખી માત્રા

કોણ વધુ સેવન હાનિકારક છે અને કોણ નથી તેનું ઉત્તર આપવાથી પહેલા અમે તમને જણાવી દઈએ કે ચોખા અને રોટલી બન્નેમાં એક સરખો કેલરી હોય છે. તે જ સમય જ્યારે તમે ડાયાબિટીસ અથવાં વજનને નિયંત્રિત કરવાની વાત કરો છો તો સૌથી પહેલા તમારે કેલરીનું વપરાશ કરવું પડે છે.આ સિવાય એક માન્યતા એ પણ જાણીતી છે કે કાર્બોહાઇડ્રેટ ખાવાથી વજન વધે છે. તમને જણાવી દઈએ કે આવું થતું નથી. હજુ સુધી એવું ક્યાંય સાબિત થયું નથી કે કાર્બોહાઇડ્રેટ તમારી સ્થૂળતાનું કારણ બની શકે છે.

શરીરમાં કાર્બોહાઈડ્રેટ્સની માત્રા 50 ટકા હોવી જોઈએ

રોટલીમાં કેલરીના સાથે-સાથે કાર્બોહાઈડ્રેટસ પણ હોય છે. જોકે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ કેટલાક લોકો એવા છે જે પોતાના વજનનું વપરાશ કરવા માટે રોટોલી ખાવાનું છોડી દે છે. પણ આવું કરવું જોઈએ નહીં કેમ કે કાર્બોહાઈડ્રેટ આપણા શરીરની ચરબીને પચાવવાનું પણ કામ કરે છે. અને એમ પણ શરીરમાં ઓછુંમાં ઓછું 50 ટકા કાર્બોહાઈડ્રેટ હોવું જોઈએ. જો આપણે ચોખાની વાત કરીએ તો તેમાં કારબોહાઈડ્રેટ રોટલી કરતા વધુ હોય છે.

ચોખામાં સારી માત્રામાં સ્ટાર્ચ હોય છે

ચોખામાં સારી માત્રામાં સ્ટાર્ચ હોય છે. જેને પચાવવા માટે આપણા પાચનતંત્રને બહુ મહેનત કરવી પડતી નથી, પરંતુ હા, તેને ખાવાથી પેટ ઝડપથી ભરાય છે કારણ કે તેમાં રોટલી કરતાં વધુ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. તે જ સમયે, રોટલી ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલા રહે છે, જેની પાછળનું કારણ એ છે કે તેમાં ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા ખનિજો ચોખાની તુલનામાં વધુ હોય છે.

શું વધું કરતા ચોખા ખાવાનું છે સ્વાસ્થ્ય માટે હાનિકારક
શું વધું કરતા ચોખા ખાવાનું છે સ્વાસ્થ્ય માટે હાનિકારક

સમયપત્રક મુજબ ખાઈ શકો છો

બંનેના પોષણ મૂલ્યમાં બહુ ફરક ન હોવાથી, તમે તેને તમારા સમયપત્રક મુજબ લંચ અને ડિનર વચ્ચે વહેંચી શકો છો. તેની સાચી માત્રા જાણવા માટે, તમારી દિનચર્યા પર ધ્યાન આપવું જરૂરી છે, એટલે કે તમે આખા દિવસમાં કેટલી શારીરિક પ્રવૃત્તિઓ કરો છો.તેના ઉપર નક્કી થાય છે કે તમારા માટે શું હાનિકારક છે રોટલી કે ચોખા.

દિવસમાં 200 ગ્રામથી વધુ કાર્બોહાઈડ્રેટ નથી લેવું જોઈએ

એમ તો આપણા શરીરમાં ઓછામાં ઓછું 50 ટકા કાર્બોહાઈડ્રેટ હોવું જોઈએ. પરંતુ જો તમે દિવસમાં શરીરિક પ્રવૃત્તિઓ નથી કરતા તો તમારા માટે એક દિવસમાં 200 ગ્રામથી વઘુ કાર્બોહાઈડ્રેટ લેવું યોગ્ય નથી.આ સિવાય જો તમે ડાયાબિટીસના દર્દી છો તો રોટલી તમારા માટે બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે કારણ કે તેને ખાવાથી તમારું બ્લડ ગ્લુકોઝ લેવલ તરત જ વધતું નથી, તેની પાછળનું કારણ તેમાં જોવા મળતા જટિલ કાર્બોહાઈડ્રેટ્સ છે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More