Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

પીએમ ખેડૂત સન્માન નિધિ યોજનાની રકમમાં ક્યારે થશે વઘારો, એક કિલ્કમાં જાણો ઉત્તર

પીએમ ખેડૂત સન્માન નિધી યોજના હેઠળ ખેડૂતોને 4 હપ્તામાં મળતા 6 હજાર રૂપિયાને વધારીને 8000 થી 12 હજાર કરવાની ખબર સામે આવી હતી. સરકારના એક સૂત્રે જણાવ્યું હતું કે સરકાર સન્માન નિધી યોજનાની રકમને વઘારીને 8 થી 9 ક તો પછી 12 હજાર કરવાનું વિચાર કરી રહી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
પીએમ ખેડૂત સન્માન નિઘી યોજનાની રકમમાં વઘારો
પીએમ ખેડૂત સન્માન નિઘી યોજનાની રકમમાં વઘારો

પીએમ ખેડૂત સન્માન નિધી યોજના હેઠળ ખેડૂતોને 4 હપ્તામાં મળતા 6 હજાર રૂપિયાને વધારીને 8000 થી 12 હજાર કરવાની ખબર સામે આવી હતી. સરકારના એક સૂત્રે જણાવ્યું હતું કે સરકાર સન્માન નિધી યોજનાની રકમને વઘારીને 8 થી 9 ક તો પછી 12 હજાર કરવાનું વિચાર કરી રહી છે. જેના ઉપર હવે સરકાર સ્પષ્ટ ઉત્તર આપ્યું છે, સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રીથી આ પ્રશ્ન કરવામાં આવ્યું હતું કે સરકાર તેના ઉપર વિચાર કરી રહી છે કે શું? અને કરી રહી છે તો ક્યારથી ખેડૂતોને તેનો લાભ મળશે.

આ પ્રશ્નના જવાબ આપતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે સરકાર સમ્માન નિધી યોજની રકમ વધારવા ઉપર કોઈ વિચાર કરી રહી નથી પરંતુ ખેડૂતોને આ યોજનાનું લાભ અત્યારની જેમ આગળ પણ મળતા રહેશે. સાથે જ તેમણે તે પણ જણાવ્યું, મહિલા ખેડૂતો માટે પણ રકમ વધારવાની કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી. આ યોજના વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ખેડૂતોને દર ચાર મહિને 2000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં દર વર્ષે 6000 રૂપિયાના નાણાકીય લાભો પૂરા પાડે છે.

બજેટથી પહેલા દેશમાં ચાલી રહી હતી ચર્ચા

1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણા પ્રધાને બજેટ રજુ કર્યો હતો. આથી પહેલા આખા દેશમાં આ ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધી યોજનાનું હપ્તા વધારી શકે છે. ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક નાણાકીય સહાયને 6,000 રૂપિયાથી વધારીને 12,000 રૂપિયા પ્રતિ વર્ષ કરી શકે છે.

આ યોજના હેઠળ 11 કરોડ ખેડૂતોએ મેળવ્યું લાભ

કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ પ્રશ્નના ઉત્તરમાં આ વાત પણ જણાવી કે, કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં 11 કરોડથી વધુ ખેડૂતોને 15 હપ્તામાં 2.81 લાખ કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી કરી છે. તેમણે વધુંમાં કહ્યું કે જો આપણે વસ્તીના આધારે દેશના સૌથી મોટો રાજ્ય ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ત્યાં જ્યારથી આ યોજના શરૂ થઈ છે ત્યારથી અત્યાર સુધીમાં 2,62,45,829 ખેડૂતોએ આ યોજનાનું લાભ મેળવ્યું છે. મુંડાએ કહ્યું કે આ લાભ જમીનધારક ખેડૂતોની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે આપવામાં આવે છે.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More