Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

કાળા તલમાં સમાયેલ છે વિવિધ ઔષધીય ગુણ, જાણો કાળા તલ ખાવાથી કેટલા થાય છે ફાયદા

કાળા તલમાં અનેક ઔષધીય ગુણ હોય છે. જેથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ભારતમાં સદીઓથી કાળા તલને પસંદ કરવામાં આવે છે. સામાન્ય રીતે તલ કાળા, સફેદ અને ભૂરા રંગના હોય છે. તલ પોષક પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો રહેલ છે અને તલ ખાવાથી વિવિધ પ્રકારની બિમારીથી છૂટકારો મેળવી શકાય છે.

Sukhadev Thakor
Sukhadev Thakor

કાળા તલમાં અનેક ઔષધીય ગુણ હોય છે. જેથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ભારતમાં સદીઓથી કાળા તલને પસંદ કરવામાં આવે છે. સામાન્ય રીતે તલ કાળા, સફેદ અને ભૂરા રંગના હોય છે. તલ પોષક પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો રહેલ છે અને તલ ખાવાથી વિવિધ પ્રકારની બિમારીથી છૂટકારો મેળવી શકાય છે. આ ઉપરાંત તલનું સેવન કરવાથી પાચનક્રિયા પણ સારી રહે છે અને બ્લડ પ્રેશર લો હોય ત્યારે તલ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે આમ તલ એ ઘણી રીતે શરીરમાં ફાયદાકારક છે. વાળ અને શરીરની ત્વચા માટે પમ તલનું સેવન કરવું એ ઘણુ ફાયદાકારક છે.

બ્લડ પ્રેશરની સમસ્યાનું સમાધાન

હેલ્થ લાઇનના અહેવાલ મુજબ તલમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે. કેલ્શિયમ અને મેગ્નેશિયમથી બ્લડ પ્રેશર હાઈ કે લો થઈ જાય ત્યારે ખુબજ ઉપયોગી સાબિત થાય છે. ઉપરાંત તલનું સેવન કરવાથી રક્તવાહિનીઓને તંદુરસ્ત રહે છે. બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે જેના કારણે હૃદયરોગ જેવી બીમારીમાં રાહત મળી શકે છે.

હૃદયને તંદુરસ્ત રાખવા મદદરૂપ

- તલ અને તલનું તેલ તણાવ ઘટાડવામાં મદદ કરે છે.
- શરીરમાં એન્ટીઓક્સિડેન્ટ વધારવાની ક્ષમતા પર પણ પોઝિટિવ અસર કરે છે.
- તલના બીજમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ મળી આવે છે. તેનું સેવન કરવાથી તણાવ ઓછો કરવાની સાથે હૃદય રોગ અને અલ્જાઈમર રોગને રોકવામાં મદદ મળે છે.
- હૃદયમાં મોનોઅનસૈચુરેટેડ ચરબી અને પોલીઅનસેચુરેટેડ ચરબી હોય છે. જે હૃદયના સ્વાસ્થ્યને વધુ સારું રાખે છે.

વાળ અને ત્વચા માટે તલના સેવનના ફાયદા

- તલનું તેલ વાળ અને ત્વચા સંબંધિત ઉત્પાદનો માટે ઉપયોગમાં લેવાય છે.
- સાબુ, શેમ્પૂ મોઈશ્ચરાઈઝરમાં તેનો ઉપયોગ થાય છે. જેથી સમજી શકાય કે, વાળ અને ત્વચા માટે તલ અને તેનું તેલ કેટલું અસરકારક હશે.
- કાળા તલ વાળ અને ત્વચા પર સારો પ્રભાવ પાડતા હોવાનું કેટલાક અભ્યાસમાં પણ સામે આવ્યું છે.
- તલમાં અનેક પોષક તત્વો હોય છે, જે વાળ અને ત્વચાને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ નીવડે છે.

પાચનક્રિયા સારી રાખવા મદદરૂપ

- કાળા તલમાં વધુ પ્રમાણમાં ફાઇબર અને ફેટી એસિડ હોય છે. જે કબજિયાતમાં રાહત આપવામાં મદદગાર છે.
- તલનું તેલ આંતરડાને ચીકણા રાખે છે તેના કારણે પાચન સારું થાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

આપણી રોગપ્રતિકારક શક્તિ વધુ સારી રાખવા માટે તલનું તેલ સારું રહે છે. તેમાં ઝીંક, સેલેનિયમ, કોપર, આયરન, વિટામિન બી 6 અને વિટામિન ઈ જેવા પોષકતત્વ હોય છે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More