Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

ગરમીનો પારો થયો 40ને પાર, તો આ ફળ તમારા શરીરમાં પાણીની કમી કરશે પૂરી

ગરમીની શરૂઆત થતા જ શરીરમાં પાણીની કમી વર્તાવવા લાગે છે, અને લોકોને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો શરીરમાં પાણીની કમી પૂરવા માટે અનેક ફળોનું સેવન કરી શકાય છે. તો એવા જ એક ફળની આજે આપણે વાત કરીશું. ચીકુ ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે તેટલા જ તેમાં શરીરને સાચવવાના ગુણો પણ છે.

Himanee Chauhan
Himanee Chauhan
Benefits Of Chiku
Benefits Of Chiku

ગરમીની શરૂઆત થતા જ શરીરમાં પાણીની કમી વર્તાવવા લાગે છે, અને લોકોને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો શરીરમાં પાણીની કમી પૂરવા માટે અનેક ફળોનું સેવન કરી શકાય છે. તો એવા જ એક ફળની આજે આપણે વાત કરીશું. ચીકુ ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે તેટલા જ તેમાં શરીરને સાચવવાના ગુણો પણ છે.

ચીકુ એક, આપે લાભ અનેક

ઉનાળાની ઋતુમાં ફળ ખાવા ખૂબ જ જરૂરી છે, ત્યારે ચીકુનું સેવન પણ ખૂબ જ ઉપયોગી છે, ચીકૂમાં 71 ટકા પાણી, 1.5 ટકા પ્રોટીન, અને 25.5 ટકા કાર્બોહાઈડ્રેટ હોય છે. સાથે જ એમાં વિટામિન એ Vitamin A અને વિટામિન સી Vitamin C પણ ભરપૂર માત્રામાં હોય છે. ચીકુમાં 14 ટકા શર્કરા પણ હોય છે. એમાં ફોસ્ફોરસ અને લોહ તત્વ ઘણી માત્રામાં હોય છે. ચીકુ એક એવુ ફળ છે જે સ્વાદે ગળ્યું  હોય છે અને તેને ખાવાથી શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે. ચીકુ ઉનાળામાં તેમજ શિયાળામાં મળે છે. જો ભોજન આરોગ્યા બાદ ચીકુનું સેવન કરવામા આવે તો તેનાથી ઘણો લાભ થાય છે.

બધી ઉંમરના લોકો ખાઈ શકે છે ચીકુ

ચીકુ ખાવાથી હાડકા મજબૂત બને છે તેમાં રહેલું કેલ્શિયમ, આયન અને ફોસ્ફરસ હાડકાને મજબૂત બનાવવા ખૂબ જ ફાયદો કરે છે. ચીકુમાં ભરપૂર માત્રામાં વિટામિન એ Vitamin A રહેલું હોય છે જે આંખોના તેજ માટે ખુબજ આવશક છે. તેનો ઉપયોગ કરવાથી આંખોના નંબર પણ દૂર કરી શકાય છે.નાના બાળકોને ચીકુ ખવડાવવાથી આંખોની રોશનીમાં વધારો થાય છે. તેમાં એન્ટિબેકટેરિયલ અને એન્ટિવાઈરલ હોવાથી શરીરને ફાયદો કરે છે. તે શરીરમાં આવતા બેકટેરિયાને રોકે છે. ઉપરાંત તેમાં રહેલું વિટામિન સી Vitamin C શરીરના રહેલા બેક્ટેરિયાનો નાશ કરે છે. તેમાં રહેલ એન્ટિબેકટેરિયલ અને ફાઈબર કેન્સરને થતું અટકાવે છે.

આંખો માટે ઉપયોગી

ચીકુમાં વિટામિન એ Vitamin A પૂરતા પ્રમાણમાં હોવાથી આંખોની દૃષ્ટિ વધુ લાંબા સમય સુધી ટકી રહે છે. સાથે જો આંખોમાં દુખાવો થતો હોય અથવા તો દેખાવામાં તકલીફ થતી હોય તો ચીકુનુ રોજ સેવન કરવુ જોઈએ.

પેટની સમસ્યામાં કરે દૂર

ચીકુમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી કબજિયાત અથવા અપચા જેવી તકલીફોમાંથી રાહત આપે છે. ચીકું રોજ ખાવાથી પાચનતંત્ર મજબુત બને છે. અને પાચનક્રિયાને ઠીક કરે છે, ચીકુમાં મીઠું નાખીને ખાવા થી કબજિયાત તો દુર થાય જ છે પણ સાથોસાથ વજન પણ ઓછુ થાય છે.

શરીરમાં વધારે એનર્જી

ચીકુ ખાવાથી ગ્લુકોઝની માત્રા સરભર થવાથી શરીરને શક્તિ મળે છે. આખો દિવસ કામ-કાજ કરીને થાકતા લોકોએ ચીકુનું સેવન જરૂરથી કરવું જોઈએ.

કેન્સર માટે શ્રેષ્ઠ ઈલાજ

ચીકુ શરીરને સ્વસ્થ રાખવામા ઘણું લાભદાયી છે. ચીકુ કેન્સર જેવા જીવલેણ રોગમાં શરીરની રક્ષા કરે છે. જો કોઈપણ વ્યક્તિને કોલન કેન્સર, ઓરલ કેવીટી તેમજ ફેફસાંનુ કેન્સર હોય તો તેણે રોજ ચીકુ ખાવા જોઈએ.

એન્ટી એન્ફ્લામેટરી તત્વો

ચીકુને એન્ટી-ઇન્ફલેમેંટરી એજન્ટ માનવામાં આવે છે અને તેનાથી કબજિયાત, જાળા તેમજ આંખ સંબંધિત એનીમિયા જેવો રોગો સામે રક્ષણ મળે છે. આ સિવાય તે આંતરડાની શક્તિ વધારી હ્રદયનેલગતી બીમારીઓ થતી અટકાવે છે. જો તમે સ્વસ્થ રહેવા માંગતા હોય તો નિયમિત ચીકુનું સેવન કરવું જોઈએ.

આ પણ વાંચો : Potable Water Benefits : માટલાનું પાણી પીવો અને દરેક મોસમી રોગો સામે મેળવો રક્ષણ

આ પણ વાંચો : જર્મની કેમોમાઈલની ખેતી કરીને ખેડૂતો બની શકે છે સમૃદ્ધ, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More