Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

રોજ સવારમાં આચર-કૂચર કઈ પણ ખાધા વગર આ 5 ભારતીય નાસ્તાનું કરો સેવન, થશે ઘણો ફાયદો

જો દિવસની શરૂઆત હેલ્ધી નાસ્તાથી કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક નીવડી શકે છે, તો આજે અમે તમને એવા નાસ્તા વિશે માહિતી આપીશું જેનો ટેસ્ટ તમને ખુશ કરી દેશે એને સાથે જ તમારી તબિયતનું પણ ધ્યાન રાખશે.

Himanee Chauhan
Himanee Chauhan
Eat This Indian Snack Every Morning
Eat This Indian Snack Every Morning

જો દિવસની શરૂઆત હેલ્ધી નાસ્તાથી કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક નીવડી શકે છે, તો આજે અમે તમને એવા  નાસ્તા વિશે માહિતી આપીશું જેનો ટેસ્ટ તમને ખુશ કરી દેશે એને સાથે જ તમારી તબિયતનું પણ ધ્યાન રાખશે.

શું તમે વિદેશી નાસ્તાથી કંટાળી ગયા છો

તમે દરરોજ બ્રેડ, કોર્નફ્લેક્સ અને ઓટ્સ જેવી વસ્તુઓ ખાઈને કંટાળી ગયા છો તો તમારા નાસ્તામાં ભારતીય તડકો ઉમેરો. આપણા દેશમાં એવા અનેક પ્રકારનો ખોરાક છે, જેને જો તમે તમારા નાસ્તામાં સામેલ કરો છો, તો ભાગ્યે જ કંટાળો અનુભવશો. આ સાથે, તમે ઘણો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો પણ ખાઈ શકો છો. આજે અમે તમને એવા જ કેટલાક ભારતીય નાસ્તાની યાદી જણાવીશું, જે ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ હોઈ શકે છે. આવો જાણીએ આ વિશે તમામ માહિતી.

ગુજરાતની પહેલી પસંદ છે ખમણ - ઢોકળા

ગુજરાતના ઢોકળા સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્યની બાબતમાં પણ બેજોડ છે. આમાં મસાલા નગણ્ય છે, જે તેને તમારા સ્વાસ્થ્ય માટે એકદમ હેલ્ધી બનાવે છે. દાળમાંથી બનેલા ઢોકળામાં પ્રોટીન અને ફાઈબર સારી માત્રામાં ઉપલબ્ધ હોય છે. જેનાથી ભૂખમાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. 

આ પણ વાંચો : કાળા તલમાં સમાયેલ છે વિવિધ ઔષધીય ગુણ, જાણો કાળા તલ ખાવાથી કેટલા થાય છે ફાયદા

પૌઆનો સ્વાદ જીભને લાગે છે સ્વાદિષ્ટ

મધ્યપ્રદેશની શેરીઓમાંથી નીકળેલા પૌઆનો સ્વાદ એકદમ આકર્ષક છે. ઉપરાંત, જો તમે તેમાં ઘણા પ્રકારનાં શાક મિક્સ કરો છો, તો તમે તેને હેલ્ધી બનાવી શકો છો. તમારા માટે નાસ્તા માટે આ શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. પૌઆ એક પૌષ્ટિક નાસ્તો છે. તમને જણાવી દઈએ કે પૌઆ ખૂબ જ ઓછા સમયમાં બની જતો નાસ્તો છે. સવારના નાસ્તામાં સ્વાદ અને સ્વાસ્થ્યના ગુણોથી ભરપૂર પૌઆ ખાવાથી શરીરને ઘણા પોષકતત્ત્વો મળે છે. પૌઆ ઓછી કેલરીવાળો ખોરાક છે જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

ઉત્તપમ સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ બેજોડ

જો વાત નાસ્તાની યાદીની હોય અને દક્ષિણ ભારતીય ખોરાકની ન હોય તો વાત અધૂરી રહી શકે છે. દક્ષિણ-ભારતીય ઉત્તપમ સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ બેજોડ ગણી શકાય છે.

 

આ પણ વાંચો : કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો, ઈમ્યુનિટી વધારવા માટે આ વસ્તુઓ ખૂબ જ જરૂરી

દહીંવડાનો કરો નાસ્તો

નાસ્તામાં પણ દહીં વડાનો સ્વાદ માણી શકાય છે. જો કે તમે તેમાં થોડો દક્ષિણ-ભારતીય તડકા ઉમેરો છો, તો તે શ્રેષ્ઠ નાસ્તો બની શકે છે. આ માટે તમારે દહીં વડામાં દહીં સામેલ કરવાની જરૂર નથી, તેને સંભારમાં ડુબાડી દો.  તે નાસ્તાનો સારો વિકલ્પ બની શકે છે

ઈડલીનો કરો સમાવેશ

ભારતીય નાસ્તાની યાદીમાં ઈડલીનો સમાવેશ કરવાનું ક્યારેય ભૂલશો નહીં. તે ખૂબ જ સ્વાદિષ્ટ અને તેલ મુક્ત નાસ્તો છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ આરોગ્યપ્રદ હોય છે. જેનાથી તમને ઘણો ફાયદો પણ મળશે. અને તમને જલ્દી ભૂખ પણ નહીં લાગે.

આ પણ વાંચો : જી હા ! ગોરસ આંબલીમાં રહેલા છે ઔષધિય ગુણો, વાંચો તેને ખાવાથી થશે આ લાભ

આ પણ વાંચો : ગરમીનો પારો થયો 40ને પાર, તો આ ફળ તમારા શરીરમાં પાણીની કમી કરશે પૂરી

 

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More