Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

PM Kisan Samman Nidhi Yojana :પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 11મો હપ્તો આવવાની છે તૈયારી

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના PM Kisan SammanYojanaથી ખેડૂતોને મદદ મળી રહે છે, તો હવે આ યોજનાનો 11મો હપ્તો જલ્દી જ ખેડૂતોના ખાતામાં આવી શકે છે. મહત્વની વાત છે કે આ યોજનામાં 2 મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. તો જલ્દીથી જાણી લો તમે પણ નવા ફેરફારો

Himanee Chauhan
Himanee Chauhan
PM Kisan Samman Nidhi Yojana
PM Kisan Samman Nidhi Yojana

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના PM Kisan SammanYojanaનો 11મો હપ્તો જલ્દી જ ખેડૂતોના ખાતામાં આવી શકે છે. મહત્વની વાત છે કે આ યોજનામાં 2 મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. તો જલ્દીથી જાણી લો તમે પણ નવા ફેરફારો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, આપવાની જાહેરાત કરી છે. આ રકમ સરકાર દ્વારા ખેડૂતોને 4-4 મહિનાના અંતરે સીધા તેમના બેંકના ખાતામાં ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામા આવે છે. તો તમને જણાવી દઈએ કે આ યોજનામાં 2 મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. અને જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ હશે તો તમારા માટે આ સારા સમાચાર છે.

પહેલાની વાત કરીએ તો અગાઉ કોઈ વ્યક્તિ કિસાન પોર્ટલ પર જઈને તેના હપ્તા વિશેની માહિતી મેળવી શકતા હતા, પણ હવે PM કિસાન પર તમારૂ સ્ટેટસ જોવા માટે તમારે પહેલા તમારો મોબાઈલ નંબર દાખલ કરવો પડશે. ત્યારબાદ જ તમે આગળની તમામ વિગતો જોઈ શકશો.

આ પણ વાંચો : SSY : કેન્દ્રની એક નવી બચત યોજના, જેમાં દીકરીના લગ્ન માટે મળશે 65 લાખ રૂપિયા

ઉપરાંત આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોને ઈ કેવાયસી E-Kyc કરવાનુ ફરજિયાત થઈ ગયુ છે. જો તમે આ યોજના માટે નોંધણી કરાવી હોય અને ઈ કેવાયસી નથી કરાવ્યુ તો તમે આ યોજનાના 11માં હપ્તાનો લાભ નહીં મેળવી શકો. તો તમે વહેલી તકે ઈ કેવાયસીની પ્રક્રિયા જલ્દીથી જ પૂર્ણ કરી દો.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 10માં હપ્તાના પૈસા ચૂકવવામાં આવ્યા છે. 10માં હપ્તાના નાણાં 1 જાન્યુઆરી 2022ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાનસ્ફર કરવામાં આવ્યા હતા. તો સંભાવના છે કે આ યોજનાનો 11મો હપ્તો એપ્રિલ મહિનામાં આવી શકે છે.

આ પણ વાંચો : Atma Yojana In Gujarat : કર્મચારીઓના પગારમાં વધારો

આમને પડી શકે છે મુશ્કલીઓ

મહત્વની વાત છે કે જો ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે ખોટી માહિતી ભરીને જો ખોટા દસ્તાવેજો મૂક્યા હશે તો ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેવા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવુ પડી શકે છે. તમને જણાવી દઈએ કે આ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ Pradhanmanrti Kisan Sanman Nidhi Yojana હેઠળ આપવામાં આવેલા પૈસા પણ તેમની પાસેથી પરત લઈ લેવામાં આવશે. અને તેમણે આ યોજના હેઠળ પરત લીધેલા પૈસા પરત કરવાના રહેશે.

આ પણ વાંચો : ખુશખબર : સરકાર આપશે વૃદ્ધોને દર મહિને 9,250 રૂપિયા પેન્શન

આ પણ વાંચો : ‘વન નેશન - વન રેશન કાર્ડ યોજના’

અંગ્રેજીમાંં વાંચવા માટે આ લિંક પર ક્લીક કરો:https://tractornews.in/articles/pradhan-mantri-kisan-samman-nidhi-pm-kisan/

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More