Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

હવે તેમને પણ મળશે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનું લાભ

નરેંદ્રભાઈ મોદીની સરકાર ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે. જેમાંથી કેટલીક યોજનાઓમાં દેશના દરેક ખેડૂત પોતાની નોંધણી કરાવી શકે છે પરંતુ કેટલીક એવી યોજનાઓ પણ છે જેને જ્યાર સુધી તે રાજ્યની સરકાર પોતાના રાજ્યમાં અમલમા નહી મુકે ત્યાર સુધી તે યોજનાનું લાભ ત્યાંના ખેડૂતોને મળી શકે તેમ નથી.

Amansinh Jadeja
Amansinh Jadeja
તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડી
તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડી

નરેંદ્રભાઈ મોદીની સરકાર ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે. જેમાંથી કેટલીક યોજનાઓમાં દેશના દરેક ખેડૂત પોતાની નોંધણી કરાવી શકે છે પરંતુ કેટલીક એવી યોજનાઓ પણ છે જેને જ્યાર સુધી તે રાજ્યની સરકાર પોતાના રાજ્યમાં અમલમા નહી મુકે ત્યાર સુધી તે યોજનાનું લાભ ત્યાંના ખેડૂતોને મળી શકે તેમ નથી. આવી જ કેન્દ્ર સરકારની ખેડૂતો માટે એક યોજના છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. જણાવી દઈએ આ યોજના ભલે કેન્દ્ર સરકારે લઈને આવી છે પરંતુ કોઈ પણ રાજ્યમાં આ યોજનાને ત્યાર સુધી અમલમાં કેન્દ્ર સરકાર નથી મુકી શકતી જ્યાર સુધી ત્યાંની સરકાન તેને પોતાના રાજ્યમાં અમલમાં નહીં મુકે. જો કે એક એવા જ રાજ્યના ખેડૂતોને હવે તેનો લાભ મળવા જઈ રહ્યો છે

વાત જાણો એમ છે કે દક્ષિણ ભારતના રાજ્ય તેલંગાણના ખેડૂતોએ પહેલા આ યોજનાનું લાભ નથી લઈ શકતા હતા. કેમ કે ત્યાંની રાજ્ય સરકાર તેને ત્યા લાગૂ કર્યો નોહતો. પરંતુ હવે તેલંગાણાના ખેડૂતોને પણ તેનું લાભ મળી શકે છે. કેમ કે તેલંગાણાની કોંગ્રેસ સરકાર એટલે કે મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડીએ રાજ્યમાં તેને લાગૂ કરવાની જાહેરાત કરી છે. જો કે પહેલા આ યોજના રાજ્યમાં લાગૂ નોહતી. રેવન્ત રેડ્ડીએ વિપક્ષ અને કોંગ્રેસના એવા પહેલા મુખ્યમંત્રી છે જેમને આ યોજનાને પોતાના રાજ્યમાં લાગૂ કર્યો છે.

બેઠકમાં લેવાયો નિર્ણય

મુખ્યમંત્રીની આગેવાની હેઠળ થઈ કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યું છે. બેઠક દરમિયાન મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પ્રતિકૂળ સંજોગોમાં ખેડૂતોના ઉભા પાકને બચાવવા અને કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, ખેડૂતોને આગામી પાક સીઝનથી યોજના (PM ફસલ બીમા યોજના) હેઠળ પાક વીમો મળશે. તેમ જ PMFBY હેઠળ પાકના નુકસાનના કિસ્સામાં સમયસર વળતર આપવામાં આવશે. જણાવી દઈએ આ બેઠકમાં કૃષિ પ્રધાન તુમ્માલા નાગેશ્વર રાવ, નાણાના વિશેષ મુખ્ય સચિવ કે રામકૃષ્ણ રાવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

ખેડૂત આયોગની થશે રચના

આ સાથે મુખ્યમંત્રીએ એવી પણ જાહેરાત કરી હતી કે રાજ્યમાં ટૂંક સમયમાં ખેડૂત આયોગની રચના કરવામાં આવશે. તેમણે કહ્યું કે ખેડૂત આયોગ ખેડૂતો અને શેરખેડનારાઓના કલ્યાણ માટે ભલામણો આપશે તેમજ તેમની ફરિયાદોનું નિરાકરણ કરશે. તેમણે કહ્યું કે સરકાર શેરખેડના ખેડૂતોના કલ્યાણ અને અધિકારોના રક્ષણ અંગે ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠકનું આયોજન કરશે.

આ દરમિયાન, સીએમ અને પ્રતિનિધિઓએ શેરખેડના ખેડુતોના અધિકારોની સુરક્ષા માટે નવો કાયદો લાવવાનો વિચાર શેર કર્યો. મુખ્યમંત્રીએ રાજ્યમાં પાક પરિભ્રમણ અપનાવવા પર પણ ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે ખેડૂતોએ તમામ પાકની ખેતી માટે નવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. તેમણે સહભાગીઓને જણાવ્યું હતું કે રાજ્યમાં સત્તા સંભાળ્યાના દિવસથી સરકારે ઘણા કલ્યાણકારી કાર્યક્રમો શરૂ કર્યા છે.

શું છે પાક વીમા યોજના

પીએમ પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને તેમના પાકને નુકસાન થવા પર આર્થિક સહાય આપવામાં આવે છે. દુષ્કાળ, પૂર, પાણીનો ભરાવો, જીવાતો અને રોગો, ભૂસ્ખલન, કુદરતી આગ અને વીજળી, તોફાન, અતિવૃષ્ટિ, ચક્રવાત વગેરે જેવા અનેક કારણોસર પાકને નુકસાન થાય છે અથવા ઉપજ 50 ટકાથી ઓછી હોય તો આવી સ્થિતિમાં ખેડૂતોને પાક વીમો આપવામાં આવે છે. પરંતુ, આ માટે ખેડૂતોએ તેમની વીમા કંપનીને 72 કલાકની અંદર માહિતી આપવી પડશે.

આ ઉપરાંત વાવાઝોડા, ચક્રવાતી વરસાદ કે અકાળ વરસાદ કે કરા પડવાને કારણે કાપણી કરીને ખેતરમાં સૂકવવા માટે છોડેલ પાકને નુકસાન થાય તો પાક વીમો પણ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, ખેડૂતો લણણી પછી 14 દિવસ સુધી પાક વીમાના દાવા માટે હકદાર છે.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More